Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
ચરોતરમાં ચિંતા : વણાકબોરી ડેમ ૯૯ ટકા અને કડાણા ૮૦ ટકા ભરાયો
ડેમની ભયજનક સપાટીથી પાણીનું લેવલ વધતા નદીઓમાં પાણી છોડાશેની શકયતાથી તંત્ર એલર્ટ
18/08/2022 00:08 AM Send-Mail
મહી-સાબરમતીમાં પૂર-વાવાઝોડાથી આણંદ જિલ્લાના ૪પ ગામો એલર્ટ
અમદાવાદ સિંચાઇ યોજના વર્તુળના પૂર નિયંત્રણ કક્ષના ના.કાર્યપાલક ઇજનેરની યાદી અનુસાર સંત સરોવરનું જળ સ્તર પ૪.ર૦ મીટર થવાથી તેના ૧૦ ગેટ ખોલીને સાબરમતી નદીમાં ૩૧૮ર૯ કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે વાસણા બેરેજમાં જળ સ્તર ૧ર૭ ફુટ પહોંચતા ૧૧ ગેટ ખોલીને સાબરમતી નદીમાં ૧૬૦ર૧ કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીઓના વધતા જળસ્તરના કારણે કાંઠા વિસ્તારના આણંદ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. જેમાં પૂરથી પ્રભાવિત મહી નદીના નીચાણવાળા વિસ્તારોમાં આણંદ તાલુકામાં ખાનપુર, ખેરડા, આંકલાવડી અને રાજુપુરા. ઉમરેઠમાં પ્રતાપપુરા અને ખોરવાડ. બોરસદમાં ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર અને વાલવોડ. આંકલાવમાં ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ(ઉ), સાંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાખલ, ભેટાસી વાંટા અને ગંભીરાનો સમાવેશ થાય છે. પૂરથી પ્રભાવિત થતા સાબરમતી નદીના નીચાણવાળા ગામોમાં તારાપુર તાલુકામાં ગલીયાણા, રીંઝા, ખડા, મિલરામપુરા, ચીતરવાડા, દુગારી, નભોઇ, મોટા કલોદરા, ફતેપુર, પચેગામ અને કસ્બારા તથા ખંભાતમાં ગોલાણા અને પાંદડનો સમાવેશ થાય છે. વાવાઝોડાથી પ્રભાવિત થનાર ગામોમાં ખંભાત તાલુકામાં પાંદડ, તરકપુર, મીતલી, વૈણજ, નવાગામબારા, જૂની આખોલ, લુણેજ, રાલજ, ખંભાત, વડગામ (તડા તળાવ), કલમસર (બાજીપુરા) અને ધુવારણ તેમજ બોરસદ તાલુકામાં ગાજણા, કંકાપુરા અને બદલપુરનો સમાવેશ થાય છે.

ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના કાંઠાના ચરોતરના ગામોને સાવચેત રહેવા સૂચના
અમદાવાદ સિંચાઇ યોજનાના પૂર નિયંત્રણ કક્ષના ના.કાર્યપાલક ઇજનેરે યાદીમાં જણાવ્યું હતું કે, સાબરમતી નદી સ્થિત ધરોઇ ડેમમાં પાણીની વધુ આવકના પગલે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેમાં ધરોઇ ડેમની નીચે વાસમાં ૬૬૮૦૦ કયુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જે આગામી સમયમાં ૧ લાખ કયુસેક સુધીનો પ્રવાહ થઇ શકે છે. આથી અમદાવાદ શહેરના નદી કાંઠાના વિસ્તારો, ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડા, સાથલ તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસિકપુર, વારસંગ અને ખેડા તાલુકાના નાની કલોલી, મોટી કલોલી, રઢુ, પથાપુરા, કઠવાડા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાં સાબરમતી કાંઠા વિસ્તારના ગોલાણા સહિતના ગામોને પણ આ સ્થિતિની અસર થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેથી આ ગામોના નાગરિકોને સાબરમતી નદીના કાંઠે ન જવા તેમજ સાવચેતી દાખવવા કા.ઇજનેર મકવાણાએ જણાવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો હોવાના કારણે પાણીની આવકમાં વધારો થયો છે. મધ્ય ગુજરાત અને ખાસ કરીને ચરોતર જેના ઉપર નભે છે તેવા કડાણા ડેમની જળસપાટી હાલ એલર્ટ મોડ પર છે. લગભગ ૮૦ ટકાને પાર પાણી થતાં આ ડેમ એલર્ટ પર છે. તો બીજી બાજુ ખેડા જિલ્લામાં આવેલ વણાકબોરી વિયરમા પાણીનો જથ્થો ૯૯ ટકાએ પહોંચતા ઓવરફ્લો થવાની શક્યતા છે. જેના પગલે નદીઓમાં પાણી છોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં કડાણા ડેમમાંથી પાણીની આવક સારી રહેવા સાથે જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા બંધનું આજરોજ એટલે કે ૧૭ ઓગસ્ટના રોજ વહેલી પરોઢિયે લેવલ ૪૧૦.૦૯ ફૂટ (૧૨૫.૨૦ મીટર) હતું. કડાણા જળાશયની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ (૧૨૭.૭૧ મીટર) છે. જેથી હાલ આ જળાશય ૮૦ ટકાથી વધુ ભરાયેલું છે. આથી આ સ્ટેજ એલર્ટ પર હોવાથી લાગતા વળગતા અધિકારીઓને એલર્ટ કરી દેવાયા છે. ઉપરવાસમાં વધુ વરસાદને લઈને જળાશયની સપાટી વધવાની સંભાવના હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર સંલગ્ન કચેરીઓ અને અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.

બીજી બાજુ આ કડાણા ડેમનું પાણી વણાકબોરી વિયરમાં છોડવામાં આવે છે. હાલ ખેડા જિલ્લામાં આવેલ આ વિયરમા ૯૯ ટકા પાણીનો જથ્થો છે. જો કડાણામાંથી વણાકબોરી વિયરમા વધુ પાણી છોડશે તો આ વિયર પણ ઓવરફ્લો થશે. હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાણી છોડવામાં આવતું હોવાથી આગામી કલાકોમાં વણાકબોરી વિયર પણ ઓવરફ્લો થવાની પૂરેપૂરી શક્યતાઓ વધી છે. જોકે હાલના સંજોગોમાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ કોઈ ગામોને એલર્ટ કરાયા નથી. આ બાજુ વાત્રક નદીમાં પણ પાણી છોડાતા મહેમદાવાદ પાસેથી પસાર થતી આ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે.

વિદ્યાનગર : સાત દિવસનું આતિથ્ય માણીને શ્રીજીને ભાવિકજનો દ્વારા ભાવભરી વિદાય

આણંદ જિલ્લાના પ૮ હજાર ખેડૂતોના ઈ-કેવાયસી બાકી

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી

આણંદમાં અનેક સ્થળોએ મૂળમાંથી ખવાઇ ગયેલ વૃક્ષો ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં

બોરસદ તા.પં.ની સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચનાનું કામ મોકૂફ રખાયું

અંગાડી : મૃતકે હોસ્પિટલમાં સારવાર લીધાનું પૂરવાર થતું હોવાથી વારસદારોને વ્યાજ સહિત વીમાની રકમ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના સાંનિધ્યમાં આવતીકાલથી અલૌકિક ચોર્યાસી કોસ વ્રજયાત્રા - લીલી પરિક્રમા

વિદ્યાનગરની ૧૫૦થી વધુ શ્રીજી પ્રતિમાઓને આવતીકાલે અપાશે ભાવભીની વિદાય