Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
આણંદમાં રાત્રી દરમ્યાન રખડતી ગાયોની કતલના ઈરાદે ચોરી કરતી ગેંગ સક્રિય બની
તુલસી ગરનાળા, ગણેશ ચોકડી, સો ફુટના રોડ સહિતના વિસ્તારોમાં વાહનોમાં ત્રાટકતી ટોળી દ્વારા ગાયોને ઈન્જેક્શન મારીને બેભાન કરી કરાઈ રહેલી ચોરી
18/08/2022 00:08 AM Send-Mail
પોલીસ દ્વારા સશસ્ત્ર પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે તેવી માંગ
ગાયોની ચોરીઓ કરવા માટે આવતી ગેંગના સભ્યો ઝનુની અને ઘાતકી સ્વભાવના હોય છે. સ્થાનિકો કે પછી પોલીસ પણ જો તેમનો પ્રતિકાર કરે તો જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નથી.પોતાનું વાહન ફુલ સ્પીડમાં ચલાવીને ઉપર નાંખીને ફરાર થઈ જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોય છે. આણંદ શહેરમાં આવા બે થી ત્રણ જેટલા કિસ્સાઓ પણ બની જવા પામ્યા છે ત્યારે શહેર પોલીસ દ્વારા વ્યુહાત્મક સશસ્ત્ર નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી પણ માંગણી ઉઠવા પામી છે.

આણંદ શહેરમાં છેલ્લાં કેટલાક સમયથી શહેરના જુદા-જુદા વિસ્તારો અને રોડો ઉપર રખડતી ગાયો-આખલાઓનો ત્રાસ વધી જવા પામ્યો છે ત્યારે હવે ગાયોની તસ્કરી કરતી ટોળી પણ સક્રિય થઈ જવા પામી છે અને દરરોજ રાત્રીના સુમારે જુદા-જુદા વિસ્તારોમા ત્રાટકીને ગાયોની ચોરી કરીને કતલખાને વેચી મારતા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક તરફ ચોમાસાની સીઝન બરાબર જામવા માંડી છે, બીજી તરફ પશુપાલકો દ્વારા પોતાનું ગૌધન છુટુ મુકી દીધું છે, જેના કારણે આ ગૌધન દિવસ દરમ્યાન શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર અડીંગો જમાવીને જાણે કે વૃદાંવનમાં વિહરતા હોય તેમ વર્તી રહ્યા છે. રખડતી ગાયોને કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે.

રાત્રી દરમ્યાન આ ગાયોના ટોળા તુલસી ગરનાળા આગળ, ગણેશ ચોકડી પાછળ, સો ફુટના રોડ, સરદારગંજ, લોટીયા ભાગોળ સહિતના કેટલાક વિસ્તારોમાં એકત્ર થાય છે. જેને લઈને પશુચોરોને મજા પડી જવા પામી છે. રાત્રી દરમ્યાન ફોર વ્હીલરોમાં ત્રાટકતા પશુઓ દ્વારા ગાયોની ચોરી કરીને લઈ જવામાં આવી રહી છે. બે-ત્રણ દિવસ પહેલા જ ગણેશ ચોકડી પાછળના વિસ્તારમાં ત્રાટકેલી ગાય ચોર ગેંગને રાત્રીના સુમારે એકત્ર થઈને ગોલગપ્પા કરતા સ્થાનિક યુવાનો સાથે ઘર્ષણ થયું હતુ. જેને લઈને તસ્કરોને ત્યાંથી ગાયની ચોરી કર્યા વગર ભાગવું પડ્યું હતુ. સુત્રોના જણાવ્યા અનુસાર ધોળકા અને અમદાવાદ તરફથી આ ગાય ચોર ટોળી ફોર વ્હીલર વાહનોમાં ત્રાટકે છે. આ વાહનની પાછલી સીટ કાઢી નાંખવામાં આવી હોય છે. મધ્યરાત્રી બાદ નક્કી કરેલી જગ્યાએ ત્રાટકીને ગાયોને ઈન્જેક્શન મારી દઈને તેમને બેભાન કરી દેવામાં આવે છે. ત્યારબાદ ત્રણથી ચાર જેટલી વ્યક્તિ આ ગાયને ઉંચકીને વાહનની પાછલી સીટમાં મુકીને પળવારમાં ત્યાંથી ફરાર થઈ જાય છે.વાહનનો ડ્રાયવર ચાલુ વાહન રાખીને એલર્ટ મોડ પર જ રહેતો હોય છે. જેવી ગાય ગાડીમાં નંખાઈ અને સાગરિતો ગાડીમાં બેઠા એ સાથે જ ત્યાંથી પુરપાટ ઝડપે ત્યાંથી નીકળી જાય છે. શરૂઆતમાં આ તસ્કરો સમગ્ર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરે છે અને ક્યાં ક્યાં ગાયો બેઠી છે અને ક્યાંથી ચોરી કરીને ભાગવામાં સરળતા રહેશે તેનો તાગ મેળવી લે છે, ત્યારબાદ ત્રાટકીને ગાયની ચોરી કરીને લઈ ગયા બાદ તેને કતલખાને વેચી મારતા હોવાનું જાણવા મળ્યું છે.

વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી