Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
જન્માષ્ટમી પર્વ સ્વાધ્યાય પરિવારનો વિશિષ્ટ પ્રયાસ
આણંદ-ખેડા જિલ્લામાં શ્રીકૃષ્ણના વિચારોને ફેલાવવા ૩ હજાર સ્થળોએ ૭ર૦૦ યુવાનો દ્વારા પથનાટય
યુવાનોની ટીમો દ્વારા 'દિખાવે કિ દુનિયા' વિશે પથનાટય કરીને સમાજના દરેક વ્યકિત સુધી કૃષ્ણ વિચારોને પહોંચાડવાનો પ્રયાસ
18/08/2022 00:08 AM Send-Mail
દેશમાં ર૦ રાજયો અને ૬થી વધુ દેશોમાં ર લાખથી વધુ યુવાઓ દ્વારા પથનાટય
આ વર્ષ ચરોતર સહિત રાજયના વિવિધ સ્થળો, દેશના ર૦ રાજયોમાં તેમજ ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અખાતના દેશોમાં યુવાનોની ૧પ હજાર ટીમો એટલે કે ર લાખથી વધુ યુવાઓ 'દિખાવે કિ દુનિયા' પથનાટય દ્વારા સૌને વિચાર કરવા પ્રેરિત કરશે. તા. ૧રથી ૧૯ ઓગસ્ટ દરમ્યાન વિવિધ ભાષામાં પથનાટય પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે.

વૈશ્વિક સ્વાધ્યાય કાર્યના પ્રવર્તક પદ્મવિભૂષણ પાંડુરંગશાસ્ત્રી આઠવલે (પૂ.દાદાજી)ની પ્રેરણાથી સ્વાધ્યાય પરિવારનો યુવા વર્ગ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરે છે. જેમાં આણંદ, ખેડા જિલ્લામાં ૧ ટીમમાં ૧૬ યુવાનો સાથેની ૪પ૦ ઉપરાંત ટીમોના આશરે ૭ર૦૦ યુવાઓ ચરોતરના ૩ હજારથી વધુ સ્થળોએ પથનાટય કરી રહ્યા છે. જેમાં 'દિખાવે કિ દુનિયા' શિર્ષક હેઠળ સમાજના દરેક વ્યકિત સુધી શ્રીકૃષ્ણના વિચહારો પહોંચાડીને જન્માષ્ટમી પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી કરશે.

ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી કેવળ મટકી ફોડીને કરવાના બદલે શ્રીકૃષ્ણના વિચારોને સમાજના પ્રત્યેક વ્યકિત સુધી પહોંચતા કરવા દાદાજીએ યુવાનોને પથનાટયની સંકલ્પના આપી હતી. દાદાજીના સુપુત્રી ધનશ્રી તળવલકર (પૂ.દીદીજી)ના માર્ગદર્શન થકી પથનાટયના માધ્યમથી લાખો યુવાનો દેશવિચારમાં આ વિચાર લઇને જઇ રહ્યા છે.

વર્તમાન સમયમાં સમાજમાં મોટાભાગે દેખાડાનું વર્ચસ્વ છે. સંબંધો, મૈત્રી, વ્યવહારમાં મોટાભાગે કૃત્રિમ દેખાડો, ઢોંગ રહેલા છે. દેખાડાની આવી દુનિયામાં પણ ઇશ્વરને કેન્દ્રસ્થાને રાખીને એક નિરપેક્ષ અને દેખાડા વિનાના નિર્ભળ સંબંધનું નિર્માણ થઇ શકે છે તેવો વાસ્તવવાદી સંદેશો યુવાઓ પથનાટય દ્વારા પ્રસરાવી રહ્યા છે.

વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી