Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
આણંદમાં પ્રથમવાર પવિત્ર શ્રાવણ માસમાં શિવ મહાપુરાણ કથા
સાઇબાબા જનસેવા ટ્રસ્ટ આયોજીત શિવકથામાં કથાકારપદે અમિતભાઇ જાની દ્વારા કથાનું રસપાન
કથાશ્રવણ માટે ઉમટતા ભાવિકજનો, દેવાધિદેવની આરતીમાં મહાનુભાવો જોડાયા
18/08/2022 00:08 AM Send-Mail
આણંદમાં આદિ યોગી સમર્થશ્વર મહાદેવ મંદિરે પુનરોદ્વાર અને પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમવાર શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. વ્યાસાસનેથી અમિતભાઇ જાની દ્ઘારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આણંદ સહિત આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં ભાવિકજનો કથા શ્રવણનો લ્હાવો મેળવી રહ્યા છે.

શિવ મહાપુરાણ કથા દરમ્યાન દેવાધિદેવની પૂજા-અર્ચના અને આરતી પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, મહામંત્રી નિરવભાઇ અમીન અને મયુરભાઇ સુથાર, શહેર પ્રમુખ મયુરભાઇ પટેલ, મહામંત્રી સ્વપ્નીલભાઇ પટેલ સાથે સરદાર ગુર્જરી અખબારના તંત્રી માલવભાઇ પટેલ, વનીશભાઇ પટેલ, કિરણભાઇ પટેલ (કમ્ફી), કાઉન્સિલરો સહિત મહાનુભાવો જોડાયા હતા.

સાઇબાબા જનસેવા ટ્રસ્ટના પ્રમુખ જનકભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી ર૧ ઓગસ્ટને રવિવારે ઓમકારેશ્વર મહાદેવ ખાતેથી નગરયાત્રા અને જળયાત્રાનું પ્રસ્થાન કરાશે. તા. રર ઓગસ્ટને સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્વયંસેવકો દ્વારા જહેમતપૂર્વક તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી