Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
બાકરોલ : ૧.૮૫ લાખ પરત નહીં આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ
18/08/2022 00:08 AM Send-Mail
નાણાંકીય સ્કીમમા રોકેલા ૧.૮૫ લાખ રૂપિયા પરત નહીં આપીને ગમે તેવી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આણંદના સલાટીયા વિસ્તારમાં રહેતા ફરિયાદી રીઝવાનમોહંમદ ઈકબાલભાઈ મન્સુરી હાલોલની માઉન્ટ હરીટેજ રીસોર્ટમાં માર્કેટીંગ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. ધંધાના કામ અર્થે ખંભાતના જીગ્નેશભાઈ સાથે તેમની ઓળખાણ થઈ હતી.

જીગ્નેશભાઈએ તેમના જમાઈ કેયુરભાઈ પ્રકાશભાઈ શાહ બાકરોલ ખાતે રહે છે અને નાણાંકીય સ્કીમ ચલાવે છે. તમે રોકાણ કરશો તો ફાયદો કરાવી આપશે તેમ જણાવતાં રીઝવાનમોહંમદ સને ૨૦૧૯માં તેમને મળ્યા હતા. જ્યાં કેયુરભાઈએ યુનીક મર્કન્ટાઈલ ઈન્ડિયા લી. કંપનીની એસઆઈપી સ્કીમમાં નાણાં રોકવાનું કહેતા જ રીઝવાનમોહંમદે દર મહિને પાંચ-પાંચ હજારનું રોકાણ શરૂ કરી દીધુ હતુ. શરૂઆતમાં તો કેયુરભાઈ દ્વારા પાવતી આપવામાં આવતી હતી. પરંતુ ત્યારબાદ પાવતી આપવાનું પણ બંધ કરી દીધુ હતુ. સને ૨૦૧૯થી ૨૦૨૨ સુધી કુલ ૧.૮૫ લાખનું રોકાણ કર્યા બાદ રીઝવાનમોહંમદે પૈસા રોકવાનું બંધ કરીને સ્કીમ બંધ કરાવી દઈ પોતાના ભરેલા ૧.૮૫ લાખની માંગણી કરી હતી. જો કે કેયુરભાઈએ ઉક્ત પૈસા આપવાની ના પાડી હતી અને તારાથી થાય તે કરી લેજે તેમ જણાવ્યું હતુ.ગત ૧૪મી તારીખના રોજ બપોરના બે વાગ્યાના બાકરોલ-વિદ્યાનગર રોડ ઉપર કેયુરભાઈને મળવા માટે જતાં જ કેયુરભાઈએ તારા પૈસા મળશે નહીં, હવે ફરી મારા ઘરે આવ્યો કે,મળવાની કોશિષ કરી છે તો, જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલા રીઝવાનમોહંમદ જે તે વખતે પોતાની નોકરી પર જતા રહ્યા હતા. પરંતુ આજે વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કેયુરભાઈ શાહને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ