Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ખંભોળજમાં તમાકુના ખળીના ગોડાઉનના તાળા તોડીને ૧.૯૪ લાખની તમાકુ ચોરી તસ્કરો ફરાર
તમાકુની ૨૭૮ ગુણો વાહનમાં ચોરી કરીને લઈ ગયાની આશંકાએ પોલીસની તપાસ
18/08/2022 00:08 AM Send-Mail
ખંભોળજ ગામના બળિયાદેવ મંદિર પાસે આવેલી એક તમાકુની ખરીમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરો તાળા તોડીને અંદરથી ૧.૯૪ લાખની મત્તાની તમાકુની કુલ ૨૭૮ ગુણોની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ખંભોળજ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

ચોરીની મળતી વિગતો અનુસાર આણંદ ખાતે રહેતા રત્નેશભાઈ અનંતભાઈ શાહે બે વર્ષ પહેલા ખંભોળજ-સારસા રોડ ઉપર આવેલા ખંભોળજ ગામ નજીકના બળિયાદેવ મંદિર પાસે આવેલી મોહનભાઈ રતિલાલભાઈ પટેલની તમાકુની ખરી ભાડેથી લીઘી છે અને તેમાં આસપાસના ગામડાઓના ખેડૂતો પાસેથી ખરીદેલી તમાકુનો તેમાં સંગ્રહ કરીને વેપાર કરે છે. નજીકમાં જ મોહનભાઈની ખેતીલાયક જમીન પણ આવેલી છે. જેનો સમગ્ર વહિવટ રીન્કેશભાઈ પટેલ કરે છે.

ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને ખરીમાં જવાના મેઈન લોખંડના દરવાજાના તાળુ તોડીને અંદર પ્રવેશ કરી તમાકુની ખરીના પાછળના ગોડાઉનના દરવાજાનું પણ તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા અને તમાકુની કુલ ૨૭૮ ગુણો કે જેની કિંમત ૧.૯૪ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે રીન્કેશભાઈએ ખરીના દરવાજાના તાળા તુટેલા જોયા ત્યારે તેમને ખરીમાં ચોરી થયાની જાણ થઈ હતી. જેથી તેમણે તુરંત જ રત્નેશભાઈને જાણ કરતા તેઓ આણંદથી ખંભોળજ પહોંચી ગયા હતા અને ગણતરી કરતા ઉક્ત મત્તાની તમાકુની ચોરી થવા પામી હતી. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને રત્નેશભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતા જોવાઈ રહી છે. તસ્કરો કોઈ વાહનમાં તમાકુની ગુણો ભરીને લઈ ગયા હોય પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ