Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
નાયકા ગામે જુગારની રેઈડ કરનાર પોલીસ કર્મી ઉપર જીવલેણ હુમલો : ૧ની હાલત ગંભીર
માથામાં લાકડાનો ડંડો મારી દેતાં બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પીટલમાં દાખલ
18/08/2022 00:08 AM Send-Mail
મહેમદાવાદ રેલવે સ્ટેશન પર પોલીસ જવાનો ઉપર કરાયેલા હુમલાની હજી તો કળ વળી નથી ત્યાં તો ખેડા ટાઉન પોલીસના બે કર્મચારીઓ ઉપર જુગાર રમતા પકડાયેલા શખ્સોએ હુમલો કરીને એકને માથામાં લાકડાનો ડંડો મારી દેતાં તેની હાલત ગંભીર થઈ જવા પામી હતી. આ અંગે ખેડા શહેર પોલીસે હુમલો કરનાર બે સગા ભાઈઓ વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે ખેડા ટાઉન પોલીસના જવાન રવિભાઈ અને વિક્રમસિંહ બંને પોતાના હદ વિસ્તારમાં સમન્સની વોરંટની બજવણી કરવા ગતરોજ ગયા હતા. ખેડા તાલુકાના નાયકા ગામે પહોંચતા ગામ નજીક આવેલ દૂધની ડેરી સામે બંધ દુકાનના ઓટલા પર ૬ વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હતા. આ બંને પોલીસ કર્મીઓ નજીક આવતા ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં પોલીસે બુધાભાઈ ઉર્ફે પૃથ્વીરાજસિંહ ભીખાભાઈ પરમારને પકડી લીધો હતો. ત્યારે તેણે છટકવાનો પ્રયત્ન કરીને અમારા ગામમાં આવીને જુગારની રેડ કરો છો તેમ કહી પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી અને ફરજમાં અવરોધ કરવા લાગ્યો હતો. એટલામાં જ તેનો સગો ભાઈ પ્રવિણસિંહ ઉર્ફે જગાભાઈ ભીખાભાઈ પરમાર ત્યાં આવી પહોંચ્યો હતો અને વિક્રમસિંહ ઉપર હૂમલો કર્યો હતો. પ્રવિણસિંહે ડંડો લઈ આવી વિક્રમસિંહને માથાના ભાગે મારી દઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

વિક્રમસિંહને માથામાં લોહી નીકળતા તેમના સાથીદાર પોલીસ કર્મી રવિએ તુરંત વાહનમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ ગયા હતા. જ્યાં બેભાન અવસ્થામાં તેને દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ કર્મી રવિભાઈએ ઉપરોક્ત હૂમલો કરનાર બાધાભાઈ ઉર્ફે પૃથ્વીરાજસિંહ ભીખાભાઈ પરમાર અને પ્રવિણસિંહ ઉર્ફે જગાભાઈ ભીખાભાઈ પરમાર સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ