Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ભેટાસી, કીંખલોડ, મોટી શેરડી અને વહેરાખાડીમાં જુગાર રમતાં ૧૪ શખ્સો ઝડપાયા
18/08/2022 00:08 AM Send-Mail
આજે રાંધણછઠ્ઠના દિવસે આણંદ જિલ્લામાં ચાર સ્થળોએ પોલીસે દરોડાઓ પાડીને પત્તાપાનાનો જુગાર રમતાં ૧૪ શખ્સોને ૧૧ હજારની રોકડ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ પોલીસે ભેટાસીવાંટા ખાતે દરોડો પાડીને રસીકભાઈ છગનભાઈ તળપદા, નરેન્દ્રભાઈ પુનમભાઈ પરમાર, ભાનુભાઈ ભીખાભાઈ હરિજન, ગણપતભાઈ વખતસિંહ રાજ અને ઘનશ્યામભાઈ ઉર્ફે ગનો ખુમાનસિંહ ટાંટોડને ઝડપી પાડીને રોકડા ૫૩૨૦ જપ્ત કર્યા હતા.

બીજા બનાવમાં ભાદરણ પોલીસે કીંખલોડ ગામે દરોડો પાડીને વિજયભાઈ ગણપતભાઈ પરમાર, ચતુરભાઈ ચીમનભાઈ ઠાકોર અને મનુભાઈ ભાઈલાલભાઈ ઠાકોરને તીન પત્તીનો જુગાર રમતાં ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૩૫૬૦ જપ્ત કર્યા હતા. ત્રીજા બનાવમાં ભાદરણ પોલીસે મોટી શેરડી ગામની ઈન્દિરા કોલોનીમાં દરોડો પાડીને પત્તા પાનાનો જુગાર રમતાં દિલીપભાઈ ઉર્ફે સંગો કાંતિભાઈ મકવાણા, હસમુખભાઈ ચંદુભાઈ મકવાણા અને ઉમેદભાઈ ઉર્ફે ભલુ હિંમતભાઈ મકવાણાને ઝડપી પાડીને તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૧૨૩૦ જપ્ત કર્યા હતા. જયારે ખંભોળજ પોલીસે વહેરાખાડી ગામના જાદવનગરમાંથી જુગાર રમતાં પ્રવિણભાઈ ઉર્ફે લાલો દામાભાઈ જાદવ, ગણપતભાઈ મંગળભાઈ જાદવ અને જયંતિભાઈ ચીમનભાઈ જાદવને ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ