Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા આયોજિત
'એપીએમએસ આઈડોલ' સિંગિંગ સ્પર્ધાની ફાઈનલ યોજાઈ : કુસુમ પાલીવાલ પ્રથમ ક્રમે વિજેતા થઈ
27/09/2022 00:09 AM Send-Mail
આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત શ્રીમતી હિરાબા મોતીભાઈ પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ પરફોર્મિંગ આર્ટસ કોલેજના નેજા હેઠળ પ્રથમ 'એપીએમએસ આઈડોલ' કરાઓકે સિંગિંગ કોમ્પિટિશનની ગ્રાન્ડ ફિનાલે સંસ્થાના ઓડિટોરિયમમાં યોજાઈ હતી. આ સ્પર્ધાનો આરંભ ગત વર્ષ તા. ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે થયો અને ૧૩ રાઉન્ડની હરીફાઈ બાદ ફાઈનલ ગ્રાન્ડ ફિનાલે આ વર્ષ એ જ તારીખે ૧૭ સપ્ટેમ્બરે યોજાતા યાદગાર બન્યો છે. 'એપીએમએસ આઈડોલ' સિંગિંગ કોમ્પિટિશન માટે સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી.પટેલ (વકીલ)ના માર્ગદર્શન અને આશીર્વાદ સાથે શરૂ થયો અને ૧૪ મા ફાઈનલ કાર્યક્રમ સુધી પહોંચવામાં સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ અને સીઈઓ ડો. પાર્થ બી.પટેલ, સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડો. ઈશિતાબેન પી.પટેલ, એડમિન વિભાગના યુગ્માબેનનો સહયોગ અને શુભેચ્છાઓ મળતી રહી.

આ સ્પર્ધામાં ૫૨ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી એપીએમએસના ૩૩ અને અન્ય સંસ્થાના ૨૦ સ્પર્ધકો હતા. દરેકને સમાન તક અને અવસર મળે તે રીતે ન્યુટ્રલ જજીસને બોલાવ્યા અને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી રાઉન્ડ કરી નીકળી ગયેલ સ્પર્ધકોને ફરીથી તક અને અવસર આપવામાં આવ્યો. સંસ્થાએ આ પ્રકારની સ્પર્ધા પ્રથમ વખત કરી હોવા છતાં માર્કેટમાં એસ્ટાબ્લિશ થઈ ગયેલ ગાયકોએ પણ અહીં એક સામાન્ય સ્પર્ધક તરીકે ભાગ લીધો.

અંતિમ ફાઈનલ રાઉન્ડમાં ૮ સ્પર્ધકો રોહન એસ. ભટ્ટ, અંજલી ત્રિવેદી, શિવમ પંચોલી, દિપક ચૌહાણ, ક્રિષ્ના સોલંકી, કુસુમ પાલીવાલ, ગઢવી ઋતુરાજ અને શિવાની દવે હતા તે પૈકી પ્રથમ રાઉન્ડની ગાયિકી બાદ ટોપ ૪ પસંદ કરાયા અને અંતે ટોપ ૩ પસંદ કરી જે ત્રણને વિજેતા જાહેર કરાયા તેમાં ટુ વ્હીલરના પ્રથમ ઈનામ માટે સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી.પટેલ (વકીલ)ના હસ્તે સ્પોન્સર રાધે જવેલર્સના પ્રહલાદભાઈ મંડોલાની ઉપસ્થિતિમાં, કુસુમ પાલીવાલનું અભિવાદન કરવામાં આવ્યું. બીજા ક્રમે વિજેતા ઋતુરાજ ગઢવીને લેપટોપનું પ્રાઈઝ સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ અને સીઈઓ ડો. પાર્થ બી.પટેલના હસ્તે સ્પોન્સર્સ હરિહર બુક ડેપોના શૈલેષભાઈ, અમિતભાઈ અને નિરવભાઈની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું. જયારે ત્રીજા ક્રમે આવેલ રોહન ભટ્ટને મોબાઈલ ફોનનું ઈનામ એપીએમએસના વાઈસ પ્રેસિડેન્ટ અને સીઈઓ ડો. પાર્થ બી.પટેલના હસ્તે સ્પોન્સર્સ નવરંગ સ્ટેશનરીના ઠાકોરભાઈ દલવાડીની ઉપસ્થિતિમાં આપવામા આવ્યું. કાર્યક્રમનું સંચાલન વિજય એમ.ઠક્કર, પ્રો. મિનલબેન ઠક્કર અને દિવ્યા રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. તમામ ૧૪ કાર્યક્રમોનું આયોજન મૈત્રીબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.