Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્ક ખાતે એન.એસ.એસ. દિવસની ઉજવણી
27/09/2022 00:09 AM Send-Mail
આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્ક આણંદમાં એન.એસ.એસ. વિભાગ દ્વારા એન.એસ.એસ. દિવસની ઉજવણી અંતર્ગત સમાજકાર્યના વિદ્યાર્થીઓ માટે વિવિધ સામાજિક સમસ્યાઓ ઉપર જાગૃતિ ફેલાવાના ઉદ્દેશ્યથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં બી.એસ.ડબલ્યુ., એમ.એસ. ડબલ્યુ. તથા એમ.એસ.ડબલ્યુ. (એચ.આર.) ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સામાજિક સમસ્યાઓ ભ્રષ્ટાચાર, બેટી બચાવો બેટી પઢાઓ, જાતીય સમાનતા, વ્યસનમુક્તિ વગેરેના નારા લગાવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. રેલી બાદ એન.એસ.એસ. પખવાડિયાનો સમાપન સમારોહ એન.એસ.એસ. સ્વયંસેવકો દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં એન.એસ.એસ. સ્વયંસેવકો અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર દ્વારા પોતાના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન સંસ્થાના ઈન્ચાર્જ આચાર્ય ડો. સ્નેહા ચંદ્રપાલના નેજા હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. અમિત રોય અને પ્રા. સ્મિતા પરમાર, એન.એસ.એસ. સ્વયંસેવકો અને સમગ્ર સ્ટાફના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું.