Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
મોંઘવારી પર નિયંત્રણ માટે રિઝર્વ બેંકના આકરાં પગલાં : રેપો રેટ વધીને ૫.૯૦ ટકા થયો
RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતાં હોમ, ઓટો લોન સહિત તમામ EMI પણ વધશે
ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજ દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેંકને વ્યાજ દર વધારવાની ફરજ પડી
01/10/2022 00:10 AM Send-Mail
સાત દિવસના કડાકા બાદ બજારમાં તેજીનો માહોલ : સેન્સેક્સમાં ૧૦૧૬ અને નિફ્ટીમાં ૨૭૬ પોઈન્ટનો ઊછાળો આવ્યો : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણય બાદ સારો કારોબાર થયો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારાની જાહેરાત બાદ બજારમાં ભારે કારોબાર જોવા મળ્યો હતો અને ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન પર બંધ થયા હતા. છેલ્લા સત્રના અંતે સેન્સેક્સ ૧૦૧૬ પોઈન્ટ વધીને ૫૭,૪૨૬ પર અને નિફ્ટી ૨૭૬ પોઈન્ટ વધીને ૧૭,૦૯૪ પર બંધ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે નિફ્ટી ૬૫ પોઈન્ટ અથવા ૦.૪૦ ટકા ઘટીને ૧૬,૭૫૦ પોઈન્ટ પર ખુલ્યો હતો અને સેન્સેક્સ ૨૧૭ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા ઘટીને ૫૬,૨૨૮ પોઈન્ટ પર ખુલ્યો હતો. પરંતુ આરબીઆઈએ મોનેટરી પોલિસી જાહેર કરતા જ શેરબજારમાં જોર પકડયું હતું.આજે ઈન્ટ્રાડે ટ્રેડમાં લગભગ ૨૨૦૫ શેર વધ્યા છે, ૯૬૫ શેર ઘટયા છે અને ૧૧૦ શેર યથાવત રહ્યા છે. બપોરના વેપારમાં સેન્સેક્સ ૧,૨૦૦ પોઈન્ટ ઉપર ચઢયો હતો. નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત બાદ ભારતીય શેરબજારોએ તીવ્ર કરેક્શન કર્યું હતું. આરબીઆઈએ આજે તેના બેન્ચમાર્ક રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. મે મહિનાથી આરબીઆઈએ રેપો રેટમાં કુલ ૧૯૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ઓટો, પાવર, કેપિટલ ગુડ્સ, બેંક, રિયલ્ટી અને મેટલ સહિત તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં આજે ૧-૨ ટકાનો વધારો થયો હતો. ૩૦ શેરો ધરાવતો બીએસઈ બેન્ચમાર્ક ૧૦૧૬.૯૬ પોઈન્ટ અથવા ૧.૮૦ ટકા ઉછળીને ૫૭,૪૨૬.૯૨ પર સળંગ સાત સત્રો બાદ પુનરાગમન કર્યા બાદ અંતે ૫૭,૪૨૬.૯૨ પર પહોંચ્યો હતો. એનએસઈ નિફ્ટી ૨૭૬.૨૫ પોઈન્ટ અથવા ૧.૬૪ ટકા વધીને ૧૭,૦૯૪.૩૫ પર બંધ થયો હતો.ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક અને ટાટા સ્ટીલ સેન્સેક્સ પેકના ૩૦ શેરોમાં લાભાર્થીઓમાં હતા. જ્યારે ડૉ.રેડ્ડીઝ, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલિવર ઘટયા હતા.

વિદેશી રોકાણકારોએ ગુરુવારે ૩,૫૯૯.૪૨ કરોડના શેરનું વેચાણ કર્યું
એશિયામાં, સિઓલ, ટોકયો અને શાંઘાઈના બજારો નીચા બંધ હતા, જ્યારે હોંગકોંગ ઊંચા બંધ હતા. મધ્ય સત્રના સોદામાં યુરોપના સ્ટોક એક્સચેન્જો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે, યુએસ બજારો તીવ્ર બંધ રહ્યા હતા.આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફયુચર્સ ૧.૧૯ ટકાના ઉછાળા સાથે બેરલ દીઠ ૮૯.૫૪ ડોલર પર પહોંચી ગયા હતા. બીએસઈપાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૃ. ૩,૫૯૯.૪૨ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

રૂપિયો યુએસ ડોલર સામે ૩૭ પૈસા વધીને ૮૧.૩૬ પર બંધ થયો
અમેરિકી ડોલર સામે રૃપિયો ૩૭ પૈસા વધીને ૮૧.૩૬ પર બંધ થયો હતો. ભારતીય રિઝર્વ બેંકે બેન્ચમાર્ક ધિરાણ દરમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ શુક્રવારે રૃપિયો યુએસ ડોલર સામે ૩૭ પૈસા વધીને ૮૧.૩૬ પર બંધ થયો હતો. ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં રૃપિયો ગ્રીનબેક સામે ૮૧.૬૦ પર ખુલ્યો હતો. તે સત્ર દરમિયાન ઇન્ટ્રા-ડે હાઇ ૮૧.૧૭ અને નીચા ૮૧.૬૯ જોવા મળ્યો હતો. તે આગલા બંધ કરતાં ૩૭ પૈસા વધીને ૮૧.૩૬ પર બંધ રહ્યો હતો. ગુરુવારે, રૃપિયો રેકોર્ડ નીચલા સ્તરેથી પાછો ફર્યો અને ડૉલર સામે ૨૦ પૈસા વધીને ૮૧.૭૩ પર બંધ થયો.

ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ હવે ભારતની સેન્ટ્રલ બેંક પણ આકરા પાણીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર થયેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં ૫૦ હ્વૅજ (૫૦ બેઝિસ પોઈન્ટ્સ) નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર ૫.૯ ટકા થયા છે.

આરબીઆ એમપીસીના ૬ સભ્યોમાંથી ૫ સભ્યોએ વ્યાજદરમાં ૦.૫૦ % વધારવાનો મત આપ્યો હતો. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું છે. એસડીએફ ૫.૬૫% અને એમએસએફ ૬.૧૫% કરવામાં આવે છે તેમ ગવર્નરે ઉમેર્યું હતું. ડોલર સામે રૃપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેક્નને વ્યાજના દર વધારવા ફરજ પડી છે.

મે ૨૦૨૦થી મે ૨૦૨૨ વચ્ચે રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. બેક્નો જ્યારે નાણાંની જરૃર પડે અને રિઝર્વ બેંક પાસેથી તે મેળવે ત્યારે જે વ્યાજ દર ચૂકવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ આ બે વર્ષ ૪ ટકા રહ્યો હતો. જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેક્નોએ વ્યાજ દર વધારવાનું શરૃ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા જ રિઝર્વ બેક્ને વ્યાજ દર વધારવા શરૃ કર્યા હતાં. આજની બેઠક પહેલા રેપો રેટ વધી ૫.૪ ટકા થઈ ગયો હતો. રેપો રેટ વધતા બેક્નોની નાણાં મેળવવાની શકિત ઘટે છે અને નાણાં મોંઘા થાય છે. એની અસરથી ધિરાણ દરમાં વધારો થાય છે. સતત વધી રહેલા વ્યાજના દરથી હવે લોન ઉપર ગ્રાહકોએ વધારે વ્યાજ ચૂકવવું પડે છે. રિઝર્વ બેક્ન માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૃપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૃપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગિરી કરવાની રિઝર્વ બેક્નની ક્ષમતા ઓછી થઈ રહી છે, એમ એક બેક્નરે જણાવ્યું હતું. ક્રુડ તેલના ભાવ જે જુનમાં પ્રતિ બેરલ ૧૨૦ ડોલરથી વધુ હતા તે હાલમાં ઘટીને ૮૦ ડોલરની અંદર ચાલી ગયા છે, જે આરબીઆઈ માટે રાહતની વાત છે. ફોરેકસ રિઝર્વ તેની ૬૪૨ અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૦૦ અબજ ડોલર જેટલું ઘટી ૫૪૫ અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૃપિયો ડોલર સામે દસ ટકા જેટલો ઘટી ગયો છે. રિઝર્વ બેક્ને આજે તેની નાણાકીય નીતિની જાહેરાત કરી છે જેમાં ફુગાવાને અંકુશમાં રાખવા પર ફોકસ કરવામાં આવ્યું છે. આરબીઆઈએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતા રેપો રેટ વધીને ૫.૯૦ ટકા થયો છે. તેના કારણે બેક્નો લોનના દર વધારશે અને હોમ લોન, ઓટો લોન સહિત તમામ લોનના ઈએમઆઈ પણ વધી જશે. રિઝર્વ બેક્ને સળંગ ચોથી વખત રેપો રેટમાં વધારો કર્યો છે અને નરમાઈનું વલણ છોડયું છે. હાલમાં ભારતીય રૃપિયો ડોલરની સામે રેકોર્ડ નીચી સપાટીએ છે અને ગ્લોબલ સ્થિતિ પણ ચિંતાજનક છે ત્યારે રેપો રેટ વધારવાનો નિર્ણય લેવાયો છે. નાણાકીય નીતિ રજુ કરતી વખતે રિઝર્વ બેક્નના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું કે અમેરિકન ડોલર નવી ઉંચાઈએ પહોંચી ગયો છે. ઇમર્િંજગ માર્કેટ સામે પડકાર પેદા થયો છે અને ખાદ્યપદાર્થો તથા ઈંધણના ભાવ વધી ગયા છે. આધુનિક દેશોના નિર્ણયોની અસર બીજા દેશો પર વર્તાઈ રહી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું કે નાણાકીય બજારોના તમામ સેગમેન્ટ અત્યારે સંકટમાં છે. શક્તિકાંતા દાસે જણાવ્યું કે કોરોના વાઈરસની બે લહેર આવી ગયા પછી યુક્રેનમાં યુદ્ધનો આંચકો લાગ્યો છે. આ ઉપરાંત બીજા દેશોની બેક્નો પણ વ્યાજદર વધારી રહી છે. રિઝર્વ બેક્ને ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો નથી અને ફુગાવો ૫.૭ ટકા રહેવાની શકયતા દર્શાવી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની છ સભ્યોની સમિતિ સતત ચોથી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. એપ્રિલ ૨૦૧૯ બાદ રેપો રેટ તેના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. રિઝર્વ બેક્ન ઓફ ઈન્ડિયા મે મહિનાથી ચાવીરૃપ દરમાં સતત વધારો કરતી જાય છે. આજે રેપો રેટમાં અડધા ટકાનો વધારો કરવામાં આવ્યો તેને શેરબજારે પોઝિટિવ રીતે લીધું છે. આજે તમામ બેક્નોના શેર વધ્યા છે જેમાં કોટક બેક્નનો શેર સૌથી વધુ ૧.૭૯ ટકા, એક્સિસ બેક્ન ૧.૧૮ ટકા, એસબીઆઈ એક ટકા અને ઈન્ડસઈન્ડ બેક્ન ૦.૮૬ ટકા વધ્યો હતો. કોવિડ પછી લોકડાઉનની અસરને ઘટાડવાના હેતુ સાથે આરબીઆઈએ માર્ચ, ૨૦૨૦ માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો અને ૪ મે, ૨૦૨૨ ના રોજ તેને વધાર્યો હતો. આ અગાઉ લગભગ બે વર્ષ સુધી બેન્ચમાર્ક વ્યાજ દરમાં યથાવત સ્થિતિ જાળવી રાખી હતી.

હિમાચલમાં કોંગ્રેસની જીત: ૪૦ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી, ભાજપ ૨૫માં સમેટાયુ સરાજથી મુખ્યમંત્રી

હું રાહુલની વિરુદ્ઘ છું, કહી યુવકે આત્મદાહનો પ્રયાસ કર્યો

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદમાં અમિત શાહની એન્ટ્રી, વિપક્ષની સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હિમાચલ ચૂંટણીમાં જીતનો શ્રેય ભારત જોડો યાત્રાને આપ્યો

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર ‘આપ’નું ‘ઝાડુ’ ફરી વળ્યું : ૧૩૪ બેઠક જીતી

બિઝનેસમેનને હનીટ્રેપ કરીને ૮૦ લાખ રૂપિયા લૂંટી લીધા હતા

ભારતે મોડલ - કિંમત વિશે ખોટી માહિતી આપવા બદલ ચાઈનીઝ મોબાઈલ કંપની વિવો પર પ્રતિબંધ મૂકયો

પંજાબ, હરિયાણા, રાજસ્થાન પાકિસ્તાનનો ભાગ, કાશ્મીર અલગ દેશ, તાલિબાનના નવા 'નકશા' પર હોબાળો