Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
પ.રેલ્વે દ્ઘારા 'જલ હી જીવન અને જલ હૈ તો કલ હૈ'ની થીમ પર સ્વચ્છતા ઉજવણી...
આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં
રેલ્વે સ્ટેશનોએ મુસાફરો માટેના પીવાના પાણીની શુદ્વતા ચકાસણીની ઉપરછલ્લી કામગીરી, બંધ વોટર પોઇન્ટની ઉપેક્ષા : મુસાફરોને પ્લેટફોર્મ પરની કેન્ટીનોમાંથી અજાણી બ્રાન્ડના મીનરલ વોટરની મોંઘા ભાવે ખરીદીની ફરજ
01/10/2022 00:10 AM Send-Mail
આર.ઓ.નું પાણી રૂ. ૧માં ૩૦૦ મી.લી. અને ર૦માં પ લિટર અપાતું હતું
આણંદ રેલ્વે સ્ટેશને સાડા ત્રણેક વર્ષ અગાઉ શરુ કરાયેલ વોટર સ્ટેન્ડ પરથી ૩૦૦ મી.લી.પાણી રૂ. ૧માં અને બોટલ સાથે રૂ. રમાં અપાતું હતું. તે પ્રમાણે પ૦૦ મી.લી. રૂ. ૩, ૧ લિટરના રુ.પ, ર લિટરના રૂ.૮ અને પ લિટર પાણીના રૂ.ર૦ ચાર્જ લેવામાં આવતો હતો. આ ઉપરાંત પાણી ભરવા માટેની ખાલી બોટલ રૂ. ૧થી પ સુધીની કિંમતે આપવામાં આવતી હતી. આથી મુસાફરને કિફાયતી ભાવે આર.ઓ.નું શુદ્ઘ પાણીની સાથે ઓછા દરે પાણી ભરવાની બોટલ પણ મળતી હતી.

પશ્ચિમ રેલવે દ્વારા ઉજવવામાં આવી રહેલ સ્વચ્છતા પખવાડિયાના ભાગરુપે વડોદરા ડિવિઝનમાં આવતા આણંદ, નડિયાદ સહિતના રેલ્વે સ્ટેશનોએ યાત્રીઓ માટે પીવાનું શુદ્ઘ પાણી, શૌચાલયની સ્વચ્છતા, પેન્ટ્રી કાર અને કેન્ટીનની સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી રહી છે. પરંતુ આ ઉજવણી હાસ્યાસ્પદ બની રહ્યાનું આણંદ રેલ્વે સ્ટેશને જોવા મળી રહ્યું છે. મુસાફરોને રાહત દરે આર.ઓ.નું શુદ્વ પાણી ઉપલબ્ધ કરાવતા રેલવેના ર વોટર પોઇન્ટ છેલ્લા ૩ વર્ષથી બંધ હાલતમાં છે. જેને ચાલુ કરાવવાની કે તેના વિકલ્પરુપે મુસાફરોને શુદ્વ પાણી રાહત દરે મળી રહે તેવી કોઇ વ્યવસ્થા જ રેલ તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પીવાનું શુદ્વ પાણી અને પેન્ટ્રી કાર, કેન્ટીનની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપી રહ્યાનું ફલિત કરવા તાજેતરમાં સ્ટેશન અને પ્લેટફોર્મ પર આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. વડોદરા ડિવિઝન સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ વિભાગ અનુસાર જલ હી જીવન હૈ અને જલ હે તો કલ હૈ થીમ પર પ્રવાસીઓને પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને પાણીનો બગાડ અટકાવવાના ઉપાયો સમજાવવામાં આવી રહ્યા છે.

જયારે બીજી બાજુ આણંદ રેલ્વે સ્ટેશને સાડા ત્રણેક વર્ષ અગાઉ રેલવેના આઇઆરસીટીસી દ્વારા આરઓનું શુદ્વ પાણી મુસાફરોને રાહત દરે મળી રહે તે માટે બે વોટર પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. આ યોજનાના લોન્ચિંગ સમયે જોરશોરથી પ્રચાર પ્રસાર પણ કરાયો હતો. આ વોટર સ્ટેન્ડે મુસાફરોને તેમની પાણીની બોટલ કે વોટર બેગમાં અને જો તે ન હોય તો વોટર સ્ટેન્ડ પરથી કિંમત વસૂલીને પાણીની બોટલ આપવામાં આવતી હતી. થોડો સમય બધું ઠીકઠાક ચાલ્યા બાદ એકાએક વોટર સ્ટેન્ડ બંધ કરી દેવાયા હતા. આ સ્થિતિના કારણે મુસાફરોને ન છૂટકે સ્ટેશન અને પ્લેટફોર્મ પરના સ્ટોલો પરથી જાણીતી બ્રાન્ડ વિનાની મીનરલ વોટરની બોટલો મોંઘી કિંમતે વસૂલવાની ફરજ પડી રહી છે. એક તરફ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ બંધ વોટર સ્ટેન્ડની આસપાસ કચરો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, વોટર સ્ટેન્ડ એકાએક બંધ કરી દેવાના કારણ અંગે આણંદ સ્ટેશનના પદાધિકારીઓ ડિવિઝનલ કચેરીનો નિર્ણય હોવાનું જણાવીને વાત ટાળી રહ્યા છે. તો ડિવિઝનલ કચેરી દ્વારા સમગ્ર બાબતે મંત્રાલય તરફથી નિર્ણય લેવામાં આવ્યાની સંભાવના વ્યકત કરવામા આવી રહી છે. આમ, જોરશોરથી શરુ કરાયેલ મુસાફરલક્ષી યોજનાનો રકાસ થવાના કારણે મુસાફરોને પુન: મોંઘા ભાવે પાણી ખરીદવાની ફરજ પડી રહી છે.

વિદ્યાનગર : સાત દિવસનું આતિથ્ય માણીને શ્રીજીને ભાવિકજનો દ્વારા ભાવભરી વિદાય

આણંદ જિલ્લાના પ૮ હજાર ખેડૂતોના ઈ-કેવાયસી બાકી

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી

આણંદમાં અનેક સ્થળોએ મૂળમાંથી ખવાઇ ગયેલ વૃક્ષો ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં

બોરસદ તા.પં.ની સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચનાનું કામ મોકૂફ રખાયું

અંગાડી : મૃતકે હોસ્પિટલમાં સારવાર લીધાનું પૂરવાર થતું હોવાથી વારસદારોને વ્યાજ સહિત વીમાની રકમ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના સાંનિધ્યમાં આવતીકાલથી અલૌકિક ચોર્યાસી કોસ વ્રજયાત્રા - લીલી પરિક્રમા

વિદ્યાનગરની ૧૫૦થી વધુ શ્રીજી પ્રતિમાઓને આવતીકાલે અપાશે ભાવભીની વિદાય