Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!
ડાંગર, મકાઇ, બાજરીની ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની મુદ્દત ૩૧ ઓકટો.
02/10/2022 00:10 AM Send-Mail
હડતાળ છતાંયે નાગરિક પુરવઠા નિગમનું આંધળે બહેરું જેવું કામ...: ખેડૂતોને ગ્રામ્યકક્ષાએ વીસીઇ દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવા સૂચન
પડતર માંગણીઓને લઇને ગ્રામ પંચાયત ઓપરેટર (વીસીઇ) મંડળ દ્વારા છેલ્લા રર દિવસથી હડતાળ ચાલી રહી છે. ગામે-ગામ વીસીઇ વિના ઓનલાઇન કામગીરીમાં ખેડૂતો, ગ્રામજનોને પડતી સ્થિતિથી સરકારના તમામ વિભાગો વાકેફ પણ છે. છતાંયે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ, આણંદે જિલ્લાના ડાંગર, મકાઇ, બાજરીનું લઘુત્તમ ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે યાદી જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, ખેડૂતોએ સ્થાનિક કે ગ્રામ્યકક્ષાએ વીસીઇ દ્વારા તા. ૩૧ ઓકટો.ર૦રર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવું. વાસ્તવમાં વીસીઇની હડતાળને ધ્યાને લઇને પુરવઠા નિગમે ખેડૂતોને ઓનલાઇન નોંધણી માટે અન્ય વિકલ્પ આપવો જોઇએનો મત વ્યકત થઇ રહ્યો છે.

ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસીઇ છેલ્લા રર દિવસોથી પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે આણંદ જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ ખેડૂતો સહિત વિવિધ પ્રકારની ઓનલાઇન કામગીરી માટે અરજદારોને પરેશાનીભરી સ્થિતિ સહેવી પડી રહી છે. તેમાંયે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી સહિતની ખરીદી ઓનલાઇન શરુ કરી છે. જેની મુદ્દત ૩૧ ઓકટો.ર૦રર છે. પરંતુ ગ્રામ પંચાયત ઓપરેટરો હડતાળના કારણે જિલ્લામાં એકપણ ખેડૂતનું ઇ-સમૃદ્વિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ન કરાયાનું ચર્ચાય છે.

આણંદ જિલ્લા વીસીઇ મંડળના મતાનુસાર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટરને કાયમી કરીને સરકારના ધારાધોરણ મુજબ ફિકસ પગાર સંબંધી માંગણીઓનું સરકાર નિરાકરણ લાવતી નથી. જેથી છેલ્લા રર દિવસથી રાજય સહિત જિલ્લાના તમામ વીસીઇ હડતાળ પર છે. જેમાં ખેડૂતોની રજીસ્ટ્રેશન કામગીરીનો પણ બહિષ્કાર કરાયો છે. મોટાભાગે લાભ પાંચમ પછી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેતી પાકની ખરીદીની કામગીરી શરુ કરાય છે. પરંતુ ઓનલાઇન રજીસ્ટ્રેશન જ ન કરાતા નિયત સમયે ટેકાના ભાવે પાકની ખરીદીની કામગીરી શરુ થવાની શકયતા ન હોવાનું વીસીઇ કર્મચારીઓ જણાવી રહ્યા છે.