Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર
02/10/2022 00:10 AM Send-Mail
ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશને દુકાનદારોની વિવિધ માંગણીઓના સંદર્ભ ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએસન અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ કેરોસીન લાઈસન્સ હોલ્ડર એસો.ના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોસિએસન અને ગુજરાત રાજ્ય ફેરપ્રાઈઝ શોપ કેરોસીન લાઈસન્સ હોલ્ડર એસોસિએસન દ્વારા આપેલ તા. ૧૯/૦૯/૨૦૨૨ ના આવેદનપત્રથી અમારા છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નોનો નિરાકરણ આવ્યું નથી. તો અમારા પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાય તે હેતુથી અમારી માગણી સરકાર સુધી પહોચાડવા વિનંતી છે. અમારી માંગણીઓ નહિ સ્વીકારાય તો રાજ્ય એસોસિએશન દ્વારા આપેલ કાર્યક્રમને ઉમરેઠ તાલુકામાં દુકાનદારો સમર્થન આપશે અને તા. ૨ ઓક્ટોબરથી વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અગળા રહેશે.