Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
02/10/2022 00:10 AM Send-Mail
ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી ૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ભીખાભાઈ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી. આ ખાસ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અતુલભાઈ પટેલ, માનદમંત્રી જાગૃત ભટ્ટ, પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, રજીસ્ટ્રાર ડો હરિશ દેસાઈ, શ્રી કૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેશ દેસાઈ, પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના ડીન ડો. હિમાંશુ પંડ્યા, કે.એમ. પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ફિઝીયોથેરાપીના પ્રિન્સિપાલ ડો. હરિહરા પ્રકાશ, કેમ ઈન્સ્ટટ્યિૂટ ઓફ એલાઈડ હેલ્થ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીના પ્રિન્સિપાલ ડો. મેનકા શાહ, નર્સિંગ સાયન્સિસના પ્રિન્સિપાલ શૈલેષ પંચાલ તથા મંડળના ટ્રસ્ટીગણ અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ભાઈકાકા યુનિવર્સિટીના મેડિકલ ટેકનોલોજીની પ્રથમ બેચના સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ડિપ્લોમાના વિદ્યાર્થીઓ સાથે કુલ ૫૮ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. પોતાના ક્ષેત્રમાં બેસ્ટ કામગીરી કરેલ. ૨૦ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા.વિદ્યાર્થીઓ દ્વારા પસંદગી પામેલ ૭ શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા તેમજ યુનિવર્સિટીની એન.એસ. એસ. યુનિટમાં શ્રેષ્ઠ કામગીરી માટે ૮ વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા.

સંસ્થાના પ્રેસિડન્ટ અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાઈકાકા યુનિવર્સિટીએ ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અને તેની માતૃસંસ્થાએ ૫૧મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ પુુરું પાડવામાં આવે છે. એમણે આશા સેવી કે ભાઈકાકા યુનિવર્સિટી દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં નામના મેળવે. તેમણે વધુમાં જણાવ્યું કે ટૂંક સમયમાં નર્સિંગ કોલેજ અને ગર્લ્સ હોસ્ટેલનું આધુનિકરણ કરવામાં આવશે તથા વિદ્યાર્થીઓના કૌશલ્યને પ્રાધાન્ય આપવા માટે સ્કીલ લેબ બનાવવામાં આવશે જ્યાં વિદ્યાર્થીઓ પૂર્વ નિર્દેશિત કૌશલ્યોનો ઉપયોગ કરી શકશે. સંસ્થાની શરૂઆતથી જ દાતાશ્રીઓ ઉદાર હાથે દાન કરે છે તેનો તેમણે આભાર માન્યો હતો તથા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. આ ખાસ પ્રસંગે પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના એલમ્ની એસોસિએશનના ન્યુઝ લેટરનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડો. ખારોડે જણાવ્યું હતું કે ભાઈકાકા યુનિવર્સિટીની માતૃસંસ્થા ચારૂતર આરોગ્ય મંડળ ચાર દાયકાથી વધુ સમયથી ચાર ક્ષેત્રો જેવા કે હેલ્થ કેર, રિસર્ચ, પબ્લિક હેલ્થ અને એજ્યુકેશનનો અનુભવ ધરાવે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક સારા નાગરિક બને તે માટે જરૂરી એવી તાલીમ અને વાતાવરણ પુરું પાડવા માટે યુનિવર્સિટી પ્રયત્નશીલ છે. યુનિવર્સિટી અંતર્ગત ૮૨ જેટલા સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૨૭૫ જેટલી ફેકલ્ટી વિદ્યાર્થીઓને ભણાવે છે.