Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો
ચીફ ઓફિસરે જેસીબી લઇને મોકલ્યાની પાલિકાના ડ્રાયવરની કબૂલાત
02/10/2022 00:10 AM Send-Mail
બોરસદ નગરપાલિકાનું જેસીબી મશીન વહેરા ગામની હદમાં ખાનગી ખેતરમાં સાફસફાઇ માટે મોકલાયું હતું. જેનો જાગૃત વ્યકિતએ વિડીયો ઉતારીને કાઉન્સિલરોને મોકલ્યો હતો. જેથી કાઉન્સિલરોએ ચીફ ઓફિસર પાસે જઇને સમગ્ર મામલે હોબાળો મચાવ્યો હતો. જો કે ચીફ ઓફિસરે પોતે જેસીબી ન મોકલ્યાનું જણાવ્યું હતું પરંતુ જેસીબીના ડ્રાઇવરે ચીફ ઓફિસરે મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. આથી કાઉન્સિલરોએ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. જો કે વધુ હોબાળો થતા ચીફ ઓફિસર ચેમ્બર છોડીને ગાડીમાં રવાના થઇ ગયા હતા.

બોરસદ શહેરની નજીક આવેલ વહેરા ગામની હદમાં આવેલા ખેતરમાં અવરજવરના રસ્તા પર ઉગી નીકળેલા ઝાડીઝાંખરાને હટાવવા, વાડને સરખી કરવા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા દ્વારા પાલિકાના કર્મચારી રવિભાઇને જેસીબી મશીન લઇને જવા કહયું હતું. જો કે તે પાલિકા હદની બહારની, ખાનગી જગ્યા હોવાનું જણાવવા છતાંયે ચીફ ઓફિસરે જેસીબી,કર્મચારી મોકલીને કામગીરી શરુ કરાવ્યાનું રવિભાઇએ જણાવ્યું હતું. દરમ્યાન જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો મોકલેલ વિડીયો જોઇને કાઉન્સિલર રીતેશભાઇ પટેલ, હેમુખાન પઠાણ, દીપકભાઇ પટેલ, મહંમદભાઇ વગેરે ચીફ ઓફિસર પાસે પહોંચીને જેસીબીનો વિડીયો બતાવ્યો હતો. ઉપરાંત કાઉન્સિલરે જેસીબી મોકલવા માટે જવાબદાર તમામ પાસેથી ભાડાની રકમ વસૂલ કરવા સહિત કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી. જો કે ચીફ ઓફિસર કચેરી છોડી જતા કાઉન્સિલરોએ આ મામલે કલેકટર અને પ્રાદેશિક કમિશ્નરમાં ચીફ ઓફિસર સામે પગલાં ભરવાની લેખિત રજૂઆત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.


વિદ્યાનગર : સાત દિવસનું આતિથ્ય માણીને શ્રીજીને ભાવિકજનો દ્વારા ભાવભરી વિદાય

આણંદ જિલ્લાના પ૮ હજાર ખેડૂતોના ઈ-કેવાયસી બાકી

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી

આણંદમાં અનેક સ્થળોએ મૂળમાંથી ખવાઇ ગયેલ વૃક્ષો ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં

બોરસદ તા.પં.ની સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચનાનું કામ મોકૂફ રખાયું

અંગાડી : મૃતકે હોસ્પિટલમાં સારવાર લીધાનું પૂરવાર થતું હોવાથી વારસદારોને વ્યાજ સહિત વીમાની રકમ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના સાંનિધ્યમાં આવતીકાલથી અલૌકિક ચોર્યાસી કોસ વ્રજયાત્રા - લીલી પરિક્રમા

વિદ્યાનગરની ૧૫૦થી વધુ શ્રીજી પ્રતિમાઓને આવતીકાલે અપાશે ભાવભીની વિદાય