Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં પતિને માસિક ૭૫૦ ઘરભાડુ પત્નીને ચૂકવવા મહુધા કોર્ટનો હુકમ
શ્રીમંત બાદ પિયર આવેલી સુમૈયાબાનુ પઠાણે પુત્રને જન્મ આપ્યો હતો, પણ સાસરીમાંથી કોઈપણ તેણીની ખબર જોવા માટે પણ આવ્યા નહોતા
02/10/2022 00:10 AM Send-Mail
મહુધા કોર્ટે પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામના પતિદેવને ડોમેસ્ટિક વાયોલેન્સના દેશમાં દોષિત ઠેરવી તેની પત્નીને માસિક ૭૫૦ ઘર ભાડું તેમજ વળતર પેટે ૫૦૦૦ ચૂકવવા હૂકમ કર્યો છે. મહુધા તાલુકાના હેરંજમાં રહેતી સુમૈયાબાનુના લગ્ન તા. ૧-૫-૧૬ના રોજ પેટલાદ તાલુકાના વિશ્નોલીમાં રહેતા સજ્જાતઅલી નબીખાન પઠાણ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન કરી સાસરીએ આવેલી પરિણીતાનું શરૂઆતનું લગ્નજીવન સુખમય બન્યું હતું.ત્યારબાદ તેના પતિ તેને અવારનવાર ત્રાસ આપતા હતા. સુમૈયાને એવી શંકા હતી કે તેના પતિને અન્ય કોઈ મહિલા સાથે આડો સંબંધ છે. આ દરમ્યાન સુમેયા ગર્ભવતી બનતા તેની શ્રીમંતની વિધિ પતાવ્યા બાદ સુમૈયા તેના પિયરમાં આવી હતી અને તા. ૧૬-૯-૧૭ના રોજ તેણીએ પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ તેની સાસરીમાંથી કોઈ કોઈ તેમને જોવા માટે આવ્યા નહીં અને અમારે તો બીજી લાવવી છે, તને રાખવી નથી તેમ કહી ત્રાસ આપી હેરાન કરતા હતા. આ બાબતે સુમૈયાએ પોતાના વકીલ મારફતે ફરિયાદ દાખલ કરી હતી.

મહુધા કોર્ટમાં કૌટુંબિક હિંસાખોરીથી સ્ત્રીઓના રક્ષણ બાબત અધિનિયમ ૨૦૦૫ની કલમ ૨૪ મુજબ સુમૈયાએ દાખલ કરેલ કેસ ચાલ્યો હતો. અરજદારના વકીલે રજૂ કરેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી મહુધાની જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના જજ જૈમીન જશવંતકુમાર ગઢવીએ સજ્જાતઅલી નબીખાન પઠાણના અરજદાર જ્યાં રહે છે અથવા કોઈપણ સ્થળે કૌટુંબિક હિંસાનું કોઈપણ કૃત્ય કરવું નહીં તેમજ મકાન ભાડા પેટે માસિક રૂા. ૭૫૦ પુરા અરજીની તારીખથી ચૂકવી આપવા અને તેવી રકમ નિયમથી ચૂકવવા અને વળતર પેટે રૂા. ૫,૦૦૦ પુરા ચૂકવી આપવા તેવો હૂકમ કર્યો હતો.