Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો
ભરતસિંહ પઢિયારને પોક્સોના ગુનામાં ૧૦ વર્ષની સજા ફટકારાઈ હતી
02/10/2022 00:10 AM Send-Mail
આણંદના પેરોલ ફર્લો સ્ક્વોર્ડે આજે ખંભાત તાલુકાના બાજીપુરા ખાતે છાપો મારીને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયેલા એક શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત તાલુકાના બાજીપુરા ખાતે રહેતા ભરતસિંહ નાગજીભાઈ પઢિયારને સગીરાને ભગાડી જઈને જાતીય અત્યાચાર ગુજારવાના કેસમાં આણંદની કોર્ટે તકશીરવાર ઠેરવીને ૧૦ વર્ષની સજા સંભળાવી હતી. જેથી તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. દરમ્યાન તે પેરોલ પર છુટીને ફરાર થઈ ગયો હતો.

જિલ્લામાં નાશતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચલાવી રહેલા પેરોલ ફર્લો સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, ભરતસિંહ પઢિયાર તેના ઘરે આવ્યો છે જેથી પોલીસે છાપો મારતા તે ઘરેથી જ મળી આવતા અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે.