Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ
02/10/2022 00:10 AM Send-Mail
તારાપુરના મોરજ રોડ ઉપર આવેલી વાત્સલ્ય સોસાયટીમાં રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરો દ્વારા એક બંધ મકાનને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ ૧.૮૦ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરિયાદી કાન્તીભાઈ રસિકભાઈ ઠક્કર મોરજ રોડ ઉપર આવેલી વાત્સલ્ય સોસાયટીમાં રહે છે અને પાન-બીડીનો હોલસેલ વેપાર કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેમની બે પુત્રીઓ અને પુત્ર અમદાવાદ ગરબા જોવા માટે ગયા હતા. જ્યારે તેઓ પત્ની સાથે મકાનને તાળુ મારીને પોતાના વતન વલ્લી ગામે ગયા હતા. દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનનું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી ઉપલા માળે મુકેલી તીજોરી તોડી નાંખીને તેમજ પેટીનો બધો સામાન વેરવિખેર કરી નાંખીને અંદર મુકેલા ૧.૮૦ લાખની મત્તાના સોના-ચાંદીના દાગીના કે જેમાં બે તોલા સોનાની ચેઈન, ૧૨ નંગ સોનાની જેન્ટસ-લેડીઝ વીંટીઓ, સોનાનું મંગળસુત્ર, સોનાનો ચુડો, ચાંદીના સાત જોડી છડા, ચાંદીના બે નંગ ઝુડા, ૪ ચાંદીના સીક્કા, સોનાનું પેન્ડલનો સમાવેશ થાય છે. તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે દુકાને આવેલા કાન્તીભાઈને સોસાયટીમાં ચોરો આવ્યા હોવાની માહિતી મળતાં જ તેઓ ઘરે ગયા હતા અને તપાસ કરતા તેમના જ ઘરનું તાળુ તુટેલું હતુ અને તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. તેઓએ તારાપુર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ આવી પહોંચીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.