Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું
સૂર્યકુમારે ૨૨ બોલમાં ૫ ચોગ્ગા અને ૫ છગ્ગા સાથે ફટકાર્યા શાનદાર ૬૧ રન
03/10/2022 00:10 AM Send-Mail
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-૨૦ સિરીઝની બીજી મેચ ગુવાહાટીમાં રમાઇ હતી. જેમાં સાઉદ આફિક્રાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું.

ટીમ ઇન્ડિયાના ઓપનર્સ તોફાની શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં જ ૫૭ રન ફટકારી દીધા હતા. કેપ્ટન રોહિત શર્મા ૩૭ બોલમાં ૪૩ રન કરીને કેશવ મહારાજની બોલિંગમાં આઉટ થયો હતો. તો કેએલ રાહુલ ૨૮ બોલમાં શાનદાર ૫૭ રન બનાવીને આઉટ થયો હતો. રાહુલને પણ કેશવ મહારાજે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. સૂર્યકુમાર યાદવ ધમાકેદાર ઇનિંગ રમી રહયો છે તેણે માત્ર ૧૮ બોલમાં જ ફિફટી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ ૨૨ બોલમાં ૫ ચોગ્ગા અને ૫ છગ્ગા સાથે ૬૧ રન બનાવી રન આઉટ થયો હતો. વિરાટ કોહલી ૨૮ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકારી નોટ આઉટ રહીને ૪૯ રન બનાવ્યા હતા. જયારે દિનેશ કાર્તિકે નોટ આઉટ રહીને ૭ બોલમાં ૧ ચોગ્ગો અને ૨ છગ્ગા ફટકારી ૧૭ રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી સાઉથ આફ્રિકાને ૨૩૮ રનનો લ-યાંક આપ્યો હતો.

સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી.સિંગલ રન પર સતત બે વિકેટ ગુમાવી હતી. અર્શદીપ સિંહે ટેમ્બા બાવુમા અને રાઇલી રોસુની વિકેટ ઝડપી હતી. ટેમ્બા બાવુમા અને રાઇલી રોસુ ઝીરોમાં આઉટ થઇ ગયા હતા. સાઉથ આફ્રિકાએ એડન માર્કરમની ત્રીજી વિકેટ ગુમાવી હતી. એડન ૧૯ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકારી ૩૩ રન બનાવ્યા હતા. એડન અ-ાર પટેલની બોલીંગ આઉટ થઇ ગયો હતો. જયારે ડેવિડ મિલરે નોટ આઉટ રહીને ૪૭ બોલમાં ૮ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકારી ૧૦૬ રન બનાવ્યા હતા. જયારે કિવન્ટન ડી કોકે નોટ આઉટ રહીને ૪૮ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકારી ૬૯ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા ૨૦ ઓવરમાં ૨૨૧ રન બનાવી શકયું હતું. સાઉથ આફ્રિકા ૩ વિકેટ ગુમાવી ૨૦ ઓવરમાં ૨૨૧ રન બનાવ્યા હતા.

હિમાચલમાં કોંગ્રેસની જીત: ૪૦ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી, ભાજપ ૨૫માં સમેટાયુ સરાજથી મુખ્યમંત્રી

હું રાહુલની વિરુદ્ઘ છું, કહી યુવકે આત્મદાહનો પ્રયાસ કર્યો

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદમાં અમિત શાહની એન્ટ્રી, વિપક્ષની સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હિમાચલ ચૂંટણીમાં જીતનો શ્રેય ભારત જોડો યાત્રાને આપ્યો

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર ‘આપ’નું ‘ઝાડુ’ ફરી વળ્યું : ૧૩૪ બેઠક જીતી

બિઝનેસમેનને હનીટ્રેપ કરીને ૮૦ લાખ રૂપિયા લૂંટી લીધા હતા

ભારતે મોડલ - કિંમત વિશે ખોટી માહિતી આપવા બદલ ચાઈનીઝ મોબાઈલ કંપની વિવો પર પ્રતિબંધ મૂકયો

પંજાબ, હરિયાણા, રાજસ્થાન પાકિસ્તાનનો ભાગ, કાશ્મીર અલગ દેશ, તાલિબાનના નવા 'નકશા' પર હોબાળો