Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ઇરાનમાં ૧૭ વર્ષીય નિકાનો કપાયેલ નાક, માથા પર ૨૯ ઘા સાથેનો મૃતદેહ સોંપાયો
હિજાબ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરતી નિકાના પરિવારને પોલીસે મોં બંધ રાખવાની ધમકી
03/10/2022 00:10 AM Send-Mail
ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શન અને હિંસા ચાલુ છે. રવિવારે મૃત્યુઆંક વધીને ૯૨ થયો છે. દેખાવો ૧૬ સપ્ટેમ્બરના રોજ શરૂ થયા હતા. જયારે ૨૨ વર્ષીય વિદ્યાર્થી મહસા અમીનીને ૧૩ સપ્ટેમ્બરના રોજ હિજાબ ન પહેરવા બદલ મોરલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને ૧૬ સપ્ટેમ્બરે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

શનિવારે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી ૧૭ વર્ષીય નિકા શકરામીની પણ હત્યા કરવામાં આવી હતી. પોલીસે તેના પરિવારજનોને બોલાવી મૃતદેહ સોંપ્યો હતો. નિકાનું નાક કપાયેલું હતું અને તેના માથા પર ૨૯ ઘા હતા.

મીડિયા રિપોટર્સ અનુસાર, હિજાબ વિરોધી પ્રદર્શન ૧૬૪ શહેરોમાં પહોંચી ગયો છે. તેની અસર ૩૧ રાજયોમાં જોવા મળી રહી છે. સરકારની સમસ્યા એ છે કે તે વિરોધને દબાવવાનો જેટલો પ્રયાસ કરી રહી છે તેટલો જ તે ઝડપથી ફેલાઇ રહ્યો છે. ૧૭ વર્ષીય નીકા શકરામીના મોત બાદ લોકોનો ગુસ્સો ભડકી ઉઠયો છે. બીજી તરફ સરકારે ફરી એકવાર આંદોલનકારીઓને આંદોલન નહીં છોડે તો ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. અહેવાલ મુજબ, નિકાને મોરલ પોલીસે તેહરાનના એક બજારમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તે તેના મિત્રો સાથે નારા લગાવી રહી હતી. જે બાદ તે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગઇ હતી. ફરાર થવા દરમિયાન નિકાએ ફોન પર મિત્રને કહયું કે પોલીસ તેનો પીછો કરી રહી છે. નિકાના પરિવારને તેની ચિંતા હતી. તેઓએ તેહરાનની દરેક જેલ, અટકાયત કેન્દ્ર,પોલીસ સ્ટેશન અને જાહેર સ્થળોએ તેની શોધ કરી. તેમને નિકા વિશે કોઇ માહિતી મળી ન હતી. કહેવાય છે કે શનિવારે પોલીસે નિકાના પરિવારને ફોન કરીને તેના મૃત્યુની જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, જયારે નિકાના પરિવારે તેની ડેડબોડી જોઇ તો તે ખૂબ ખરાબ હાલતમાં હતી. નિકાના શરીર પર ઇજાના અસંખ્ય નિશાન હતા. તેનું નાક કપાઇ ગયું હતું અને માથામાં ૨૯ ઇજા થઇ હતી. જયારે પોલીસને આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે પરિવારને જણાવવામાં આવ્યું કે ભાગવાનો પ્રયાસ કરતી વખતે નિકા ઉંચી જગ્યાએથી પડી ગઇ હતી. અને તેના કારણે માથામાં ઇજા થઇ હતી. પરિવારને પણ કહેવામાં આવ્યું હતું કે મીડિયાને આ અંગે કોઇ માહિતી ન આપે, નહીં તો પરિણામ સારું નહીં આવે.