Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ઇન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકતા ૧૭૪ના મોત, ૧૮૦ લોકો ઘાયલ
- હારેલી ટીમના પ્રશંસકો મેદાનમાં ઘૂસ્યા, ટીયરગેસ-લાઠીચાર્જ બાદ નાસભાગ મચી હતી
03/10/2022 00:10 AM Send-Mail
ઇન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગમાં ૧૭૪ લોકોના મોત થયા છે. ૧૮૦ લોકો ઘાયલ થયા છે. આ ઘટના પૂર્વ જાવાના કંજુરુહાન સ્ટેડિયમમાં શનિવારે રાત્રે બની હતી.

ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઇન્ડોનેશિયાની ઇદક લીગ-૧માં અરેમા એફસી અને પર્સબાયા સુરબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. પર્સબાયાની ટીમ હારી ગઇ. મેચ હારી ગયેલી ટીમના સમર્થકો મેદાનમાં ઊતર્યા હતા. તેમને રોકવા માટે પોલીસે ટીયરગેસ છોડવો પડયો હતો, જેના કારણે નાસભાગ મચી ગઇ હતી.

પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ૧૨૭ લોકોના મોત થયા છે, જેમાંથી બે પોલીસ અધિકારી છે. સ્ટેડિયમની અંદર ૩૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં વીડિયો પણ સામે આવ્યો છે., જેમાં પ્રશંસકો સુર-ાાકર્મીઓ પર વસ્તુઓ ફેંકતા જોવા મળે છે. ભીડને નિયંત્રિત કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ છોડયા. ઇન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશને આ ઘટના પર શોક વ્યકત કરતું નિવેદન જાહેર કર્યુ છે. ઇન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશને કહયું કે રમત પછી શું થયું તેની તપાસ કરવામાં આવશે અને આ માટે એક ટીમ મલંગ જવા રવાના થઇ ગઇ છે. પીટી લીગા ઇન્ડોનેશિયા બારુના અધ્ય-ા અખ્મદ હાદિયન લુકિતાએ કહયું કે અમે આ ઘટનાથી ખૂબ જ દુ:ખી છીએ.