Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
જિલ્લાભરમાં ચર્ચિત ઘટનામાં શિક્ષણ તંત્રએ કાર્યવાહી હાથ ધરી
હાથજ પ્રા.શાળામાં ગરબામાં તાજીયાના મ્યુઝિક શરૂ કરાયા મુદ્દે ચાર શિિક્ષકાઓ સસ્પેન્ડ
ધાર્મિક લાગણી દુભાવતા કાર્યક્રમનો વિડીયો વાયરલ સંદર્ભ આમુખની જોગવાઇ મુજબ ફરજ મોકૂફી, હુકમની નોંધ શિિક્ષકાઓની સેવાપોથીમાં કરાશે
03/10/2022 00:10 AM Send-Mail
ગરબામાં તાજીયાનું મ્યુઝિક વગાડનારા, વિદ્યાર્થીઓને મોકલનારા તત્વો સામે કાર્યવાહીની માંગ
હાથજ પે સેન્ટર શાળામાં ગરબા સમયે તાજીયાના મ્યુઝિકનો મામલો ગંભીર બનતા અંતે શિક્ષણ વિભાગ દ્વારા ચાર શિિક્ષકાઓને સસ્પેન્ડ કરવામાં આવી છે. પરંતુ વાલીઓ સહિત સંગઠનોની માંગ છે કે, ગરબા મહોત્સવની ઉજવણી દરમ્યાન એક રંગની ટી શર્ટ પહેરીને વિધર્મી વિદ્યાર્થીઓને મોકલનાર, ગરબાના બદલે તાજીયાનું મ્યુઝીક વગાડનાર તત્વો સામે તપાસ કરવામાં આવે. વિદ્યાર્થીઓના બાળમાનસમાં આ પ્રકારનું વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કરનારાઓ તેમજ સમગ્ર ઘટનામાં બેજવાબદાર રહેનાર શિિક્ષકાઓ સામે પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

નડિયાદ તાલુકાની હાથજ પે સેન્ટર શાળામાં ગરબા મહોત્સવ દરમ્યાન વિધર્મી બાળકો એક રંગની ટીશર્ટ પહેરીને તાજીયાના મ્યુઝીક સાથે મહોરમ રમ્યા હોવાનો વિડીયો વાયરલ થતા હોબાળો મચ્યો હતો. એકાએક આ પ્રકારની ઘટનાથી ગરબે રમતી હિન્દુ વિદ્યાર્થિનીઓ હેબતાઇ જવા સાથે વાલીઓને જાણ થતા સૌ શાળાએ ધસી ગયા હતા. હિન્દુ પર્વ ઉજવણીમાં આ પ્રકારની ઘટના છતાંયે ઉપસ્થિત શિિક્ષકાઓ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાયાના રોષ સાથે હિન્દુ સંગઠનો, વાલીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સમગ્ર જિલ્લામાં ચર્ચિત બનેલ આ મામલે અંતે ગંભીર નોંધ લઇને જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી કમલેશ પટેલે હાથજ પે સેન્ટર શાળાની ચાર શિિક્ષકાઓને ફરજ મોકૂફીનો હુકમ કર્યો હતો. જેમાં સાબેરાબેન સિકંદરભાઇ વહોરાને પે સે પરીએજ કુમારશાળા, સોનલબેન રમણભાઇ વાઘેલાને આદર્શ પ્રા.શાળા-બરોડા(માતર), જાગૃતિબેન રવિકાંત સાગરને અલીણા બ્રાન્ચ પ્રા.શાળા અને એકતાબેન દિનુભાઇ આકાશીને પે.સે.લીંબાસી કુમાર શાળામાં ફરજ મોકૂફી દરમ્યાનના હેડકર્વાટર ખાતે હાજર રહેવા હુકમમાં જણાવાયું છે. વધુમાં આ અંગેની નોંધ શિિક્ષકાઓની સેવાપોથીમાં કરવાની રહેશે તેમ પણ જિ.પ્રા.શિ.ના હુકમમાં જણાવાયું છે.


નડિયાદ સંતરામ મંદિરમાં ત્રિદિવસીય મહા પૂનમના મેળાનો પ્રારંભ: આજે સાકર વર્ષા થશે

સીંજીવાડામાં ગટરલાઇનની પાઇપો પ્લાન મુજબ ન નંખાતા સ્થાનિકોનો હોબાળો

ગળતેશ્વર : મીઠાના મુવાડા ગામે ૪ વર્ષ અગાઉ પ્રા.શાળાના ઓરડા તોડી પાડયા બાદ નવા બનાવવાની ફાઇલ અભરાઇએ !

નડિયાદના બિસ્માર બસ સ્ટેન્ડની હાલત સુધારવા કોંગ્રેસની માંગ

ખેડા જિલ્લા હોમગાર્ડઝ જવાનોનો ગત માસનો પગાર તિજોરી કચેરીમાં અટવાયો!

ખેડા જિલ્લામાં બિનખેતી મિલ્કત વેરાના ૪ કરોડથી પણ વધુ ઉઘરાવવાના બાકી !

નડિયાદ : વીમા કંપનીએ સેવા આપવામાં ખામી આચરેલ છે, ફરિયાદીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવો-ગ્રાહક કોર્ટ

મહેમદાવાદ : ૮ વર્ષ અગાઉ ક્રેડિટ સોસાયટીમાંથી વ્યવસાય માટે લીધેલ ધિરાણ પેટેનો ચેક પરત થતા એક વર્ષની કેદ, ૬ લાખ