Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો
ર૦ વર્ષીય જય રાણાને સલમાન, મોઇન, મોહદ્દીસ અને સજજાદખાને લાફા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી
03/10/2022 00:10 AM Send-Mail
પેટલાદમાં બે દિવસ અગાઉના ઝઘડાની રીસ રાખીને ર૦ વર્ષીય યુવાનને ચાર લોકોએ ગાળાગાળી કરીને લાફા મારવા સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે શહેર પોલીસે ચારે યુવકો સામે ગૂનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતોમાં પેટલાદમાં ગોલવાડની ઉંચી શેરીમાં રહેતો જય પ્રકાશભાઇ રાણા સાંજે પાંચેક વાગ્યાના સુમારે પસાર થતો હતો. ત્યારે બે દિવસ અગાઉ પેટ્રોલ પંપ નજીક થયેલ બોલાચાલીની અદાવતમાં સલમાન અતાઉલ્લાખાન પઠાણ, મોઇન પઠાણ, મોહદ્દીસખાન પઠાણ અને સજજાદખાન પઠાણે જય રાણા સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં તમામે ગાળાગાળી કરીને જયને ગાલ ઉપર લાફા ફટકાર્યા હતા. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે જય રાણાએ ફરિયાદ નોંધાવતા પેટલાદ શહેર પોલીસે ચારેય પઠાણ યુવકો વિરુદ્વ ઇપીકો ૩ર૩, પ૦૪, પ૦૬(ર) અને ૧૧૪ મુજબ ગૂનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જો કે જાહેરમાં આ પ્રકારે બનેલ ઘટનાથી રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારોમાં ભીતિ વ્યાપી હોવાની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસે તત્કાળ કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે.