Sardar Gurjari

શુક્રવાર, તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩, મહા સુદ ૧૩, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૨૭

મુખ્ય સમાચાર :
ચૂંટણી તંત્ર દ્વારા મતદાનના ફાઇનલ આંકડા જાહેર
આણંદ જિલ્લાની ૭ બેઠકો ઉપર સરેરાશ ૬૮.૪ર ટકા મતદાન
સૌથી વધુ આંકલાવમાં ૭૪.૧ર અને સૌથી ઓછું આણંદ બેઠકમાં ૬૧.૧૩ ટકા મતદાન
07/12/2022 00:12 AM Send-Mail
જિલ્લાના કુલ ૧૭.૬૬ લાખ મતદારોમાંથી પ.પ૭ લાખથી વધુએ મતદાન ન કર્યુ ! : ૭૧ ટકા પુરૂષ, ૬પ ટકા સ્ત્રી અને ૬૮ ટકા અન્ય મતદારોએ કર્યુ મતદાન
આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં સ્ત્રી, પુરુષ અને અન્ય મતદારો મળીને કુલ ૧૭,૬૬,૧૭૭ મતદારો નોંધાયેલા છે. ગતરોજ યોજાયેલ મતદાનમાં ૧ર,૦૮,૩૪૭ મતદારોએ મતદાન કર્યુ હતું. જયારે પ,પ૭,૮૩૦ મતદારો મતદાનથી અળગા રહ્યાનું જોવા મળ્યું હતું. જેમાં કુલ પુરુષ મતદારો ૯,૦૪,૧૯રમાંથી ૬,૪૪,૮૩૪એ મતદાન કર્યુ હતું અને ર,પ૯,૩પ૮એ મતદાન કર્યુ નહતું.મતલબ કે ૭૧ ટકા પુરુષ મતદારોએ મતદાન કર્યુ હતું. જયારે કુલ સ્ત્રી મતદારો ૮,૬૧,૮પ૭માંથી પ,૬૩,૪૬૦એ મતદાન કર્યુ હતું અને ર,૯૮,૩૯૭ સ્ત્રી મતદારો મતદાન મથક પહોંચ્યા જ ન હતા. મતલબ કે ૬પ ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ હતું. આ ઉપરાંત કુલ ૧ર૮ અન્ય મતદારો પૈકી પ૩એ મતદાન કર્યુ હતું. જયારે ૭પએ મતદાન ન કર્યાનું જોવા મળ્યું હતું. એટલે કે અન્ય મતદારોએ ૬૮ ટકા મતદાન કર્યુ હતું.

જિલ્લાના કુલ મતદાન
વિધાનસભા - પુરૂષ મતદારો - સ્ત્રી મતદારો- અન્ય મતદારો- કુલ થયેલ કુલ મતદાર- કરેલ કુલ મતદાર- કરેલ કુલ મતદાર- કરેલ મતદાન, મતદાન- મતદાન- મતદાન- (ટકાવારી), ખંભાત- ૧,ર૦,૬૯૭- ૮૪,૬ર૦- ૧,૧ર,૭રર- ૭૩,૧૮૮- ૧ - ૬૭.૬૧, બોરસદ -૧,૩૪,૭૬૬- ૯૬,૬૩૯- ૧,ર૬,૬૬૩- ૮૪,પ૬૯- પ -૧- ૬૯.૩૧, આંકલાવ- ૧,૧૪,૯૦૮- ૮૮,૬૯૦- ૧,૧૦,ર૮૮- ૭૮,રર૩- - - ૭૪.૧ર, ઉમરેઠ- ૧,૩૮,રપ૬- ૯૯,ર૮પ- ૧,૩ર,૮રપ- ૮૬,ર૩ર- ૩- ૧- ૬૮.૪૪, આણંદ -૧,પ૯,પ૯૦- ૧,૦૧,૮૧૮- ૧,૫૫,૧૭૯- ૯૦,૬૧૪- ૬- ૧- ૬૧.૧૩, પેટલાદ- ૧,રર,૦૯૯- ૯૦,૧૪૭- ૧,૧૭,ર૭૪- ૭૯,૪૩૦- ૧૦૭- ૪૭- ૭૦.૮૩, સોજીત્રા- ૧,૧૩,૮૭૬- ૮૩,૬૩પ- ૧,૦૬,૯૦૬ -૭૧,ર૦૪ -૬- ૩- ૬૮.૪ર

આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ગતરોજ યોજાયેલ મતદાનના અંદાજીત સરેરાશ આંકડા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાની સાત બેઠકો માટે કુલ ૬૪.૯૧ ટકા પ્રાથમિક સરેરાશ મતદાન જાહેર કરાયું હતું. દરમ્યાન આજે જિલ્લા તંત્ર દ્વારા તમામ બેઠકો માટે થયેલ મતદાનના ફાઇનલ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર કુલ મળીને સરેરાશ ૬૮.૪ર ટકા મતદાન નોંધાયું હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એસ.ગઢવીએ જણાવ્યું છે. જેમા સૌથી વધુ ૭૪.૧ર ટકા મતદાન આંકલાવ બેઠકમાં અને સૌથી ઓછું ૬૧.૧૩ ટકા મતદાન આણંદ વિધાનસભા બેઠકમાં નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં પુરુષ મતદારોની સરખામણીએ વધુ સ્ત્રી મતદારોએ મતદાન ન કર્યાનું જોવા મળ્યું છે. કુલ ૯,૦૪,૧૯ર પુરુષ મતદારોમાંથી ૬,૪૪,૮૩૪એ મતદાન કર્યુ હતું. જયારે કુલ ૮,૬૧,૮પ૭ સ્ત્રી મતદારોમાંથી પ,૬૩,૪૬૦એ મતદાન કર્યુ હતું. જેથી કુલ ર,પ૯,૩પ૮ પુરુષ અને ર,૯૮,૩૯૭ સ્ત્રી મતદારો મતદાન કરવા ગયા ન હોવાનું જોવા મળ્યું હતું.

આણંદમાં લાયસન્સ વિના, ગેરકાયદે માંસ-મટન વેચતી ૪૦થી વધુ દુકાનો હોવાનું હવે તંત્રના ધ્યાને આવ્યું, સીલ મરાશે

તારાપુર એપીએમસીની ૧૭ એપ્રિલે ચૂંટણી જાહેર, રાજકીય ગરમાવો

બોરસદમાં ગેસ પાઇપ લાઇનનું પુન:ખાતમુહૂર્ત થયાનું શહેરીજનોમાં આશ્ચર્ય

પેટલાદમાં ભાડા વસૂલાતનો ઇજારો મેળવનાર એજન્સીને પાલિકાએ બ્લેક લીસ્ટ કરી

ભાદરણ રામબાગ પેલેસ નજીક સ્કૂલ બસ પલ્ટી મારતાં ૪ વિદ્યાર્થીઓ ઘાયલ

ગામડાંમાં વેરો ભરવામાં ઉદાસીનતા : ૩૧ ડિસે. સુધી આણંદ જિલ્લાની કુલ વસૂલાત સરેરાશ માત્ર ૨ ટકા

આણંદ : કેન્દ્રિય બજેટમાં સામાન્ય માનવી, ધંધા-રોજગાર અને ઔદ્યોગિક એકમોએ કયા ખોયા, કયા પાયા વિશે નિષ્ણાંતોનો મત

ઓડના ચીફ ઓફિસરને ર૪ કલાક પૂરા થતા પહેલા સોજીત્રાનો ચાર્જ છીનવાયો, પેટલાદ સીઓને ઇન્ચાર્જપદ