Sardar Gurjari

શુક્રવાર, તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩, મહા સુદ ૧૩, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૨૭

મુખ્ય સમાચાર :
ગત ચૂંટણીની સરખામણીએ ૩.૭૧ મતદાન ઘટયું
ખેડા જિલ્લામાં પ લાખ ઉપરાંત મતદારો મતદાનથી અળગા રહ્યા!
જિલ્લા વહીવટી તંત્ર સહિત સંસ્થા-અગ્રણીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અને અપીલ છતાંયે મતદારોએ જાગૃતતા ન દાખવી
07/12/2022 00:12 AM Send-Mail
બેઠકવાઇઝ થયેલ મતદાન
-માતર બેઠક : માતર બેઠક પર નોંધાયેલા કુલ ૨,૫૨,૨૬૯ પૈકી ૧,૭૬,૩૬૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો,જયારે ૭૫,૯૦૫ લોકોએ મતદાન કર્યુ નથી. -નડિયાદ બેઠક: નડિયાદ બેઠક પરના કુલ ૨,૭૪,૦૭૦ પૈકી ૧,૬૪,૧૬૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કયો હતો અને ૧,૦૯,૯૦૨ લોકોએ મતદાન કર્યુ નથી. -મહેમદાવાદ બેઠક : મહેમદાવાદ બેઠક પર નોંધાયેલા કુલ ૨,૫૦,૬૦૧ પૈકી ૧,૮૧,૫૫૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો પણે ૬૯,૦૪૯ લોકોએે મતદાનથી અળગા રહ્યા હતા. -મહુધા બેઠક : મહુધા બેઠક પર નોંધાયેલા કુલ મતદારો ૨,૫૨,૨૨૬ પૈકી ૧,૭૪,૪૩૦એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જયારે ૭૭,૭૯૬ લોકોએ મતદાન કર્યું નથી. -ઠાસરા બેઠક: ઠાસરા બેઠકના કુલ ૨,૭૩,૧૭૩ પૈકી ૧,૯૫,૭૦૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અનેે ૭૭,૪૬૫ લોકોએ મતદાન કર્યુ નથી. -કપડવંજ બેઠક: કપડવંજ બેઠક પર નોંધાયેલા કુલ મતદારો ૨,૯૯,૪૯૬ પૈકી ૨,૦૫,૮૦૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જયારેે ૯૩,૬૯૪ લોકોએ મતદાન ન કર્યાનું જોવા મળ્યું છે.

ખેડા જિલ્લામાં ગતરોજ ૬ વિધાનસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં જિલ્લામાં કુલ ૬૮.૨૯ ટકા મતદાન થયું હતું. ગત ટમની સરખામણીમાં ૩.૭૧ ટકા મતદાન ઓછું થયું હતું. જિલ્લામાં કુલ ૧૬,૦૧,૮૩૫ મત્

ાદારો પૈકી ૧૦,૯૮,૦૨૪ મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો છે. જયારે ૫,૦૩,૮૧૧ મતદારોએ મતદાન કર્યુ નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ સહિતના કાર્યક્રમો અને સંસ્થાઓ, અગ્રણીઓ દ્વારા મતદાનની

અપીલ છતાંયે લોકો મતદાન પ્રત્યે જાગૃતતા ન દાખવી હોવાનું જોવા મળ્યું હતું. ખેડા જિલ્લામાં છેલ્લા વર્ષોમા નાની મોટી ચૂંટણીઓ વખતે ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. ખેડા જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ માટે કુલ ૧૬,૦૧,૮૩૫ મતદારો નોંધાયા હતાં. આ પૈકી ૫,૦૩,૮૧૧ મતદારોએ મતદાન કર્યુ ન હોવાના અહેવાલો બહાર આર્વ્યં છે. ખાસ કરીને આ જિલ્લો એન.આર.આઈ હોવાને કારણે મોટા ભાગના લોકો પરદેશ તો કામધંધા અને પાયાના પ્રશ્ન તો ક્યાંક અન્ય કારણભૂત પ્રશ્નો જવાબદાર રહ્યા છે.

ર ફેબ્રુ. વર્લ્ડ વેટલેન્ડ ડે : આણંદ જિલ્લામાં અંદાજે ૩૦૦ અને ખેડામાં ૭૦૦થી વધુ સારસ પક્ષીઓનો વસવાટ

નડિયાદ તાલુકાના મંજીપુરામાં ઉભરાતી ગટરોનો મુદ્દો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઉછળ્યો

ઉત્તરસંડા ગામે ગાદલા તકીયાની દુકાનમાં આગ લાગતાં ગેસ સિલિન્ડર ફાટ્યો

યાત્રાધામ ડાકોરમાં વીજ કંપનીની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયાં

ગાંધી નિર્વાણદિનને તંત્ર વિસર્યું ગાંધીવાદીઓએ પૂ. બાપુની પ્રતિમા સ્વચ્છ કરી

નડિયાદ : આંશિક ચૂકવણી વ્યાજબી ન હોવાથી કલેઇમના રૂ. ર.પ૩ લાખ ચૂકવવા વીમા કંપનીને હુકમ

ખેડા જિલ્લા પંચાયતના મરીડા બેઠકના સભ્યની ગેરલાયકાતને હાઇકોર્ટે માન્ય રાખી