Sardar Gurjari

શુક્રવાર, તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩, મહા સુદ ૧૩, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૨૭

મુખ્ય સમાચાર :
ચરોતરની ૧૩ વિધાનસભા બેઠકોની ચૂંટણીનો આજે જાહેર થશે જનાદેશ
આણંદ,ખેડાની કુલ ૧૩ બેઠકોમાંથી ગત ચૂંટણીમાં ભાજપે પ અને કોંગ્રેસે ૮ બેઠકો મેળવી હતી : વિદ્યાનગરની બે કોલેજોમાં આણંદની ૭ અને નડિયાદમાં ખેડાની ૬ બેઠકોની સવારે ૮ કલાકે બેલેટ પેપરથી મત ગણતરીનો પ્રારંભ થશે : મતદારોના મિજાજરૂપી મતદાનમાં આ વખતે બહુમતી મેળવવામાં ભાજપ સફળ થાય તો પુનરાવર્તન અને કોંગ્રેસ જીતે તો પરિવર્તન આણંદની ૭ બેઠકો માટે ૬૯ અને ખેડાની ૬ બેઠકોમાં ૪૪ ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો ચૂંટણી જંગ
08/12/2022 00:12 AM Send-Mail
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે તા. ૮ ડિસે.ના રોજ સવારે ૮ કલાકેથી જાહેર થનાર છે. આણંદ, ખેડા જિલ્લામાં ૧૩ વિધાનસભા બેઠકો માટે મતદારોના મિજાજે કોની તરફે મતદાનનો પ્રવાહ વહેવડાવ્યો છે તે આવતીકાલે બેલેટ અને ઇવીએમમાંથી આંકડારૂપે બહાર આવશે.

આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોની મતગણતરી વિદ્યાનગરની નલીની આર્ટસ અને બીજેવીએમ કોલેજ તથા ખેડા જિલ્લાની ૬ બેઠકોની મત ગણતરી નડિયાદની કોલેજમાં યોજાશે. સૌપ્રથમ ૮ કલાકે બેલેટ પેપરથી મતગણતરીનો પ્રારંભ થશે. ગત ચૂંટણીમાં આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો પૈકી ઉમરેઠ અને ખંભાત પર ભાજપે અને આંકલાવ, બોરસદ, સોજીત્રા, પેટલાદ અને આણંદ બેઠકમાં કોંગ્રેસે જીત મેળવી હતી. જયારે ખેડા જિલ્લામાં ૬ બેઠકો પૈકી નડિયાદ, માતર અને મહેમદાવાદમાં ભાજપ તથા મહુધા, ઠાસરા અને કપડવંજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. આમ, ચરોતરની કુલ ૧૩ બેઠકોની વર્ષ ર૦ù૧૭ની ચૂંટણીમાં ભાજપે પ અને કોંગ્રેસે ૮ બેઠકો પર કબજો જમાવ્યો હતો. હવે આવતીકાલનું પરિણામ ચરોતરમાં આગામી સમયમાં કોનો દબદબો રહેશે તે બાબતે અગત્યનું બની રહેશે. મતદારોના જનાદેશથી ચરોતરના રાજકારણની દિશા નકકી કરવાનો રસ્તો ખૂલશે તેમ પણ કહી શકાય.

આણંદ જિલ્લામાં વડાપ્રધાન મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી, સાંસદ પરેશ રાવલ, સ્મૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોએ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જંગી પ્રચારસભાઓ સંબોધી હતી. તેમાં ભાજપે ગુજરાત અને દેશમાં કરેલા વિકાસની ગાથા વર્ણવીને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતિથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી સહિત મોવડીઓએ ચૂંટણી સભાઓને સંબોધીને મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા ઉછાળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારોને જીત અપાવવા સૌને મતદાન કરવા અપીલ કરી હતી. જો કે જિલ્લામાં કુલ ૧૭,૬૬,૧૭૭ મતદારો પૈકી ૧ર,૦૮,૩૪૭ મતદારોએ જ મતદાન કર્યુ હતું. જયારે પ,પ૭,૮૩૦ મતદારો મતદાન મથકે પહોંચ્યા જ નહતા. જિલ્લાની સાત બેઠકો માટે સરેરાશ ૬૮.૪ર ટકા મતદાન નોંધાયું છે. અગાઉની બે ચૂંટણીઓની સરખામણીએ બોરસદ સિવાયની તમામ બેઠકો પર ઓછા-વધતા પ્રમાણમાં મતદાનમાં ઘટાડો નોંધાયો છે. ખેડા જિલ્લામાં કુલ ૧૬,૦૧,૮૩પમાંથી ૧૦,૯૮,૦ર૪ મતદારોએ મતદાન કર્યુ હતું. જિલ્લાનું સરેરાશ ૬૮.ર૯ ટકા મતદાન નોંધાયું છે. ચરોતરની ઉમરેઠમાં કોંગ્રેસ સમર્થિત એનસીપી સિવાય અન્ય તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પ્રતિસ્પર્ધી હોવા સાથે આમ આદમી પાર્ટી સહિત અન્ય નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોવાથી તેઓ કોના મત ખંેચી જવામાં સફળ રહ્યા હશે તે તો આવતીકાલે જાહેર થનાર પરિણામથી જાણવા મળશે. આણંદમાં ૭ બેઠકો માટે ૬૯ અને ખેડામાં ૬ બેઠકો માટે ૪૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ખેડા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળશે અને કંઇ બેઠક પર કયા ઉમેદવાર મેદાન મારી જશેની લોકચર્ચાઓ ગતરોજ મતદાનના આંકડા જાહેર થયા બાદ પૂરજોશમાં સાંભળવા મળી રહી છે. બીજી તરફ રાજકીય વિશ્લેષકો પણ વિધાનસભાવાઇઝ અને બુથવાઇઝ થયેલ મતદાનના આંકડા પરથી મતદારોએ કોની ઝોળીમાં મત આપ્યો હશે તેનું સમીકરણ ગોઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષ જાતિવાદ સહિતનો કોઇ મુખ્ય મુદ્દો ચૂંટણીમાં સક્રિય બન્યો નથી. તેથી જ અગાઉની બે ચૂંટણીઓની સરખામણીએ થયેલ ઓછું મતદાન કોને ફાયદો કરાવી જશે તેનું સ્પષ્ટ આકલન કરવું રાજકીય આકાઓ માટે પણ મુશ્કેલ બન્યું છે. કારણ કે આ વખતે મતદારોએ તેમના મનમાં શું વાત છે અને કયા પક્ષ તરફ તેઓનો ઝોક છે તે કળવા દીધું નથી. ચરોતરમાં ૧૩ બેઠકો પૈકી સૌથી વધુ બેઠકો અંકે કરવામાં ભાજપ સફળ રહેશે તો પરિવર્તન અને કોંગ્રેસને બહુમતિ મળશે તો પુનરાવર્તનનો મતદારોએ ઇતિહાસ સર્જયાનું કહેવાશે. જો કે આણંદ, ખેડા જિલ્લામાં આપ કે અપક્ષ ઉમેદવારો નિર્ણાયક મતો અંકે કરશેની સંભાવના નહિવત ચર્ચાઇ રહી છે. કોની આગાહી કેટલી સાચી તે આવતીકાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે.

આણંદમાં લાયસન્સ વિના, ગેરકાયદે માંસ-મટન વેચતી ૪૦થી વધુ દુકાનો હોવાનું હવે તંત્રના ધ્યાને આવ્યું, સીલ મરાશે

તારાપુર એપીએમસીની ૧૭ એપ્રિલે ચૂંટણી જાહેર, રાજકીય ગરમાવો

બોરસદમાં ગેસ પાઇપ લાઇનનું પુન:ખાતમુહૂર્ત થયાનું શહેરીજનોમાં આશ્ચર્ય

પેટલાદમાં ભાડા વસૂલાતનો ઇજારો મેળવનાર એજન્સીને પાલિકાએ બ્લેક લીસ્ટ કરી

ભાદરણ રામબાગ પેલેસ નજીક સ્કૂલ બસ પલ્ટી મારતાં ૪ વિદ્યાર્થીઓ ઘાયલ

ગામડાંમાં વેરો ભરવામાં ઉદાસીનતા : ૩૧ ડિસે. સુધી આણંદ જિલ્લાની કુલ વસૂલાત સરેરાશ માત્ર ૨ ટકા

આણંદ : કેન્દ્રિય બજેટમાં સામાન્ય માનવી, ધંધા-રોજગાર અને ઔદ્યોગિક એકમોએ કયા ખોયા, કયા પાયા વિશે નિષ્ણાંતોનો મત

ઓડના ચીફ ઓફિસરને ર૪ કલાક પૂરા થતા પહેલા સોજીત્રાનો ચાર્જ છીનવાયો, પેટલાદ સીઓને ઇન્ચાર્જપદ