Sardar Gurjari

શુક્રવાર, તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩, મહા સુદ ૧૩, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૨૭

મુખ્ય સમાચાર :
વિદ્યાનગરમાં આજે પોલીસ-અર્ધસૈનિક દળોના લોખંડી બંદોબસ્ત વચ્ચે મતગણતરી
વિજયી સરઘસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ અને અર્ધસૈનિક દળની ટુકડી પણ વરઘોડાના બંદોબસ્તમાં જોડાશે ; : થ્રી લેયર બંદોબસ્ત વચ્ચે ૨૫ પોલીસ જવાનો બોડી કેમેરાથી સ્થિતિ પર ચાંપતી નજર રાખશે
08/12/2022 00:12 AM Send-Mail
આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોની આવતીકાલે વિદ્યાનગરની બે કોલેજોમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે રાત્રે જ નલીની અને બીજેવીએમ કોલેજ તરફ જતા રસ્તાઓને બ્લોક કરી દઈને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ, ઉમરેઠ અને ખંભાત બેઠકની મતગણતરી નલીની તેમજ પેટલાદ, બોરસદ, આંકલાવ અને સોજીત્રા બેઠકની મતગણતરી બીજેવીએમ કોલેજમાં થનાર છે.

આવતીકાલે સવારના ૮ કલાકથી મતગણતરી શરૂ થઈ જશે. પ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ઈવીએમ મશીનો ખોલીને તેની ગણતરી હાથ ધરાશે. અંદાજે ૧૭ થી ૨૨ રાઉન્ડના અંતે મતગણતરી પુરી થશે આ દરમ્યાન ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગશે. દરમ્યાન મતગણતરીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મતગણતરી સ્થળે થ્રી લેયર બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે. જેમાં બન્ને કોલેજોના ઈવીએમ મશીનના સ્ટ્રોંગરૂમ પાસે, મતગણતરી સ્થળે અને બહાર રોડ ઉપર પોલીસ અને અર્ધસૈનિક દળના જવાનોને ગોઠવવામાં આવ્યા છે. ડીએસપી ઉપરાંત ૩ ડીવાયએસપી, ૭ પીઆઈ, ૩૦૦ પોલીસ સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવા માટે ૨૫ જેટલા જવાનો બોડી કેમેરાથી સજ્જ હશે. જેઓ મતગણતરી, ઈવીએમના સ્ટ્રોગ રૂમ તેમજ કોલેજની બહારના ભાગે સતત ફુટ પેટ્રોલીંગ કરીને ઘટનાનું રેકોર્ડિંગ કરશે. ઉમેદવારના જીત બાદ નીકળનારા વરઘોડા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જે તે વિધાનસભા અંતર્ગત આવતી પોલીસ તેમજ અર્ધસૈનિક દળના જવાનો સાથે જ રહેશે.

આણંદમાં લાયસન્સ વિના, ગેરકાયદે માંસ-મટન વેચતી ૪૦થી વધુ દુકાનો હોવાનું હવે તંત્રના ધ્યાને આવ્યું, સીલ મરાશે

તારાપુર એપીએમસીની ૧૭ એપ્રિલે ચૂંટણી જાહેર, રાજકીય ગરમાવો

બોરસદમાં ગેસ પાઇપ લાઇનનું પુન:ખાતમુહૂર્ત થયાનું શહેરીજનોમાં આશ્ચર્ય

પેટલાદમાં ભાડા વસૂલાતનો ઇજારો મેળવનાર એજન્સીને પાલિકાએ બ્લેક લીસ્ટ કરી

ભાદરણ રામબાગ પેલેસ નજીક સ્કૂલ બસ પલ્ટી મારતાં ૪ વિદ્યાર્થીઓ ઘાયલ

ગામડાંમાં વેરો ભરવામાં ઉદાસીનતા : ૩૧ ડિસે. સુધી આણંદ જિલ્લાની કુલ વસૂલાત સરેરાશ માત્ર ૨ ટકા

આણંદ : કેન્દ્રિય બજેટમાં સામાન્ય માનવી, ધંધા-રોજગાર અને ઔદ્યોગિક એકમોએ કયા ખોયા, કયા પાયા વિશે નિષ્ણાંતોનો મત

ઓડના ચીફ ઓફિસરને ર૪ કલાક પૂરા થતા પહેલા સોજીત્રાનો ચાર્જ છીનવાયો, પેટલાદ સીઓને ઇન્ચાર્જપદ