Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
નડિયાદની કોમર્સ કોલેજમાં ખેડા જિલ્લાની ૬ બેઠકોની આજે મત ગણતરી
કોલેજના ગ્રાઉન્ડ ફલોર, પ્રથમ અને બીજા માળે ર-ર વિધાનસભા બેઠકોની મત ગણતરી કરાશે : વિધાનસભા દીઠ ૧૦ ટેબલો પર થશે મત ગણતરી
08/12/2022 00:12 AM Send-Mail
સૌપ્રથમ નડિયાદ વિધાનસભાનું પરિણામ જાહેર થશે
આવતીકાલે યોજાનાર મતગણતરીમાં માતર બેઠકની મત ગણતરીમાં ર૯ રાઉન્ડ, નડિયાદમાં ર૬ રાઉન્ડ, મહેમદાવાદ ૩૦ રાઉન્ડ, મહુધા ર૮ રાઉન્ડ, ઠાસરા ૩૧ રાઉન્ડ અને કપડવંજ બેઠકની મતગણતરીમાં ૩૪ રાઉન્ડ થશે. તમામ બેઠકો પૈકી નડિયાદ બેઠક માટે સૌથી ઓછા ર૬ રાઉન્ડ હોવાથી તેનું પરિણામ પ્રથમ જાહેર કરાશે તેમ જાણવા મળે છે.

ખેડા જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો માટે ચૂંટણીના મેદાનમાં ઉભેલા ૪૪ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે તા. ૮ ડિસે.ના રોજ મત ગણતરી દરમ્યાન ઇવીએમ મશીનમાંથી ખૂલશે. આવતીકાલે જાહેર થનાર પરિણામોની સૌ કોઇ આતૂરતાથી રાહ જોઇ રહ્યાનું અને તેને લગતી ચર્ચાઓ કરી રહ્યાનું આજે જોવા મળ્યું હતું.

જિલ્લાની ૬ બેઠકો માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજમાં મુખ્ય પક્ષો, અપક્ષો સહિત કુલ ૪૪ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જો કે મતદાન કરવામાં મતદારોની ઉદાસીનતા જોવા મળી હતી. જેમાં જિલ્લાના કુલ ૧૬૦૧૮૩પમાંથી ૧૦૯૮૦ર૪ મતદારોએ મતદાન કરતા કુલ ૬૮.ર૯ ટકા મતદાન નોંધાયું હતું.

નડિયાદની આઇ.વી.પટેલ કોમર્સ કોલેજમાં આવતીકાલે જિલ્લાની ૬ વિધાનસભા બેઠકોની મતગણતરી હાથ ધરાશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર મહુધા અને નડિયાદ, પ્રથમ માળે મહેમદાવાદ અને માતર તથા બીજા માળે કપડવંજ અને ઠાસરા બેઠકની મતગણતરી હાથ ધરાશે. દરેક વિધાનસભા દીઠ ૧૦ ટેબલો પર મતગણતરી હાથ ધરાશે. જેમાં દરેક ટેબલ પર ત્રણ કર્મચારીઓમાં માઇક્રો સુપરવાઇઝર, ઓર્બ્જવર અને આસિસ્ટન્ટ હાજર રહેશે. જયારે પોસ્ટલ બેલેટ માટે દરેક વિધાનસભાદીઠ એક ટેબલમાં પણ ત્રણ-ત્રણ કર્મચારી હાજર રહેશે. કુલ ર૦૦થી વધુ કર્મચારીઓ ખડે પગે રહેશે. ઉપરાંત મત ગણતરી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મત ગણતરી કેન્દ્રમાં સીસીટીવી કંટ્રોલ રૂમ, ઓબ્ઝર્વર રૂમ, ચૂંટણી રેકર્ડ રુમ ઉભા કરાયા છે.

વડતાલ ધામની સૌપ્રથમ ટપાલ ટિકીટ કવરનું વિમોચન, કાર્તિકી સમૈયાની પૂર્ણાહૂતિ

નડિયાદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અંગે બેઠક

નડિયાદના નાગરિકને કૂતરું કરડતા વળતર ચૂકવવા અને જવાબદારો સામે કાર્યવાહીની મુખ્યમંત્રીને ઘા

નડિયાદ નજીકની શેઢી નદીમાંથી રેત માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન થતું હોવાની ભાજપના ધારાસભ્યની રજૂઆત

ડાકોર: પ્રભુ વરરાજારૂપે ઘોડેસ્વાર થઇને તુલસીજી સાથે વિવાહ કર્યા, વરઘોડામાં સૌ શ્રદ્વા-ઉલ્લાસભેર જોડાયા

કોરોનાકાળમાં નડિયાદ-ડાકોર સહિતના બંધ કરાયેલ ૪પ બસ રૂટ હજીયે શરૂ ન કરાતા વિદ્યાર્થી-નોકરીયાતોને પારાવાર હાલાકી

નડિયાદ તાલુકાના બિલોદરાના મહિલા સરપંચના વિરુદ્વમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર