Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
બોરીઆવી : ખાતેદારની રોકાણ રકમ રૂ.૧.૯૮ લાખ વ્યાજ સહિત ચૂકવવા ક્રેડિટ સોસાયટીને ગ્રાહક કોર્ટનો હુકમ
પાકતી મુદ્દતે રકમ પરત મેળવવા વારંવાર ધકકા અને નોટિસ આપવા છતાં નાણાં ન મળતા અંતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ
08/12/2022 00:12 AM Send-Mail
બોરીયાવીના રહિશે ગામની ક્રેડિટ સોસાયટીમાં દૈનિક બચત યોજનામાં નાણાંનું રોકાણ કર્યુ હતું. જેની પાકતી મુદ્દતે તેઓએ રકમ પરત મેળવવા ક્રેડિટ સોસાયટીમાં રુબરુ જવા છતાંયે રકમ પરત મળી નહતી. આથી તેઓએ ન્યાય મેળવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, આણંદમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે બચત રોકાણની તમામ વિગતો સહિતના દસ્તાવેજો ચકાસીને ફરિયાદીને રોકાણ રકમ રૂ.૧.૯૮ લાખ વ્યાજ સહિત ચૂકવવા ક્રેડિટ સોસાયટીને હુકમ કર્યો હતો.

મળતી વિગતોમાં બોરીયાવીમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા મૌલેશભાઇ પટેલે શ્રી સંતરામ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી.બોરીયાવીમાં પિગ્મી ડિપોઝીટ યોજના હેઠળ રીકરીંગ બચત ખાતું ખોલાવ્યું હતું. ઓગસ્ટ ર૦૧૭થી જુલાઇ ર૦૧૮ની મુદ્દત દરમ્યાનના ખાતામાં દૈનિક બચત પાસબુક તેઓને આપવામાં આવી હતી. જેથી ક્રેડિટ સોસાયટીના મિતેશભાઇ પટેલ મૌલેશભાઇના ઘરે આવીને રીકરીંગની રકમ લઇ જતા અને પાસબુકમાં એન્ટ્રી કરી આપતા હતા.

દરમ્યાન ક્રેડિટ સોસાયટીના એજન્ટે રીકરીંગની રકમ લેવા આવવાનું બંધ કર્યુ હતું. જે અંગે મૌલેશભાઇએ ક્રેડિટ સોસાયટીમાં પૂછપરછ કરવા છતાં સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. જો કે આ સમયગાળામાં તેઓએ રૂ. ૪,ર૮,૯૦૦ જમા કરાવ્યા હતા. જેમાંથી ર,૩૦,૦૦૦નો ઉપાડ કર્યો હતો. જેથી તેઓના ખાતામાં ૧,૯૮,૦૦૦ જમા રકમ હતી. આ અંગેની પાસબુકમાં વિગતવાર નોંધ પણ હતી. ત્યારબાદ પાકતી મુદ્દતે તેઓએ રકમ પરત માંગતા મેનેજર દ્વારા જણાવાયું હતું કે, હાલમાં સોસાયટીની આર્થિક સ્થિતિ સારી નથી અને નાણાં આવતા નથી. જેથી નાણાંની રીકવરી થતી નથી. નાણાં આવ્યેથી ચૂકવી આપવામાં આવશે. ત્યારબાદ લોકડાઉનનો સમયગાળો આવતા રકમ પરત આપવામાં સોસાયટીએ ખાસ્સો વિલંબ દાખવ્યો હતો. જો કે ખેતીકામમાં નાણાંની જરુરિયાત ઉભી થતા મૌલેશભાઇએ પુન: ક્રેડિટ સોસાયટીમાં જઇને પોતાના પાકતી ડિપોઝીટના નાણાં પરત માંગ્યા હતા. પણ ન મળતા તેઓએ વકીલ મારફતે નોટિસ પણ આપી હતી. જે સ્વીકારવાનો ક્રેડિટ સોસાયટીના મેનેજર, ચેરમેને ઇન્કાર કર્યો હતો. આથી મૌલેશભાઇએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જો કે ગ્રાહક કોર્ટમાં ક્રેડિટ સોસાયટીના કોઇ પ્રતિનિધિએ હાજર થઇને કોઇ જવાબ રજૂ કર્યો નહતો.આથી કોર્ટે એકતરફી કેસ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી માંગ્યા મુજબની દાદ પેટે સ્કીમ મુજબ રોકેલ રકમો અંગે ક્રેડિટ સોસાયટી પાસેથી ૧,૯૮,૯૦૦ પરત મેળવવા હકકદાર જણાય છે અને તે નહી ચૂકવીને ક્રેડિટ સોસાયટી તરફથી સેવાકીય ખામી દાખવવામાં આવી છે. આ કેસમાં કોર્ટે ફરિયાદીને ૧,૯૮,૯૦૦ અરજી દાખલ કર્યા તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે પરત વસૂલ આપવા તેમજ માનસિક ત્રાસ પેટે રૂ. ૩ હજાર અને અરજ ખર્ચના રૂ. ર હજાર ચૂકવવા હૂકમ કર્યો હતો.

યુવાનોએ પ્રાકૃતિક ખેતીના લાભની વાત જનજન સુધી પહોંચાડવા કટિબદ્ઘ બનવા અપીલ : રાજયપાલ

વહેરાખાડી : મહીસાગરમાં પુન: મુસાફરોને 'જોખમી' બોટિંગ સવારી

આણંદ જિ.પં.માં 'નો પાર્કિંગ' બોર્ડની આજુબાજુમાં જ કતારબદ્વ' કાર પાર્કિંગ'!

ગુજરાત વિદ્યાપીઠના બોચાસણ અને ભારેલના ગ્રામ સેવા કેન્દ્રોની રાજ્યપાલે મુલાકાત લીધી

સોજીત્રા : બંને બાજુ રસ્તો ૧ર-૧૨ મીટર ખુલ્લો કરવા દબાણકર્તાઓને તાકિદ કર્યા બાદ તંત્ર ફરકયું જ નહિં

આણંદ જિલ્લો : ધો.૧૦માં ગત વર્ષ કરતા પ૬૪૮ વિદ્યાર્થીઓ વધ્યા, ધો.૧રના બંને પ્રવાહમાં પણ વધારો

સામરખા ગામમાં જાહેર રસ્તા પર કરાયેલ દબાણ નવ માસ બાદ પણ યથાવત

આણંદ જિલ્લામાં વર્ષ દરમ્યાન આયુષ્માન ભારતના ૧૬૯૭૬ લાભાર્થીઓના કલેઇમ પેટે ૩૩.૫૪ કરોડનું ચૂકવણું