Sardar Gurjari

શુક્રવાર, તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩, મહા સુદ ૧૩, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૨૭

મુખ્ય સમાચાર :
કપડવંજ : વીમા પ્રિમીયમની રકમ બે માસમાં પરત કરનાર વીમા કંપનીએ ગ્રાહકને કલેઇમના પ લાખ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
પોલિસીધારકનું મૃત્યુ થતા વારસદારે જરુરી પુરાવા સાથે કલેઇમ ફોર્મ મોકલવા છતાં વીમા કંપનીએ રકમ ન ચૂકવવા સહિત જવાબ પણ ન આપતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ
08/12/2022 00:12 AM Send-Mail
કપડવંજના વ્યક્તિએ વીમા પોલીસી લીધા બાદ પ્રથમ પ્રિમીયમની રકમ જમા કરાવી હતી. જો કે વીમા કંપનીએ ધારકને જાણ કર્યા વગર જ તે રકમ પરત કરી હતી. દરમ્યાન પોલિસીધારકનું મૃત્યુ થતા તેના વારસદારે મોકલેલ કલેઇમ ફોર્મ અંગે વીમા કંપનીએ કોઇ જવાબ આપ્યો ન હતો.

આથી વારસદારે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે તમામ બાબતો, પુરાવા ધ્યાને લઇને ગ્રાહકને સેવા આપવામાં વીમા કંપનીએ ખામી આચરેલ હોવાની નોંધ સાથે મૃતકના વારસદારને રૂ. પ લાખ ચૂકવવા વીમા કંપનીને કોર્ટે હુકમ કર્યો હતો.

મળતી વિગતોમાં કપડવંજના શૈલેષભાઇ પટેલે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શીયલ લાઇફ ઇન્સ્યોરન્સ વીમા કંપનીની કપડવંજ શાખામાંથી રૂ. પ લાખની પોલિસી લીધી હતી. જેનું વાર્ષિક પ્રીમીયમ સહિત રૂ.૧૩,૯૮૭ વીમા કંપનીમાં જમા કરાવ્યા હતા. જો કે તેના બે માસ બાદ વીમા કંપનીએ કોઇ કારણ દર્શાવ્યા વિના કે જાણ કર્યા વિના શૈલેષભાઇના એકાઉન્ટમાં પ્રિમીયમની રકમ પરત જમા કરાવી હતી. દરમ્યાન શૈલેષભાઇને સારવાર માટે દવાખાનમાં દાખલ કરવા દરમ્યાન તેઓનું મૃત્યુ થયું હતું. આથી તેઓના વારસદાર તરીકે તેમના પત્ની કાજલબેન પટેલે જરુરી પુરાવા સાથે કલેઇમ ફોર્મ રજૂ કર્યુ હતું. પરંતુ તેનો કોઇ જવાબ વીમા કંપનીએ ન આપતા રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. દ્વારા નોટિસ પણ મોકલી હતી. છતાંયે તેનો જવાબ કે કલેઇમની રકમ વીમા કંપનીએ ચૂકવી નહતી. આથી ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નડિયાદમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીએ રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇને કોર્ટે કહયું હતું કે, પ્રિમીયમની રકમ વીમા કંપનીએ સ્વીકારી હતી અને બાદમાં તે રકમ તેમના ખાતામાં પરત જમા કરવા અંગેનો કોઇ સ્પષ્ટ આધારપુરાવો વીમા કંપનીએ કોર્ટ સમક્ષ રજૂ કર્યો નથી. પ્રિમીયમની રકમ પરત કરીને વીમા કંપનીએ અરજદારના પતિને ગ્રાહક તરીકે સેવા આપવામાં ખામી આચરેલ હોવાનું સ્પષ્ટપણે માની શકાય તેમ છે. ફરિયાદીના દસ્તાવેજી પુરાવાનો આધાર સ્વીકારવાને પાત્ર બને છે. આથી ફરિયાદીને રૂ. પ લાખ ૭ ટકાના વ્યાજ સહિત તેમજ ફરિયાદ ખર્ચના રૂ. ર હજાર પણ વીમા કંપનીએ ચૂકવવાનો ગ્રાહક કોર્ટે હુકમ કર્યો હતો.

ર ફેબ્રુ. વર્લ્ડ વેટલેન્ડ ડે : આણંદ જિલ્લામાં અંદાજે ૩૦૦ અને ખેડામાં ૭૦૦થી વધુ સારસ પક્ષીઓનો વસવાટ

નડિયાદ તાલુકાના મંજીપુરામાં ઉભરાતી ગટરોનો મુદ્દો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઉછળ્યો

ઉત્તરસંડા ગામે ગાદલા તકીયાની દુકાનમાં આગ લાગતાં ગેસ સિલિન્ડર ફાટ્યો

યાત્રાધામ ડાકોરમાં વીજ કંપનીની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયાં

ગાંધી નિર્વાણદિનને તંત્ર વિસર્યું ગાંધીવાદીઓએ પૂ. બાપુની પ્રતિમા સ્વચ્છ કરી

નડિયાદ : આંશિક ચૂકવણી વ્યાજબી ન હોવાથી કલેઇમના રૂ. ર.પ૩ લાખ ચૂકવવા વીમા કંપનીને હુકમ

ખેડા જિલ્લા પંચાયતના મરીડા બેઠકના સભ્યની ગેરલાયકાતને હાઇકોર્ટે માન્ય રાખી