Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :
નડિયાદમાં બુલેટે એવિએટરને અડફેટે લેતાં ચાલકનું મોત, બે ઘાયલ
ડી. પી. દેસાઈ હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા પુલકીતભાઈ ભટ્ટ ઉત્તરસંડાથી એવિએટર પર કામ અર્થે સ્કૂલે આવી રહ્યા હતા ત્યારે સર્જાયેલો અકસ્માત
08/12/2022 00:12 AM Send-Mail
પૂરપાટ દોડતા વાહન સામે લાલ આંખ જરૂરી
નડિયાદમાં અને ખાસ કરીને કોલેજ રોડ પર છેલ્લા કેટલાય સમયથી રોફ પાડવા માટે યુવાનો ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારી રહ્યા છે. જેના કારણે અહીંયાથી ચાલતા જતા રાહદારીઓ ખાસ કરીને સિનિયર સિટીઝનોમાં ડરનો માહોલ ઉભો થયો છે. અવાજ કરતા બુલેટ સહિત ધૂમ સ્ટાઈલમાં ચલાવતા બાઈકર્સ ચાલકના કારણે નાના મોટા અકસ્માતો પણ વધી રહ્યા છે. પોલીસ યોગ્ય કાર્યવાહી કરે અને આવા તત્વોને ડામે તેમજ જાહેરમાં સબક શીખવાડે તેવી પ્રબળ માંગ બની છે.

નડિયાદમાં કોલેજ રોડ પર એક એવિએટરના ચાલક ટર્ન મારવા જતાં પૂરપાટ ઝડપે આવેલા બુલેટે અડફેટે લેતાં એકનું મોત થયું છે. જ્યારે ૨ને ઈજાઓ થવા પામી છે. આ અંગે નડિયાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર નડિયાદ શહેરમાં કોલેજ રોડ પર આવેલી ડી.પી. દેસાઈ હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા ૪૧ વર્ષીય પુલકીતભાઈ ભટ્ટ ઉત્તરસંડા મુકામે રહેતા હતા. ગતરોજ રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યાની આસપાસ પુલકીતભાઈ પોતાનું એવિએટર ટુ વ્હીલર નં. જીજે-૦૭, સીબી-૦૬૧૦ ચલાવીને પોતાના ઘરેથી શાળા ખાતે કોઈ કામ અર્થ આવતા હતા. આ દરમ્યાન ડી.પી.દેસાઈના ખાંચામાં વળવા જતી વેળાએ વાણીયાવાડ તરફથી આવેલા નંબર વગરના નવા બુલેટે એવિએટરને ટક્કર મારી હતી.

જેના કારણે પુલકીતભાઈ તથા બુલેટ પર બેઠેલા બે ઈસમો રોડ પર પટકાયા હતા. જેમાં પુલકીતભાઈને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે બુલેટ બાઈક પર બેઠેલા બે લોકો ઘાયલ થયા છે. આ બનાવ સંદર્ભ પુલકીતભાઈના સંબંધી ભાવેશકુમાર ભટ્ટે નડિયાદ ટાઉન પોલીસમાં ઉપરોક્ત વાહન ચાલક સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

માતર : સોખડાના યુવક મિત્ર સાથે મળી બ્રાન્ડેડ કંપનીના ઓનલાઈન બુટ ખરીદીને ૮૪ લાખની કરેલી છેતરપિંડી

નડિયાદ : અકસ્માતમાં ૧૦નાં મોત બાબતે કાર અને ટેન્કર ચાલક બંને વિરદ્ઘ ફરિયાદ નોંધાઈ

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ૧૦ના મોત

વસો : દિલ્હીથી કેનેડાની એર ટિકીટ રદ બદલ રૂ. ૬૬,૧૮૩ રિફંડ, કાનૂની વળતર પેટે ૧ લાખ ચૂકવવા બ્રિટીશ એરવેઝને ગ્રાહક કોર્ટનો હૂકમ

મહેમદાવાદના મોદજમાં સામાન્ય મુદ્દે દેરાણીને જેઠાણી સહિત ચાર શખ્સોએ માર મારતા ફરિયાદ

મહેમદાવાદ : હલધરવાસમાં કાકી સાથેના આડા સંબંધને લઈ પત્નીને પતિએ ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ

માતર : રતનપુર ગામે વિધવાના બંધ મકાનમાંથી તસ્કરો ૧.૯૨ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર

નડિયાદ : કંપનીના બે સિક્યુરીટી ગાર્ડ સહિત ચાર ઈસમો કંપનીમાં ચોરી કરતા પકડાયા