Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના માધવસિંહ સોલંકીના ૧૪૯ બેઠક અને નરેન્દ્ર મોદીના ૧ર૭ બેઠક જીતવાના રેકોર્ડને તોડયો
ગુજરાતના ૬૦ વર્ષના ઇતિહાસમાં ભાજપની ૧પ૬ બેઠક પર રેકોર્ડ બ્રેક જીત
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપે લહેરાવી વિજય પતાકા : કોંગ્રેસે ૧૭ અને આમ આદમી પાર્ટીએ ૫ તેમજ અન્યોએ ૪ બેઠક પર જીત મેળવી : ગુજરાતના ૩૩માંથી ૧૮ જિલ્લાની તમામ બેઠકો પર ભાજપનો કબજો : ૧૭ જિલ્લાઓમાં કોંગ્રેસને એક પણ બેઠક પ્રાપ્ત થઇ નથી : હાર્દિક પટેલ વિરમગામથી, અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દિક્ષણ અને જીજ્ઞેશ મેવાણી વડગામથી ચૂંટણી જીત્યા : ૧૨ ડિસેમ્બરે મોટેરા સ્ટેડિયમમાં નવા મંત્રીઓની શપથવિધિ થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ સમારોહમાં ભાજપ શાસિત રાજયના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિ
09/12/2022 00:12 AM Send-Mail
પીએમ મોદીએ જીતની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, ધન્યવાદ ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોઇને હું ઘણી બધી લાગણીઓથી અભિભૂત છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા છે અને તેમની ઇચ્છા પણ વ્યકત કરી છે અને તેમની ઇચ્છા પણ વ્યકત કરી છે કે તે વધુ ઝડપી ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશકિતને સલામ કરું છું. તમામ મહેનતુ કાર્યકરોને હું કહેવા માંગુ છે - તમારામાંના દરેક એક ચેમ્પિયન છે! આ ઐતિહાસિક જીત આપણા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના શકય નથી, જેઓ આપણી પાર્ટીની અસલી તાકાત છે.

હંમેશા વિવાદોમાં રહેનારા મધુ શ્રીવાસ્તવની થઇ હાર
હંમેશા કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહેતા મધુ શ્રીવાસ્તવની વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠક પર હાર થઇ છે. આ બેઠક પર અપક્ષના ધર્મન્દ્ર સિંહ વાઘેલાની જીત થઇ છે. તમને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં વાઘોડિયા બેઠક પર ૭૩.૮૮ ટકા મતદાન થયું હતું. ગત ચૂંટણીમાં ૭૬.૯૨ ટકા મતદાન થયું હતું. આ વખતે તેમાં ૧૩.૩૫ ટકા મતદાન ઘટયું છે. ભાજપ સાથે છેડો ફાડનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ ૬૩,૦૪૯ મેળવી વિજેતા થયા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર ધર્મન્દ્રસિંહ વાઘેલાને ૫૨,૭૩૪ મત મળ્યા હતા. મધુ શ્રીવાસ્તવ ૨૦૧૭માં ૧૦,૩૧૫ મતના માર્જીનથી જીત્યા હતા. વાઘોડિયા વિધાનસભામાં કુલ ૨,૪૨,૪૭૫ મતદારો છે આમાં પુરુષ મતદારો ૧,૨૫,૪૫૪ અને સ્ત્રી મતદારો ૧,૧૮,૦૧૬ આ મત વિસ્તારમાં ૫૫.૨૭ ટકા ગ્રામીણ વિસ્તારમાં છે અને ૪૪.૭૩ ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાં ૫.૮૬ ટકા એસ.સી. મતદારો, ૧૪.૯૬ ટકા એસ.ટી મતદારો આ ઉપરાંત પાટીદાર અને ક્ષત્રિય મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં આ બેઠક પર ૭૬.૯૦ ટકા મતદાન થયું હતું.

પાર્ટીની હાર બાદ કાર્યકરનો કોંગ્રેસ ઓફિસે હોબાળો
કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ કાર્યકરે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં નારાજગી વ્યકત કરી હતી. અંદર અંદર ટિકિટ આપવાનું નક્કી કરીને કોંગ્રેસને ખાડામાં લઇ જવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કાર્યકરોની કેવી હાલત છે, એક વાર જોવા આવો. અને વફાદારી કરી છે. લોકોમાં કોંગ્રેસના નેતાઓ એકવાર જાઓ તો ખબર પડે કે લોકો કેવા પ્રશ્ન કરે છે. કાર્યકર કોંગ્રેસ ઓફિસની સામે જ કોંગ્રેસને આડે હાથે લીધી હતી તેમજ કાર્યાલયમાં ઘડિયાળ તોડી નાખી હતી.

લોકોએ ભાજપમાં અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે : ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જનાદેશ હવે સ્પષ્ટ છે, અહીંના લોકોએ બે દાયકાથી ચાલી રહેલી ગુજરાતની આ વિકાસ યાત્રાને ચાલુ રાખવાનું મન બનાવી લીધું છે. અહીંના લોકોએ ફરી એકવાર ભાજપમાં અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે.

કોંગ્રેસ - ભાજપના દિગ્ગજો હારી જતાં અપસેટ સર્જાયો
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે આ વખતે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પરંતુ બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં આ વખતે પણ જબરજસ્ત અપસેટ સર્જાયા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોઓ જીત મેળવી છે. તે ઉપરાંત ભાજપના સતત જીતતા ઉમેદવારોને પણ આ વખતે હારનો સામનો કરવો પડયો છે. જયારે કોંગ્રેસનો ગઢ કહેવાતા વિસ્તારોમાં પણ ભાજપે બાજી મારી છે. કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દિન શેખ સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડયો છે. જયારે ભાજપના ચીમન સાપરિયા, જવાહર ચાવડા, રમણ પટેલ જેવા નેતાઓને પણ હારનો સામનો કરવો પડયો છે. બીજી બાજુ પાદરા અને વાઘોડિયા જેવી બેઠકો પર પણ મોટો અપસેટ જોવા મળ્યો છે. અહીં મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ભાજપે ટિકિન નહીં આપતા અપક્ષમાં ચૂંટણી લડયા હતા. પરંતુ પાદરા બેઠક પર ભાજપની જીત થઇ છે અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મન્દ્રસિંહ જીતી ગયા છે.

ગુજરાતમાં ૧૮૨ વિધાનસભાની બેઠક પરનું પરિણામ જાહેર થઇ ગયું છે. ગુજરાતમાં ભાજપે જંગી બહુમત સાથે સતત સાતમી વખત ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીના સૌથી વધુ ૧૪૯ બzેઠકોનો રેકોર્ડ અને ર૦૦રમાં નરેન્દ્ર મોદીનો ૧ર૭ બેઠકો જીતવાનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ભાજપે ૧૮૨બેઠકમાંથી ૧૫૬, કોંગ્રેસ ૧૭ અને આમ આદમી પાર્ટીએ ૫ તેમજ અન્યોએ ૪ બેઠક પર વિજય મેળવ્યો છે.

દેશમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના કરવામાં આવી રહી છે. ૧૪ માર્ચ, ૧૯૯પના રોજ ગુજરાતમાં ભાજપે પ્રથમવાર ભગવો લહેરાવીને સત્તા સંભાળી હતી. ૧૯૯રમાં બાબરી ધ્વંસ બાદ ગુજરાતમાં ફરી વળેલા હિન્દુત્વના મોંજામાં ભાજપે ૧ર૧ બેઠકની જંગી બહુમતિ મેળવી હતી અને સત્તા હાંસલ કરી હતી. ત્યારબાદ ર૦૦રમાં ગોધરાકાંડના સમયે ભાજપે ૧ર૭ સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી હતી.

આ વખતની ચૂંટણીમાં વિકાસ અને હિન્દુત્વના સમીકરણ સાથે અને 'આ ગુજરાત મેં બનાવ્યું છે'ના ચૂંટણી લાઇનર સાથે ભાજપે ગુજરાતના ૬૦ વર્ષના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક જવલંત વિજય મેળવ્યો છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૧૮ જિલ્લાની બેઠક પર ભાજપનો વિજય થયો છે. આ ભવ્ય જીત માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ મોદીને શ્રેય આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક ઉમેદવારોએ પણ રેકોર્ડ નોંધાવ્યા છે. ગુજરાતમાં ૧૭ જિલ્લાઓમાં કોંગ્રેસને એક પણ બેઠક પ્રાપ્ત થઇ નથી. ૪૪ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોજીટ ડૂલ થઇ ગઇ છે. જયારે ૧૨૮ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ ગઇ છે. શરૂઆતથી ભાજપ ૧૫૦થી વધુ બેઠકો પર આગળ રહ્યું હતું અને તે પછી જેમ-જેમ એક-એક બેઠકના પરિણાામો જાહેર થતા ગયા, તેમ તેમ વિપક્ષના નેતાઓના ચહેરા ઢીલા પડવા લાગ્યા હતા. ભાજપ માટે આ જીત એટલા માટે પણ મહત્વની છે કે આ વખતે સત્તા વિરોધી લહેર ઘણી પ્રબળ હતી. તેમ છતાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહની મહેનત અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના મેનેજમેન્ટના કારણે ભાજપ જીત મેળવવામાં સફળ રહયો છે. આ ચૂંટણીમાં જે ચર્ચામાં રહયા તેવા હાર્દિક પટેલ વિરમગામથી, અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દિક્ષણ બેઠક પરથી અને જીજ્ઞેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે. જો કે, જિજ્ઞેશ મેવાણી ને ભારે રસાકસી બાદ જીત મળી છે. પાટીદારોના ગઢ કહેવાતા સુરતમાં પણ ભાજપે બધાના સૂપડાં સાફ કરી નાખ્યા છે. અહી આમ આદમી પાર્ટી ગાબડુ¶ પાડી દેશે તેવું મનાતું હતુ, પરંતુ અહીં બધી બેઠકો પર ભાજપનો કબજો થઇ ગયો છે. ૧૨ ડિસેમ્બરે મોટેરા સ્ટેડિયમમાં