Sardar Gurjari

શુક્રવાર, તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩, મહા સુદ ૧૩, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૨૭

મુખ્ય સમાચાર :
હિમાચલમાં કોંગ્રેસની જીત: ૪૦ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી, ભાજપ ૨૫માં સમેટાયુ સરાજથી મુખ્યમંત્રી
જયરામ ઠાકુરની રેકોર્ડ જીત, છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા : જયરામ ઠાકુર સહિત કેબિનેટના માત્ર બે જ મંત્રી જીત્યા, જયારે ૮ નો પરાજય : દિલ્હી એમસીડીમાં જીત મેળવનાર 'આપ' ખાતુ પણ ખોલાવી ન શકી, ૩ બેઠકો પર અપક્ષની જીત
09/12/2022 00:12 AM Send-Mail
કોંગ્રેસના મુખ્યમંત્રી પદ માટે પ્રતિભાસિંહ અને સુખવિંદર સિંહ સુખુ ટોપ પર
સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલમાં જીત બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી ચહેરાને લઇને મંથન શરૂ થઇ ગયું છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સુખવિંદર સિંહ સુખુના નામ પર વિચાર કરવામાં આવી રહયો છે. પ્રતિભા સિંહ હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ છે. તેઓ હિમાચલના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પત્ની છે.

મતગણતરી કેન્દ્રમાં છતનો ભાગ પડતાં ઇવીએમ તૂટી ગયા, મતગણતરી અટકી હતી
કાંગડા વિધાનસભા બેઠકની મતગણતરી અટકી ગઇ છે. બપોરે ૧૨ કલાકે કાંગડા પોલિટેકનિકના મતગણતરી કેન્દ્રમાં છતનો એક ભાગ તૂટી પડયો હતો. મતગણતરી કેન્દ્રમાં બેઠેલા પોલિંગ સ્ટાફ અને રાજકીય પક્ષોના એજન્ટો બહાર દોડી આવ્યા હતા. જે સમયે મત ગણતરી અટકી તે સમયે કાંગડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુરેન્દ્ર કાકુ ભાજપના પવન કાજલથી પાછળ ચાલી રહયા હતા. કાકુએ આરોપ લગાવ્યા હતા કે ટાઇલ્સ પડવાને કારણે ઇવીએમ તૂટી ગયું છે, માટે તેઓઆ ગણતરી સ્વીકારશે નહી. જે ભવનની ટાઇલ્સ પડી તે વર્ષ પહેલાં જ બનાવાયો હતો. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જ આ ઇમારતનું ઉદઘાટન કર્યુ હતું.

કોઇપણ પાર્ટીને ફરી તક મળી નથી
વર્ષ ૧૯૮૫થી કોઇપણ પાર્ટીની સરકાર આ રાજયમાં સતત ૧૦ વર્ષ સુધી સત્તામાં રહી નથી. તેને જોતા વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટી કેમ્પેન દરમિયાન ભાજપે 'રાજ નહીં, રિવાજ બદલીશું'નો નારો આપ્યો હતો. એટલે કે સરકારની, પરંતુ સરકાર બદલવાની જૂની પરંપરા બદલવા પર ભાર આપ્યો છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર જનતાએ રિવાજ જાળવીને નિયમ બદલ્યો છે. એટલે કે, દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ સરકાર બદલાઇ છે. રાજયમાં ૬૮ બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. તાજેતરના આંકડામાં કોંગ્રેસે બહુમતી માટે જરુરી ૩૫ બેઠકો પર કરી લીધી છે. કોંગ્રેસે ૪૦ બેઠકો જીતી છે. જયારે ભાજપ ૨૫ પર સમેટાયું છે. ૨૦૧૭ના મુકાબલાની સરખામણીએ તેને ૧૯ સીટોનું નુકસાન થયું છે. ૩ સીટો પર અપક્ષે જીતી છે. એમસીડીમાં જીત મેળવનાર આપ અહીં ખાતુ પણ ખોલાવી શકી નથી. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પરિણામ બાદ રાજીનામુ આપી દીધું છે. અહીં સીએમની પસંદગી માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહયું છે. વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ રેસમાં આગળ છે.

હિમાચલ પ્રદેશમાં દરેક ચૂંટણીમાં ૪૫ થી ૭૫ ટકા મંત્રીઓ હારવાનો રેકોર્ડ છે. આ વખતે પણ જયરામ ઠાકુર કેબિનેટના ૧૦માંથી ૮ મંત્રીઓ ચૂંટણી હારી ગયા છે. ચૂંટણી હારેલા મંત્રીઓમાં સુરેશ ભારદ્વાજ, રામલાલ મારકંડા, વીરેન્દ્ર કંવર, ગોવિંદ સિંહ ઠાકુર, રાકેશ પઠાનિયા, ડો. રાજીવ સૈઝલ, સરવીન ચૌધરી, રાજેન્દ્ર ગર્ગનો સમાવેશ થાય છે. જયરામ ઠાકુર સિવાય માત્ર બિક્રમ ઠાકુર અને સુખરામ ચૌધરી જ ચૂંટણી જીતી શકયા છે.

હિમાચલ પ્રદેશમાં સરાજથી મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોંગ્રેસના ચેતરામ ઠાકુરને હરાવીને જીત મેળવી છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છેે. બીજી તરફ મંડી જિલ્લાની સુંદરનગર સીટ પર ભાજપના રાકેશ જામવાલે કોંગ્રેસના સોહન લાલ ઠાકુરને ૮,૧૨૫ મતોથી હરાવ્યા છે. લાહૌલ-સ્પીતિ સીટ પર કોંગ્રેસના રવિ ઠાકુરે જયરામ સરકારમાં મંત્રી રહેલા ડો. રામલાલ મારકંડાને હરાવ્યા છે. કાંગડાની જયસિંહપુર સીટ પરથી યવિન્દર સિનર ગોમાએ ભાજપના રવિન્દ્ર ધીમાનને અને નગરોટા સીટ પરથી રઘુબીર સિંહે ભાજપના અરુણકુમાર મેહરાને હરાવ્યા છે.

કરોડો પોલિસી ધારકોની કમાણી જોખમમાં : કોંગ્રેસ, જેપીસીની માંગ પર વિપક્ષ એકજૂથ

બિહારના આઇએએસ અધિકારીએ મીટીંગમાં અપશબ્દો કહ્યા, હકાલપટ્ટી કરવાની માંગ

ઉપરાષ્ટ્રપતિ અને કાયદામંત્રી રિજિજુ વિરૂદ્ઘ બોમ્બે હાઇકોર્ટમાં અરજી, પદ પરથી હટાવવાની માગણી

જામીન છતાં મુકિતમાં વિલંબ પર સુપ્રીમ કોર્ટ કડક, શરતોમાં ફેરફાર પર વિચાર કરવા સૂચના

સોનાના ભાવ રૂ.૫૮,૫૨૫ ઐતિહાસિક સપાટીએ, ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા

તમિલનાડુમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, શાળા-કોલેજ બંધ

વિદેશમાં રહેતા પતિ સામે ભારતમાં ઘરેલું હિંસાની કાર્યવાહી કરી શકાય: મદ્રાસ હાઈકોર્ટ

સરકારી શાળાના બાળકોને બે જોડી યુનિફોર્મ પણ નથી મળી રહ્યા, શરમ કરો : કર્ણાટક હાઈકોર્ટે