વિધાનસભામાં કોંગ્રેસને ૧૦ ટકા સીટ ન મળતા હવે વિરોધ પક્ષનું પદ પણ ગૂમાવશે
દેશની સૌથી જૂની પાર્ટીને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ ગુમાવવાનો ખતરો
ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીની હારથી કોંગ્રેસને બેવડો ફટકો પડયો છે. કોંગ્રેસને આ વખતે માત્ર શરમજનક હારનો સામનો કરવો પડયો નથી પરંતુ દેશની સૌથી જૂની પાર્ટીને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ પણ ગુમાવવાનો ખતરો છે.
ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસનું આ સૌથી નિરાશાજનક પ્રદર્શન છે. જયારે તે ૨૦ના આંકડાને પણ સ્પર્શી શકી નથી. ૧૮૨ વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો જ જીતી છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે કોઇપણ વિરોધ પક્ષ માટે ગૃહની કુલ બેઠકોની ઓછામાં ઓછી ૧૦ ટકા બેઠકો જીતવી જરૂરી છે. જે ગુજરાતના કિસ્સામાં ઓછામાં ઓછી ૧૦ ટકા બેઠકો જીતવી જરૂરી છે. જો ગુજરાતના કિસ્સામાં ઓછામાં ઓછી ૧૯ બેઠકો હશે.
કેન્દ્રમાં પણ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને કારણે કોંગ્રેસને વિપક્ષના નેતાની ખુરશી મળી શકી નથી. ૨૦૧૪માં ૫૪૩ બેઠકોવાળી લોકસભામાં કોંગ્રેસ માત્ર ૪૪ બેઠકો જતી શકી હતી. અને જયારે મલ્લિકાર્જુન ખડગે માટે વિપક્ષના નેતાનું પદ માંગવામાં આવ્યું હતું. ત્યારે તત્કાલિન સ્પીકર સુમિત્રા મહાજને નિયમોને ટાંકીને ના પાડી હતી.
ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં પણ કોંગ્રેસ માત્ર ૫૨ સીટો જીતી શકી હતી. જયારે વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે લોકસભામાં ઓછામાં ઓછી ૫૫ સીટોની જરુર છે.
વિપક્ષના નેતા અનેક બંધારણીય પદો પણ નિમણૂક માટે પેનલમાં જોડાય છે. જે હવે થશે નહી. તેના પ્રથમ કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે લોકપાલ નિમણૂક પેનલની બેઠકોમાં મલ્લિકાર્જુન ખડગેને વિશેષ આમંત્રિત તરીકે આમંત્રિત કર્યા હતા. પરંતુ વિપક્ષના નેતાનું પદ ન મળવાના વિરોધમાં ખડગેએ તેનો બહિષ્કાર કર્યો હતો.
વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રીનો દરજ્જો અને સંબંધિત સુવિધાઓ પણ આપવામાં આવે છે. જે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાને ન મળી શકે. જો તેને વિપક્ષના નેતાનો દરજ્જો આપવામાં નહી આવે તો વધુમાં વિપક્ષના નેતાને એસેમ્બલી અથવા સંસદમાં આગળની હરોળની બેસવાની સીટ તેમજ સંસદભવન, વિધાનસભાઓમાં રૂમ અને અન્ય સુવિધાઓ પણ મળે છે.
આ તમામ વિશેષતાઓ ઉપરાંત વિપક્ષના નેતા પદ પાછળ એક મોટો રાજકીય સંદેશ છે. પરંતુ કોંગ્રેસે પણ વિપક્ષો સાથે તે જ રીતે વર્તન કર્યુ છે. જયારે ૧૯૮૦ અને ૧૯૮૪માં મોટી જીત મેળવ્યા બાદ કોંગ્રેસમાં કોઇ વિરોધ પક્ષ ન હતો. લોકસભામાં કોઇપણ વિપક્ષના નેતાને પદ આપવામાં આવ્યું ન હતું.