Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
૩ર વર્ષ બાદ ભાજપ પાસેથી કોંગ્રેસે ખંભાત બેઠક આંચકી
આણંદ જિલ્લામાં ભાજપે ફેરવ્યું કોંગ્રેસની મતબેન્ક પર બુલડોઝર
પુષ્પવર્ષા, આતશબાજી, ડીજેના તાલે વિજેતાઓની વિજય રેલીમાં સમર્થકો, કાર્યકરો ઉમટયા : ભાજપે ૭માંથી પ બેઠકો પર કબજો જમાવ્યો કોંગ્રેસે આંકલાવ માંડ બચાવી : બોરસદ બેઠકમાં ૭પ વર્ષ બાદ ભાજપે મેદાન માર્યુ
09/12/2022 00:12 AM Send-Mail
આણંદ બેઠકના ઈતિહાસમાં યોગેશભાઈ પટેલની ૪૧૫૭૦ની જંગી લીડથી જીત
આણંદના ઇતિહાસમાં યોગેશભાઈ પટેલની આ જંગી મતોની સરસાઈથી જીત થવા પામી છે. આ પહેલા સને ૨૦૦૨માં ભાજપના દિલીપભાઈ પટેલ કોંગ્રેસના યોગેશભાઈ પટેલને ૨૮૦૭૩ મતની સરસાઈથી હરાવીને વિજેતા બન્યા હતા. સને ૧૯૬૨મા આણંદ વિધાનસભા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીની ૧૪ સામાન્ય ચૂંટણીમાં યોગેશભાઈ પટેલ ૪૧૫૭૦ મતોની જંગી સરસાઈથી વિજેતા બન્યા હતા. તેમની આ રેકોર્ડબ્રેક જીતને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

આઝાદી કાળથી જીતતી બોરસદ બેઠક કોંગ્રેસે ગૂમાવી : બોરસદ બેઠક પર ભાજપના રમણભાઈ સોલંકી ૧૧૧૬૫ મતોની લીડથી જીત્યા
આઝાદી કાળથી બોરસદ બેઠક પર કોંગ્રેસનો કબ્જો હતો. સને ૧૯૬૨માં રચાયેલી બોરસદ બેઠક પર કોંગ્રેસની જીત થયા બાદ સતત ૭૫ વર્ષ સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. છેલ્લી બે ટર્મથી રાજેન્દ્રસિંહ પરમાર આ બેઠક પરથી જીતતા હતા. પરંતુ આ વખતે ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસનો ગઢ અને એકદમ સલામત ગણાતી એવી બોરસદ બેઠક પર પણ હાર થઈ છે. જેને લઈને ભલભલા રાજકીય પંડિતો પણ માથુ ખંજવાડતા થઈ જવા પામ્યા છે. નવાઈની વાત તો એ છે કે લગભગ ૧૧૧૬૫ મતે ભાજપના રમણભાઈ સોલંકીએ આ બેઠક જીતીને કોંગ્રેસને જોરદાર આંચકો આપ્યો છે. ઉલ્લેખનીય ૨૦૧૭ની ચૂંટણીમાં રમણભાઈ સોલંકીના પત્ની તેમજ ૨૦૧૨ની ચૂંટણીમાં રમણભાઈ સોલંકીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને જીતથી દુર રહ્યા હતા.

૩૨ વર્ષ બાદ કોંગ્રેસે ભાજપનો ગઢ ગણાતી ખંભાત બેઠક જીતી : ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગભાઈ પટેલે ૩૭૧૧ની મતોની સરસાઈથી જીત મેળવી : પાંચ અપક્ષોએ જ ૧૭ હજારથી વધુ મતો અંકે કરતા ભાજપનું ગણિત બગડ્યુ
ભાજપનો ગઢ ગણાતી ખંભાત બેઠક પર કોંગ્રેસે જીત મેળવીને ભાજપના જીતનો સિલસિલો તોડ્યો હતો. સને ૧૯૯૦ થી આ બેઠક પર ભાજપનો કબ્જો હતો. બે ટર્મ જયેન્દ્રભાઈ ખત્રી, ત્રણ ટર્મ શીરીષભાઈ શુકલ, એક-એક ટર્મ સંજયભાઈ પટેલ અને મયુરભાઈ રાવલ ચૂંટાયા હતા. ભાજપ માટે આણંદ જિલ્લાની સાત પૈકી આ ખંભાત બેઠક જ એકદમ સલામતી મનાતી હતી પરંતુ અહીંયા પણ પરિણામમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ બેઠક જીતી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલે ભાજપના મયુરભાઈ રાવલને ૩૭૧૧ મતે હરાવીને કોંગ્રેસનો તીરંગો લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખંભાત બેઠક પર અપક્ષોએ ૧૭ હજારથી વધુ અંકે કર્યા હતા. જ્યારે ૩૫૦૦થી વધુ મતો અન્ય પક્ષોએ મેળવ્યા હતા.જે ભાજપની હારનું મુખ્ય ગણિત ગણાઈ રહ્યું છે.

અમુલ ડેરીના વાઈસ ચેરમેન સહિત ચારેય ડીરેક્ટરોની હાર, ચેરમેનના પુત્રની જીત
અમુલ ડેરીમાં હાલમાં વાઈસ ચેરમેન સહિત ચાર ડીરેકટરોની હાર થવા પામી છે. જ્યારે ચેરમેનના પુત્રનો વિજય થવા પામ્યો છે. બોરસદ બેઠક પરથી વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, આણંદ બેઠક પરથી કાન્તીભાઈ સોઢા પરમાર, માતર બેઠક પરથી સંજયભાઈ પટેલ અને મહેમદાવાદ બેઠક પરથી જુવાનસિંહ ચૌહાણની હાર થવા પામી છે. જ્યારે ઠાસરા બેઠક પરથી ચૂંટણી લડેલા ચેરમેન રામસિંહ પરમારના પુત્ર યોગેન્દ્રસિંહ પરમારની જીત થવા પામી છે.

ભાજપના જીલ્લા પ્રમુખ, મહામંત્રી, ખજાનચી અને પેટલાદ તાલુકા પ્રમુખનો વિજય
આણંદ જિલ્લા ભાજપમા સંગઠનની મહત્વની જવાબદારી અદા કરતા ચાર હોદ્દેદારોનો જંગી મતોથી વિજય થયો છે. આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલનો સોજીત્રા બેઠક પરથી, મહામંત્રી રમણભાઈ સોલંકીનો બોરસદ, ખજાનચી યોગેશભાઈ પટેલનો આણંદ અને પેટલાદ તાલુકા ભાજપના પ્રમુખ કમલેસભાઈ પટેલનો પેટલાદ બેઠક પરથી વિજય થયો હતો. આ સિવાય ઉમરેઠ બેઠક પરથી સતત બીજી વખત ગોવિંદભાઈ પરમારનો ભવ્ય વિજય થવા પામ્યો છે.

આંકલાવના ત્રણ ઈવીએમ મશીનો બગડતા વીવીપેટથી ગણતરી કરાઈ
આંકલાવ વિધાનસભાની બેઠક ઉપર મતગણતરી દરમ્યાન ત્રણ જેટલા ઈવીએમ મશીનમાં ટેકનીકલ ખામી સર્જાતા આ ત્રણેય ઈવીએમને બાજુ પર મુકી દઈને મતગણતરી હાથ ઘરાઈ હતી. છેલ્લે ત્રણેય મશીનોને ટેક્નીશ્યનો દ્વારા ચાલુ કરવાના પ્રયાસો હાથ ઘરાયા હતા. તેની બેટરીઓ પણ બદલવામાં આવી હતી. તેમ છતાં પણ મશીનો ચાલુ ના થતાં આખરે ચૂંટણી અધિકારીએ ત્રણેય ઈવીએમના વીવીપેટ મશીનમા પડેલા મતની ગણતરી કરી હતી. આમ, આંકલાવની મતગણતરી ૧૮ રાઉન્ડમાં પુરી થવાને બદલે ૨૧ રાઉન્ડમાં પુરી થઈ હતી.

આણંદ : ભાજપને ૬૩૩ અને કોંગ્રેસને ૫૮૦ પોસ્ટલ મત મળ્યા
આણંદ બેઠક પર કુલ ૧૪૯૧ પોસ્ટલ મતોનું મતદાન થયું હતુ. જેમાં ભાજપના ઉમેદવાર યોગેશભાઈ પટેલને ૬૩૩, કોંગ્રેસના કાન્તીભાઈ સોઢા પરમારને ૫૮૦, આપના ગીરીશભાઈ સેંદલીયાને ૨૧૯, બહુજન સમાજવાદી પાર્ટીના અલ્પેશભાઈ મકવાણાને ૧૩, અપક્ષ વિપુલભાઈ મેકવાનને ૮, અપક્ષ જાનકીબેન પટેલને ૩, અપક્ષ જતીનભાઈ દવે, અપક્ષ તૌફિકભાઈ મલકે, ભારતીય નેશનલ જનતા દળના મૌલિક શાહને એક-એક મત મળ્યા હતા. જ્યારે ૩૧ મત નોટામાં પડ્યા હતા.

૩ ટર્મથી સતત જીતતી કોંગ્રેસની પેટલાદ બેઠક પર પણ ભગવો લહેરાયો : પેટલાદ બેઠક પર ૧૫ વર્ષ બાદ ભાજપના કમલેશભાઈ પટેલનો ૧૭૯૫૪ મતે વિજય : ૨૦૦૨ના હિન્દુત્વના વાવાઝોડામાં આ બેઠક ભાજપને મળી હતી
સતત ત્રણ ટર્મથી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આમ તો સને ૧૯૯૦થી આ બેઠક પર નીરંજનભાઈ પટેલ જીતતા આવ્યા હતા. ૨૦૦૨ની ચૂંટણીમાં જ તેમનો ભાજપના સી. ડી. પટેલ સામે પરાજ્ય થયો હતો. પરંતુ ૬ ટર્મ સુધી નિરંજનભાઈ પટેલ આ બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ ના આપતાં તેમણે રાજીનામુ આપી દીધું હતુ. કોંગ્રેસે ડો. પ્રકાશભાઈ પરમારને ટિકિટ આપી હતી.પરંતુ તેઓ ભાજપના કમલેશભાઈ પટેલ સામે ૧૭૯૫૪ મતે હારી ગયા હતા. આમ, કોંગ્રેસનો ગઢ મનાતી બેઠક પણ ગુમાવી દીધી છે.

ઉમરેઠ બેઠક પર ભાજપે ૨૯૩૨૩ મતે જીત મેળવી
ઉમરેઠ બેઠક પર ૨૦૧૨માં એનસીપીના જયંત પટેલે ભાજપના ગોવિંદભાઈ પટેલ સામે નજીવા મતોથી જીત હાંસલ કરી હતી. ત્યારબાદ ૨૦૧૭માં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન ન થતાં ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. જેમાં એનસીપીમાંથી લડેલા જયંતભાઈ પટેલે ૩૫૦૩૧ મતો મેળવ્યા હતા. જ્યારે આ વખતે ગઠબંધન થતા આ બેઠક એનસીપી કબ્જે કરી લેશે તેવું રાજકીય ગણિત મંડાયું હતુ. પરંતુ આજે પરિણામે સૌને ચોંકાવી દીધા છે. ભાજપના ગોવિંદભાઈ પરમારે ૨૯૩૨૩ મતોની જંગી સરસાઈથી જીત મેળવી છે.

ઉમરેઠ વિધાનસભામાં સૌથી વધુ નાટોમાં ૩૮૩૨ મત પડ્યા
આણંદ જિલ્લાની સાત વિધાનસભાની બેઠકો પર સૌથી વધુ નાટોમાં મત ઉમરેઠ વિધાનસભામાં ૩૮૩૨ પડ્યા હતા. આ સિવાય આણંદમાં ૨૧૫૭, ખંભાતમાં ૨૫૯૦, બોરસદમાં ૨૦૯૩, આંકલાવમાં ૨૬૯૨, પેટલાદમાં ૨૪૩૪ અને સોજીત્રામાં ૨૭૬૬ મત પડ્યા હતા. નાટો એટલે કે એકપણ ઉમેદવારને મત નહીં. છેલ્લી બે ટર્મથી ચૂંટણી પંચ દ્વારા મતદારોને જો કોઈપણ ઉમેદવાર કે પાર્ટી પસંદ ના હોય તો નાટોમાં મત આપવાનો વિકલ્પ આપ્યો હતો. તેના ભાગરૂપે નાટોમાં પણ મતદાન થઈ રહ્યું છે.

આણંદ વિધાનસભા
ઉમેદવાર- પક્ષ- ઇવીએમ મત- પોસ્ટલ મત- કુલ મત ટકાવારી, યોગેશભાઇ પટેલ - ભાજપ- ૧૧૧રર૬- ૬૩૩- ૧૧૧૮૫૯- પ૭.૬૮, કાન્તિભાઇ સોઢાપરમાર- કોંગ્રેસ- ૬૯૬૫૬- ૫૮૦- ૭૦૨૩૬- ૩૬.૨૨, અલ્પેશભાઇ મકવાણા- બસપા- ૧૩૩૧ ૧૩- ૧૩૪૪ -૦.૬૯, અરવિંદભાઇ ગોલ- રા.હિ.દળ- પ૮૧ - પ૮૧- ૦.૩, મૌલિકભાઇ શાહ- ભા.ને.જ.દળ -ર૦૯- ૧- ર૧૦- ૦.૧૧, ગણપતભાઇ વાઘરી- લોગ પાર્ટી- ૯૮ - ૯૮- ૦.૦પ, ગીરીશભાઇ સેંદલીયા- આપ- ૪૮પર- ર૧૯- પ૦૭ -૧ર.૬૧, જાનકીબેન પટેલ -અપક્ષ- ૧૧૯- ૩ ૧રર ૦.૦૬, તોફીકમીયાં મલેક- અપક્ષ- ર૧ર- ૧- ર૧૩- ૦.૧૧, તોસીફભાઇ વહોરા- અપક્ષ- ૩૦૯ - ૩૦૯- ૦.૧૬, જતીનભાઇ દવે -અપક્ષ- ૧ર૮ -૧- ૧ર૯- ૦.૦૭, પ્રતિમાબેન પરમાર- અપક્ષ- ૧૮૭ - ૧૮૭- ૦.૧, વિજયભાઇ જાદવ- અપક્ષ- ર૩૬ - ર૩૬- ૦.૧ર, વિપુલભાઇ મેકવાન- અપક્ષ -૬૧૬ -૮ ૬ર૪- ૦.૩ર, સરફરાજ પઠાણ- અપક્ષ- પ૪૭ -૧ પ૪૮- ૦.ર૮

સોજીત્રા વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત ટકાવારી વિપુલભાઇ પટેલ ભાજપ ૮૬૯૭૭ ૩ર૩ ૮૭૩૦૦ પ૬.૪૭ પુનમભાઇ પરમાર કોંગ્રેસ પ૭પ૧૩ ર૬૮ પ૭૭૮૧ ૩૭.૩૭ મુકેશભાઇ જાડેવા બસપા ૧ર૮૬ ર ૧ર૮૮ ૦.૮૩ મનુભાઇ ઠાકોર આપ ૩૩૭પ ૮પ ૩૪૬૦ ર.ર૪ યુવરાજસિંહ ગોહિલ અપક્ષ ર૧૦ ર ૨૧૨ ૦.૧૪ જાવેદભાઇ વહોરા અપક્ષ ૩૧૩ ૧ ૩૧૪ ૦.ર દેવાંગભાઇ શેલત અપક્ષ પ૭૧ ૪ પ૭પ ૦.૩૭ મનુભાઇ વણકર અપક્ષ ૯૦૮ - ૯૦૮ ૦.પ૯

આંકલાવ વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત ટકાવારી અમિતભાઇ ચાવડા કોંગ્રેસ ૮૧ર૮૯ રર૩ ૮૧પ૧ર ૪૮.૭૧ ગુલાબસિંહ પઢિયાર ભાજપ ૭૮પ૮૬ ૧૯૭ ૭૮૭૮૩ ૪૭.૦૭ બીપીનભાઇ ભેટાસીયા બસપા ૭૮૮ - ૭૮૮ ૦.૪૭ ગજેન્દ્રસિંહ રાજ આપ ૧પ૮ર ર૧ ૧૬૦૩ ૦.૯૬ યુસુફભાઇ રાજ રા.હિ.એ.દળ રર૮ ૧ રર૯ ૦.૧૪ કેયુરભાઇ પટેલ અપક્ષ ૩૯૮ - ૩૯૮ ૦.ર૪ અજીતસિંહ રાજ અપક્ષ ૧૩પર ૧ ૧૩પ૩ ૦.૮૧

બોરસદ વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત ટકાવારી રમણભાઇ સોલંકી ભાજપ ૯૧૩ર૦ ૪પર ૯૧૭૭ર પ૦.૩પ રાજેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસ ૮૦૦૬૧ પ૪૬ ૮૦૬૦૭ ૪૪.ર૩ અંકુરભાઇ આહિર બસપા ર૦ર૭ ૪ ર૦૩૧ ૧.૧૧ સુરેશભાઇ ઠાકોર લોગ પાર્ટી ૭૪૬ - ૭૪૬ ૦.૪૧ મનીષભાઇ પટેલ આપ ૧૯૬૪ ૩૯ ર૦૦૩ ૧.૧ દિપેનભાઇ પટેલ અપક્ષ ૩પ૮ - ૩પ૮ ૦.ર કેશરીસિંહ પરમાર અપક્ષ ૮૮૩ ૧ ૮૮૪ ૦.૪૯ આશિષભાઇ ભોઇ અપક્ષ ૧૭૬૦ - ૧૭૬૦ ૦.૯૭

ખંભાત વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત ટકાવારી ચિરાગભાઇ એ.પટેલ કોંગ્રેસ ૬૮૬૪૨ ૪ર૭ ૬૯૦૬૯ ૪૩.પ૩ મયુરભાઇ કે. રાવલ ભાજપ ૬પ૦૭૩ ર૮પ ૬પ૩પ૮ ૪૧.૧૯ ભાઇલાલભાઇ કે.પાંડવ બસપા ૧૦ર૦ ર ૧૦રર ૦.૬૪ અરુણભાઇ ગોહિલ આપ ર૫૧૪ ૪૬ રપ૧૪ ૧.પ૮ કૃણાલભાઇ પટેલ રા.હિ.એ.દળ ૧૮૧ ૧ ૧૮ર ૦.૧૧ રોનિતભાઇ પટેલ પ.પ.સ.પાર્ટી ૧૯૬ - ૧૯૬ ૦.૧ર અમરસિંહ ઝાલા અપક્ષ ૩૯પ૩ ૧પ ૩૯૬૮ ર.પ રણજીતભાઇ અંબાલિયા અપક્ષ રપ૭૪ પ રપ૭૯ ૧.૬૩ મહિપતસિંહ ચૌહાણ અપક્ષ ૯૪પ૪ ૬૦ ૯પ૧૪ ૬ વિષ્ણુભાઇ ચુનારા અપક્ષ ૧૦૩૯ ૧ ૧૦૪૦ ૦.૬૬ રાજેન્દ્રસિંહ સિધા અપક્ષ ૬ર૩ ૪ ૬ર૭ ૦.૪

પેટલાદ વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત ટકાવારી કમલેશભાઇ પટેલ ભાજપ ૮૮૭૮૭ ૩૭૯ ૮૯૧૬૬ પર.૩ ડો.પ્રકાશભાઇ પરમાર કોંગ્રેસ ૭૦૮૦૪ ૪૦૮ ૭૧ર૧ર ૪૧.૭૭ હર્ષદભાઇ ગોહિલ બસપા ૭પ૩ ર ૭પપ ૦.૪૪ અર્જુનભાઇ ભરવાડ આપ ૪પ૩૭ પ૯ ૪પ૯૬ ર.૭ સોમાભાઇ તળપદા રા.રીકોલ પાર્ટી રરપ - રરપ ૦.૧૩ યાત્રિકભાઇ શાહ રા.હિ.એ.દળ ૩૧૩ - ૩૧૩ ૦.૧૮ સંજયભાઇ ઠાકોર અપક્ષ ૮૪પ - ૮૪પ ૦.પ રીયાજખાન પઠાણ અપક્ષ ૯ર૮ ૧ ૯ર૯ ૦.પ૪

ઉમરેઠ વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત કુલ મત ટકાવારી ગોવિંદભાઇ પરમાર ભાજપ ૯પ૩૩પ ૯૬૧૪૫ પ૧.૩ર જયંતભાઇ પટેલ એનસીપી ૬૪પ૩૮ ૬૬૮રર ૩૬.૯૯ અમરીશભાઇ પટેલ આપ ૩૭૦૮ ૩૭૦૮ ર.૧ર વિપુલભાઇ ઝાલા લોગ પાર્ટી ૪૫૭ ૪૫૭ ૦.ર૬ જગદીશભાઇ ઠાકોર અપક્ષ ૪૫૩૨ ૪૫૩૨ ર.૯૧ રમેશભાઇ ઝાલા અપક્ષ ર૪૬૫ ૨૪૬૫ ૧.૩ ઘનશ્યામભાઇ દરજી અપક્ષ ૧૯૦ ૧૯૦ ૦.૧૧ નજીમખાન પઠાણ અપક્ષ ૧૮૨ ૧૮૨ ૦.૧૧ બલદેવસિંહ પરમાર અપક્ષ ર૨૦૩ ૨૨૦૩ ૧.૧પ સદરુ બેલીમ અપક્ષ ૩ર૬ ૩૨૬ ૦.૧૭ હર્ષિતભાઇ પટેલ અપક્ષ ૧૦૩૧ ૧૦૩૧ ૦.પ૭ હીદાયતુલ્લાખાન પઠાણ અપક્ષ ૧૭૦૦ ૧૭૦૦ ૦.૯૩

ગુજરાત વિધાનસભા ચૂંટણી ર૦રરમાં કોઇ ચર્ચાસ્પદ મુદ્દા કોઇપણ રાજકીય પક્ષ પાસે નહતા. જો કે ભાજપે તેના વિકાસવાદને આગળ ધરીને ગુજરાતના વધુ વિકાસશીલ ભવિષ્ય માટે ભાજપ પર ભરોસા રાખવાની અપીલ કરી હતી. કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારીના મુદ્દે પ્રચાર સભાઓ ગજવી હતી. ભાજપ-કોંગ્રેસની વર્ષોજૂની રાજકીય સ્પર્ધા વચ્ચે આ વખતે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી હતી. જેણે ફ્રી વીજળી સહિતની જાહેરાત કરવા સાથે ભાજપના રાજમાં જાહેર પરીક્ષાના પેપર લીક થવા સહિતના મામલે ચૂંટણી સભાઓમાં ધમાસાણ મચાવ્યું હતું. આ પ્રકારની જો અને તોની રાજકીય સ્થિતિમાં ભાજપને જીત સાથે મહત્તમ બેઠકો જાળવી રાખવાની ભારે કવાયત હાથ ધરવી પડી હતી.

આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં રાજયસ્તરે ભાજપે મેળવેલ બેઠકો માન્યામાં ન આવે તેવી ઐતિહાસિક વાત બની રહી છે. તેમાંયે ભાજપ તરફી લહેરના વાવાઝોડામાં આણંદ જિલ્લામાં આ ચૂંટણીમાં ભાજપે ૭માંથી પ બેઠકો પર મેળવેલ જવલંત વિજય ખરેખર અકલ્પનીય બાબત છે. આંકલાવ બેઠક ૨૭૨૯ મતના લીડ સાથે કોંગ્રેસે જાળવી રાખી છે. તો સૌથી મોટો અપસેટ ખંભાત બેઠક પર જોવા મળ્યો છે. આ બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી ૩૭૧૧ મતની સરસાઇ સાથે આંચકી લીધી છે.

વર્ષ ર૦૦રના હિન્દુત્વના વાવાઝોડામાં ભાજપે જિલ્લામાં પાંચ બેઠકો મેળવી હતી. ત્યારે પણ બોરસદ અને આંકલાવ તો કોંગ્રેસના કબજામાં જ રહી હતી. જયારે ર૦ વર્ષ બાદ ભાજપ ફરી જિલ્લામાં પ બેઠકો મેળવી છે. જેમાં બોરસદ આંચકી લીધી છે. વિદ્યાનગરની નલીની આર્ટસ અને બીજેવીએમ કોલેજમાં મતગણતરી દરમ્યાન ક્રમશ: પરિણામો જાહેર થતા વિજેતા ઉમેદવારના સમર્થકો, કાર્યકરોમાં આનંદનો જુવાળ જોવા મળતો હતો. વિજેતા ઉમેદવારોના વિજય સરઘસમાં પુષ્પવર્ષા, આતશબાજી, અબીલ-ગુલાલની છોળો અને ડી.જે.ના તાલે સમર્થકો, કાર્યકરો મન મૂકીને આનંદ વ્યકત કરતા હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા.

સીસ્વા: આકારણી વિનાના રિસોર્ટના વિરોધમાં ગ્રામજનો સાથે ગ્રામ પંચાયત પણ મેદાનમાં

આણંદ પાલિકા વ્યકિતગત આવાસ બાંધકામ યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં જિલ્લામાં મોખરે

ખંભાતના દરિયા કિનારે આવેલ ઐતિહાસિક વડુચી માતા મંદિરની પૌરાણિક વાવ ગાળવામાં આવી

આણંદ શહેરમાં મૃત્યુદરની સામે જન્મદર ૩ ગણો પ વર્ષમાં ૩૩૭૧૦નો જન્મ, ૧૦૧૩૮ના મૃત્યુ

આણંદ : સાયબર ક્રાઈમના વધેલા વ્યાપને નાથવા માટે પોલીસનું જનજાગૃત્તિ અભિયાન

આણંદ : સ્થાનિક ડોકયુમેન્ટના અભાવે પરપ્રાંતીય વિદ્યાર્થી ‘નમો લક્ષ્મી યોજના’ થી વંચિત

ઉમરેઠ : ક્રોપ લોનની બાકી પડતા ૧.૭૪ લાખ વ્યાજ સહિત બેંકને પરત ચૂકવવા કોર્ટનો હૂકમ

આણંદ : લોકાર્પણ કરાયાના ૬ મહિનામાં જ ૬ લાખ લીટર પાણીની ટાંકી લીકેજની સમસ્યા ૩ વર્ષ પણ યથાવત