Sardar Gurjari

શુક્રવાર, તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩, મહા સુદ ૧૩, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૨૭

મુખ્ય સમાચાર :
ખેડા જિલ્લાની તમામ ૬ બેઠકો પર ભાજપનો ભગવો
કોંગ્રેસ પાસેથી મહુધા, ઠાસરા અને કપડવંજ બેઠક ભાજપે આંચકી લીધી
09/12/2022 00:12 AM Send-Mail
માતર સિવાય પોસ્ટલ મતમાં પણ ભાજપ આગળ
ખેડા જિલ્લામાં સરકારી અધિકારીઓ દ્વારા પોસ્ટલ મતદાન કર્યુ હતું. જેની ગણતરીમાં પણ ભાજપ આગળ જોવા મળી હતી. નડિયાદમાં ભાજપને ૬૭૦, કોંગ્રેસને ૪૯૬ અને આપને ૧૯૬ મત મળ્યા હતા. મહેમદાવાદ ભાજપને ૩૫૬ કોંગ્રેસને ૨૭૧ અને આપને ૧૦૬ મત મળ્યા હતા. માતરમાં ભાજપને ૪૪૪ કોંગ્રેસને ૬૧૭ અને આપને ૮૪ મત મળ્યા હતા. મહુધામાં ભાજપને ૪૪૭, કોંગ્રેસને ૩૮૭ જ્યારે આપને ૧૪૫ મત મળ્યા હતા. ઠાસરામાં ભાજપને ૪૬૩, કોંગ્રેસને ૨૪૪ અને આપને ૭૦ મત મળ્યા હતા અને કપડવંજની વાત કરીએ તો ભાજપને ૭૯૬, કોંગ્રેસને ૬૯૫ અને આપને ૨૫૭ મત મળ્યા હતા. માતરને બાદ કરતા તમામ બેઠકો પર પોસ્ટલ મતદાનમાં ભાજપ આગળ જોવા મળ્યું હતું.

૧૯૬૧થી કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા બેઠક પ્રથમ વખત ગૂમાવી
ખેડા જિલ્લામાં મહુધા વિધાનસભા વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે. સન ૧૯૬૧ થી વિધાનસભાની બેઠક કોંગ્રેસના હાથમાં હતી. સન ૨૦૦૨ના કોમી તોફાનો વખતે પણ કોંગ્રેસની આ બેઠક પર જીત થઈ હતી. આ બેઠક કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ ગુમાવતી ન હતી તેવી ગણતરી આજે ખોટી પડી હતી. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. જેથી રાજકીય સ્તરે મોટો ઇતિહાસ સર્જાયાનું સૌ જણાવી રહ્યા હતા.

પંજાનો સાથ છોડીને ભાજપમાં જોડાનાર રાજેશ ઝાલા કપડવંજ બેઠક પરથી જીત્યા: ચાર નવા ચહેરા આવ્યા
ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી કારોબાર સંભાળનાર રાજેશ ઝાલાએ છ મહિના પહેલાં જ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને કપડવંજની બેઠક પર ટિકિટ આપી હતી. આ બેઠક પરથી રાજેશ ઝાલા આજે જીતી ગયા છે. ખેડા જિલ્લામાં ચાર નવા ચહેરા વિધાનસભામાં જશે, મહુધા બેઠક પર વિજયી બનેલા સંજયભાઈ જે નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ છે તે પ્રથમ વખત જીત્યા છે, જ્યારે માતર બેઠક પર કલ્પેશભાઈ પરમારને નવા ચહેરા તરીકે આપી હતી. આ ઉપરાંત ઠાસરામાં પણ યોગેન્દ્રસિંહ પરમારને પણ ભાજપે નવા ચહેરા તરીકે ટિકિટ આપી હતી.

નડિયાદ વિધાનસભા
ઉમેદવાર- પક્ષ- ઇવીએમ મત- પોસ્ટલ મત- કુલ મત ટકાવારી, પંકજભાઇ દેસાઇ- ભાજપ- ૧૦૩૬૯૯, ૬૭૦ -૧૦૪૩૬૯ -૬૩.૦૪, ધ્રુવલભાઇ પટેલ- કોંગ્રેસ -પ૦૦૦ર, ૪૯૬- પ૦૪૯૮- ૩૦.પ, મુઝફફરબેગ મીરઝા- લોગ પાર્ટી- ૩૯૦, ૩- ૩૯૩- ૦.ર૪, ઇમરાનભાઇ વાકાવાલા- રા.ટુ રીકોલ- ૧૬૩- , ૧૬૩- ૦.૧, હર્ષદભાઇ વાઘેલા- આપ- ૪૪પ૦, ૧૯૬- ૪૬૪૬- ર.૮૧, અનવરભાઇ કસાઇ- અપક્ષ -૧ર૮ , ૧ર૮- ૦.૦૮- દીપકભાઇ મલ્હોત્રા- અપક્ષ -રર૦ ,૬ રર૬- ૦.૧૪- રફીકભાઇ છીપા -અપક્ષ -૧૪૯ ,૩ ૧પર- ૦.૦૯- ઐયુબભાઇ વહોરા -અપક્ષ -ર૦ર, ર ર૦૪- ૦.૧ર સાજીદહુસેન મલેક -અપક્ષ -૩૪૬ , ૩૪૬- ૦.ર૧- સિદ્વાર્થ મેકવાન -અપક્ષ, ૭૬ર- ૯- ૭૭૧- ૦.૪૭

મહેમદાવાદ વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત ટકાવારી અર્જુનસિંહ ચૌહાણ ભાજપ ૧૦૮૧૮પ ૩પ૬ ૧૦૮પ૪૧ પ૯.પ૪ જુવાનસિંહ ચૌહાણ કોંગ્રેસ ૬ર૬૬૬ ર૭૧ ૬ર૯૩૭ ૩૪.પર પ્રમોદભાઇ ચૌહાણ આપ ૪રપ૭ ૧૦૬ ૪૩૬૩ ર.૩૯ ભાવિકભાઇ પટેલ અપક્ષ ૧ર૧૦ ૬ ૧ર૧૬ ૦.૬૭ પુનમભાઇ ચૌહાણ અપક્ષ ૪૭૩ ર ૪૭પ ૦.ર૬ પ્રવિણસિંહ ચૌહાણ અપક્ષ ૧ર૩ર ૧ ૧ર૩૩ ૦.૬૮

માતર વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત ટકાવારી કલ્પેશભાઇ પરમાર ભાજપ ૮૩૮૫૧ ૪૪૪ ૮૪ર૯પ ૪૭.૪પ સંજયભાઇ પટેલ કોંગ્રેસ ૬૭૮ર૭ ૬૧૭ ૬૮૪૪૪ ૩૮.પ૩ તોગાભાઇ બામ્બા ગુ.ન.નિ.સેના ૧૩૮ર ૯ ૧૩૯૧ ૦.૭૮ લાલજીભાઇ પરમાર આપ ૧૪૭૦ ૮૪ ૧પપ૪ ૦.૮૭ આયેશાબાનુ મલેક અપક્ષ ૪૬૪ ૩ ૪૬૭ ૦.ર૬ મહીપતસિંહ ચૌહાણ અપક્ષ ૧૭પપર ૧રર ૧૭૬૭૪ ૯.૯પ રાજેશભાઇ રાવળ અપક્ષ ૧૦૪૩ ર ૧૦૪પ ૦.પ૯

મહુધા વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત સંજયસિંહ મહીડા ભાજપ ૯૧૦૫૯ ૪૪૭ ૯૧૫૦૬ ઇન્દ્રજીતસિંહ પરમાર કોંગ્રેસ ૬પ૭૫૯ ૩૮૭ ૬૬૧૪૬ રાવજીભાઇ વાઘેલા આપ ૧૧૮૯૦ ૧૪૫ ૧૨૦૩૫ આરીફભાઇ વહોરા અપક્ષ ૩૮૧ ૨ ૩૮૩ પુજામીયાં મલેક અપક્ષ ૩૩૩ - ૩૩૩ વાઝીદહુસેન મલેક અપક્ષ ૭૯૯ - ૭૯૯ ઇર્શાદમહંમદ શેખ અપક્ષ ૧૧૪૪ ૨ ૧૧૪૬

ઠાસરા વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ ૧ર૦૬૧૯ ૪૬૩ ૧,૨૧,૦૮૨ કાંતિભાઇ પરમાર કોંગ્રેસ પ૮૯૦૦ ૨૪૪ પ૯,૧૪૪ જીતેશભાઇ સેવક ગ.ગુ.પાર્ટી ૧૧૭પ ૨ ૧૧૭૭ નટવરસિંહ રાઠોડ આપ ૩૧૪૦ ૭૦ ૩૨૧૦ દીપકભાઇ સેવક અપક્ષ ર૯૦ - ર૯૦ મજરઅલી કાઝી અપક્ષ ૩૪પ ૧ ૩૪૬ મહેશભાઇ પરમાર અપક્ષ પ૬૪૬ ૬ પ૬૫૨ રફીકભાઇ અહેમદખાન અપક્ષ ર૩૧૦ - ર૩૧૦

કપડવંજ વિધાનસભા
ઉમેદવાર પક્ષ ઇવીએમ મત પોસ્ટલ મત કુલ મત રાજેશભાઇ ઝાલા ભાજપ ૧,૧૦,૦૫૧ ૭૯૬ ૧,૧૦,૮૪૭ કાળાભાઇ ડાભી કોંગ્રેસ ૭૯,૨૦૬ ૬૯૫ ૭૯,૯૦૧ અજયભાઇ સોલંકી ગ.ગુ.પાર્ટી ર૪૧૬ ૧૮ ૨૪૩૪ રાહુલભાઇ પરમાર પ્રજા વિજય પક્ષ ૮૦૯ ૨ ૮૧૧ મનુભાઇ પટેલ આપ ૮૫૯૨ ૨૫૭ ૮૮૪૯

ખેડા જિલ્લાની છ બેઠકો પૈકી સૌથી વધુ નડિયાદમાં નોટામાં મત પડ્યા
બેઠક વર્ષ ર૦૨૨ નડિયાદ ૩૬૭૨ માતર ર૭૭૭ મહુધા ર૪પ૦ કપડવંજ ર૭પ૦ મહેમદાવાદ ૩૫૩૫ ઠાસરા ૨૬૮૩

ખેડા જિલ્લાની છ વિધાનસભા બેઠકો માટે આજે યોજાયેલ મતગણતરીના પરિણામમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો.ખેડા જિલ્લાની છ વિધાનસભા બેઠકો માટેની મત ગણતરી આજે નડિયાદની આઈવી પટેલ કોલેજ ખાતે સવારે ૮:૦૦ કલાકે શરૂ થઈ હતી. મત ગણતરી દરમિયાન શરૂઆતથી છ વિધાનસભામાં ભાજપના ઉમેદવારો આગળ જોવા મળ્યા હતા. જેમ જેમ રાઉન્ડ પુરા થતા ગયા તેમ તેમ લીડ વધતી ગઈ હોવાનું જોવા મળતું હતું. એક માત્ર મહુધા બેઠકમાં કાંટે કી ટક્કર જોવા મળી હતી. ઘડીકમાં ભાજપ તો ઘડીકમાં કોંગ્રેસ આગળ પાછળ થતા હતા. આ બેઠકમાં શું થશે તે સસ્પેન્સ છેક સુધી જોવા મળ્યું હતું. જોકે આખરે આ બેઠક પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આમ, ખેડા જિલ્લામાં ભાજપે ૬ બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે.




ર ફેબ્રુ. વર્લ્ડ વેટલેન્ડ ડે : આણંદ જિલ્લામાં અંદાજે ૩૦૦ અને ખેડામાં ૭૦૦થી વધુ સારસ પક્ષીઓનો વસવાટ

નડિયાદ તાલુકાના મંજીપુરામાં ઉભરાતી ગટરોનો મુદ્દો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઉછળ્યો

ઉત્તરસંડા ગામે ગાદલા તકીયાની દુકાનમાં આગ લાગતાં ગેસ સિલિન્ડર ફાટ્યો

યાત્રાધામ ડાકોરમાં વીજ કંપનીની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયાં

ગાંધી નિર્વાણદિનને તંત્ર વિસર્યું ગાંધીવાદીઓએ પૂ. બાપુની પ્રતિમા સ્વચ્છ કરી

નડિયાદ : આંશિક ચૂકવણી વ્યાજબી ન હોવાથી કલેઇમના રૂ. ર.પ૩ લાખ ચૂકવવા વીમા કંપનીને હુકમ

ખેડા જિલ્લા પંચાયતના મરીડા બેઠકના સભ્યની ગેરલાયકાતને હાઇકોર્ટે માન્ય રાખી