Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :
આણંદ : ભાજપે પ્રથમ રાઉન્ડથી તમામ રાઉન્ડમાં કુલ ૪૧૫૭૦ની લીડ મેળવી
09/12/2022 00:12 AM Send-Mail
બોરસદ બેઠકમાં સૌથી વધુ અને આંકલાવમાં સૌથી ઓછા અમાન્ય મત
બેઠક કુલ મતદાર માન્ય મત અમાન્ય મત ખંભાત ર,૩૩,૪૮૮ ૧,પ૬,૦૬ ૯૪ બોરસદ ર,૬૧,૪૩૪ ૧,૮૦,૧૬૧ ૧૦૪ર આંકલાવ ર,રપ,ર૩૧ ૧,૬૪,૬૬૬ ૧ ઉમરેઠ ર,૭૧,૦૮૪ ૧,૮પ,પ૧૮ ૮ આણંદ ૩,૧૪,૮પપ ૧,૯૧,૭૬૭ ૩૧૯ પેટલાદ ર,૩૯,પ૩૦ ૧,૬૮,૦૪૧ ૧૮૯ સોજીત્રા ર,ર૦,૮૯૮ ૧,પ૧,૮૩૮ રર૬

ગત ચૂંટણીની સરખામણીએ નોટામાં મતોનો ઘટાડો
વિધાનસભા વર્ષ ર૦૧૭ વર્ષ ર૦રર ખંભાત ૨૭૩૧ રપ૯૦ આણંદ ૨૬૪૬ ર૧પ૭ બોરસદ ૨૧૭૫ ર૦૯૩ સોજીત્રા ૩૧૧૨ ર૭૬૬ પેટલાદ ૨૦૪૧ ર૪૩૪ આંકલાવ ૩૮૮૦ ર૬૯ર ઉમરેઠ ૩૭૧૦ ૩૮પ૭ કુલ ૨૦૨૯૫ ૧૮૫૮૯

ભાજપની રાઉન્ડવાઈસ સરસાઈ
પ્રથમ રાઉન્ડ ૯૨ બીજો રાઉન્ડ ૩૮૦૩ ત્રીજો રાઉન્ડ ૬૯૨૬ ચોથો રાઉન્ડ ૯૩૧૩ પાંચમો રાઉન્ડ ૯૯૩૨ છઠ્ઠો રાઉન્ડ ૧૩૮૩૬ સાતમો રાઉન્ડ ૨૦૫૬૦ આઠમો રાઉન્ડ ૨૪૬૭૧ નવમો રાઉન્ડ ૩૨૫૯૩ ૧૦મો રાઉન્ડ ૩૧૫૮૧ ૧૧મો રાઉન્ડ ૨૯૩૩૭ ૧૨મો રાઉન્ડ ૧૯૯૨૨ ૧૩મો રાઉન્ડ ૨૦૧૨૧ ૧૪મો રાઉન્ડ ૨૩૯૮૦ ૧૫મો રાઉન્ડ ૨૭૮૧૦ ૧૬મો રાઉન્ડ ૩૦૫૪૭ ૧૭મો રાઉન્ડ ૩૪૧૪૮ ૧૮મો રાઉન્ડ ૩૯૦૬૪ ૧૯મો રાઉન્ડ ૩૯૮૧૬ ૨૦મો રાઉન્ડ ૩૯૪૦૩ ૨૧મો રાઉન્ડ ૪૦૩૧૫ ૨૨મો રાઉન્ડ ૪૧૧૨૧ ૨૩મો રાઉન્ડ ૪૧૫૭૦

આણંદ વિધાનસભા બેઠક પર ઈવીએમ મશીન ખુલતાની સાથે જ પ્રથમ રાઉન્ડથી ભાજપે સરસાઈ હાંસલ કરી લીઘી હતી. પ્રથમ રાઉન્ડમાં ૯૨ મતની સરસાઈ હાંસલ કર્યા બાદ ભાજપે છેક ૧૦મા રાઉન્ડ સુધી સરસાઈ પ્રાપ્ત કરીને ૩૧૫૮૧ મતની સરસાઈ અંકે કરી લીઘી હતી. ૧૧માં રાઉન્ડમાં સરસાઈ ઘટીને ૨૯૩૩૭ અને ૧૨મા રાઉન્ડમાં ૧૯૯૨૨ની થઈ ગઈ હતી. ત્યારબાદ તેમાં સતત વધારો થયો અને અંતે ભાજપે આ બેઠક ૪૧૫૭૦ મતોની જંગી સરસાઈથી જીતી લીઘી હતી.

આણંદ બેઠકના ભાજપના ઉમેદવાર યોગેશભાઈ પટેલ ગત ચૂંટણીમાં ૫૨૮૬ મતોથી જીતથી દુર રહેવા પામ્યા હતા. પરંતુ આ વખતે એડીચોટીનુ જોર લગાવીને રાજકીય વિશ્ષેલકોના ગણિતને ખોરવી નાંખતી બમ્પર જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવાર યોગેશભાઈ પટેલના મોટાભાઈ ઘનશ્યામભાઈ પટેલ (બાપજી)સને ૧૯૯૦માં આણંદ બેઠક પર જનતાદળની ટિકિટ પરથી ચૂંટણી લડીને કોંગ્રેસના દિગ્ગજ ગણાતા રણછોડભાઈ સોલંકીને હરાવીને આ સીટ આંચકી હતી. ત્રણ નગરપાલિકા અને ૧૫ ગામોને સમાવતિ આ બેઠક ઉપર ૨૦૦૭, ૨૦૧૨મા હારજીતનું માર્જીન ઘણુ ઓછું હતુ જ્યારે ૨૦૧૭ની ચૂંટણીમાં તે વધીને ૫૨૮૬ મતનું થયું હતુ. જેને લઈને આ વખતે પણ આ બેઠક પર જે કોઈપણ જીતશે તે નજીવી સરસાઈથી જ જીતશે તેમ કહેવાતું હતુ. પરંતુ જે રીતે યોગેશભાઈ પટેલે ૪૧૫૭૦ મતોની જંગી લીડથી જીત મેળવી છે તે ઐતિહાસિક છે. ૩.૧૩ લાખથી વધુ મતદારો ધરાવતી જિલ્લાની આ સૌથી મોટી વિધાનસભામાં ગત ચૂંટણી કરતા ત્રણ ટકા જેટલુ મતદાન પણ ઓછું થયું હતુ. જેને લઈને આજે ઈવીએમ મશીનો ખુલવા સુધી હારજીત અંગે સસ્પેન્સ હતી. પરંતુ જેવા ઈવીએમ મશીનો ખુલ્યા અને ભાજપની લીડ નીકળવા લાગી તેને લઈને ૫મા રાઉન્ડથી જ ભાજપની જીત લગભગ નિશ્ચિત થઈ જવા પામી હતી.


તાપમાનનો પારો ૪૧.પ : આણંદ જિલ્લામાં હીટવેવના કારણે ૭ દિવસમાં ડાયેરીયાના ૩૦૭ અને ટાઇફોઇડના ૪ કેસ

આણંદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના અમિત ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યુ

ઉમરેઠના સુરેલીમાં દિપડાની રંજાડ: વધુ બે બકરીઓનું મારણ કર્યુ

આણંદ : પ દિવસથી પીડા અનુભવતી ગાયને સમયસર સારવાર ન મળી ને' અંતે મોતને ભેટી

ઉમરેઠ-બેચરી ફાટક પાસેના સોસાયટી વિસ્તારમાં ઓવરબ્રીજનું કામ પૂર્ણ કરવા પ્રાથમિકતા આપવાની માંગ

આણંદ સહિત જિલ્લાભરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી, શોભાયાત્રા-મહાઆરતી

આણંદ : સતત બીજા દિવસે ૪૧ ડિગ્રી સાથે લૂની અસર

બાર માસના મસાલા ભરવાની સીઝનમાં ગત વર્ષ કરતા મરચાના ભાવ ઘટ્યા, હળદરના વધ્યા