Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
પેરૂમાં ઉજવણીનો અલગ અંદાજ : ક્રિસમસના દિવસોમાં એકબીજા સાથે લડીને લોકો વર્ષભરના ઝઘડા નિપટાવે છે
૧ર માસમાં થયેલા ઝઘડાઓનો ઉભરો કાઢવા રેફરીની હાજરીમાં જામતી લડાઇ, ખાણી-પીણી અને મ્યુઝીક-નૃત્યનું પણ આયોજન
02/01/2023 00:01 AM Send-Mail
દર વર્ષ રપ ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણી દુનિયાના વિવિધ દેશોમાં કરવામાં આવે છે. ભારતમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ધામધૂમથી નાતાલની ઉજવણી સાથે એકમેકને શુભેચ્છા અને ભેટસૌગાદ પણ આપે છે. પરંતુ પેરૂ દેશમાં નાતાલ પર્વની અનોખા અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. અહીંના લોકો ક્રિસમસ આવતા જ પરસ્પર લડવા,ઝઘડવાની શરુઆત કરે છે.

જો કે તહેવારના દિવસોમાં ઝઘડો-ટંટો હોય ખરો? પરંતુ પેરૂના ચુમ્બિવિલ્કસ પ્રોવિન્સમાં આ પરંપરા છે. આ દિવસે લોકો એકમેક પર સ્કવોશ ફેંકીને ડાઇ કરે છે. જેને તકનાકુઇ તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. જો કે લડાઇ,ઝઘડાની સાથે ખાણીપીણી, મ્યુઝીક અને નૃત્ય પણ યોજાય છે. આ તહેવારમાં છેલ્લા બાર માસથી પોતાના હૃદયમાં ઝઘડાનો ભાર છૂપાવનાર લોકો પરસ્પર લડાઇ કરે છે. જો કે લડાઇ દરમ્યાન રેફરી રાખવામાં આવે છે. જે કોઇને વધુ ઇજા ન પહોંચે તેનું ધ્યાન રાખે છે. જયારે એક વ્યકિત હારી જાય તો લડાઇ પૂર્ણ જાહેર કરવામાં આવે છે.

નવાઇની વાત એ પણ છે કે લડાઇ પૂર્ણ થયા બાદ બંને પક્ષોને શરાબ પીવડાવવામાં આવે છે. જેથી તેમનું દર્દ ઓછું થઇ શકે ! જો કે કેટલીક લડાઇ સંપતિ તો કેટલીક પ્રેમ માટેની હોય છે. અગાઉ આ પ્રકારની લડાઇ ફકત પુરૂષો વચ્ચે જ થતી હતી. પરંતુ હવે મહિલાઓ પણ લડાઇમાં સામેલ થાય છે. તકનાકૂઇનો અર્થ થાય છે લોહી ઉકળી ઉઠવું. આ લડાઇનો હેતુ આવતા વર્ષ માટે પોતાના હૃદયને પૂર્ણ રીતે સાફ કરવાનો હોય છે.