Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
અમેરિકા: ૪૦ વર્ષીય મહિલાને થોડા દિવસોમાં બે-બે વખત લાગી કરોડોની લોટરી, લોકોએ કહયું-લકી લેડી
23/01/2023 00:01 AM Send-Mail
જયારે નસીબ બળવાન હોય ત્યારે વ્યક્તિનું જીવન બદલતા વાર નથી લાગતી. કયારેક ગણતરીની મિનિટો કે દિવસોમાં નસીબ એવો કમાલ કરી બતાવે છે કે વ્યકિત તેની પર ભરોસો કરી શકતો નથી. અમેરિકાના કેરોલિનામાં રહેતી ૪૦ વર્ષીય કેન્યા સલોનને પણ ગણતરીના દિવસોમાં નસીબે બે-બે વખત કરોડપતિ બનાવી છે. મહિલાને બે વખત કરોડો રુપિયાની લોટરી લાગતા લોકો તેને લકી લેડી તરીકે બોલાવી રહ્યા છે.

કેન્યા સલોનને પહેલી લોટરીમાં ૮ કરોડનું ઇનામ લાગ્યું હતું. જેના થોડા દિવસો બાદ ફરીથી લાગેલી લોટરીના ઇનામમાં ૧૬ કરોડ રૂપિયા મળ્યા હતા. આમ, થોડા જ દિવસોમાં કેન્યા સલોન કરોડપતિ બની ગઇ હતી. જો કે નસીબ-નસીબની વાત હોવાની ઉક્તિ અહીં સાર્થક જોવા મળી રહી છે. કારણ કે કેટલાક લોકો જીવનભર લોટરીની ટિકીટ ખરીદતા હોવા છતાંયે ભાગ્યે જ નાનું ઇનામ લાગ્યાના કિસ્સા સાંભળવા મળે છે.

પ્રથમ લોટરીની ટિકીટમાં ૮ કરોડનું જેકપોટ ઇનામ લાગ્યું હતું તેના માટે કેન્યાને આશરે ૮૦૦ રુપિયાનો ખર્ચ ટિકીટ ખરીદવામાં થયો હતો. જો કે તેણે અગાઉ કયારેય લોટરીની ટિકીટ ખરીદી ન હોવાનું તેણીએ જણાવ્યું હતું. જો કે ૧૬ કરોડનું ઇનામ જાહેર થયા બાદ તેમાંથી ટેકસ અને અન્ય ચાર્જીસની કપાત બાદ કેન્યા સલોનને ૧ર કરોડ રુપિયા મળ્યા હતા. આ નાણાંથી તેણી પોતાનો ફૂડ રેસ્ટોરાં ખોલવા ઉત્સુક હોવાનું જણાવ્યું હતું.