Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
એન્ડ્રોઈડ ફોનમાં ગુગલનાં એપ્સ પહેલાથી જ ઈન્સ્ટોલ હોય છે
એન્ડ્રોઈડ ફોન બનાવનારી કંપની ગુગલ પ્રી ઈન્સ્ટોલ હશે કે નહીં તેનો નિર્ણય લેશે
ગુગલ જેવી કંપની વર્ષમાં ૧૩ હજાર કરોડથી વધુ માતબર ભારતમાંથી કમાણી કરે છે, ગુગલની આ પ્રકારની મોનોપોલીનાં કારણે અન્ય કંપની બજારમાં ટકી શકતી નથી
28/01/2023 00:01 AM Send-Mail
હાલમાં ગુગલે નવા ફેરફાર જાહેર કર્યા છે. સીસીઆઈ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા મુજબ ગુગલ કંપની એડવરટાઈઝમેન્ટ માર્કેટમાં પોતાની મોનોપોલી જમાવી રહી છે. જેના કારણે હવે એનડ્રોઈડ ફોન બનાવનાર કંપની નક્કી કરશે કે ગુગલ એનડ્રોઈડમાં પ્રી ઇન્સ્ટોલ હશે કે નહી. કારણકે જ્યારે તમે નવો એનડ્રોઈડ ફોન ખરીદો છો ત્યારે ગુગલ અને ગુગલનાં એપ્સ એટલે કે જી-મેઈલ , ડ્રાઈવ, ગુગલ મેપ્સ અને ડોકયુમેન્ટ પહેલેથી જ ઇન્સ્ટોલ હોય છે. પ્રી ઇન્સ્ટોલનાં કારણે ફોન યુઝર્સ પ્રી ઇન્સ્ટોલ એપની અજાણ્યે આદત પડી છે. પરિણામે ગુગલ જેવી કંપની વર્ષમાં ૧૩ હજાર કરોડથી વધુ માત્ર ભારતમાંથી કમાણી કરે છે. ગુગલની આ પ્રકારની મોનોપોલીનાં કારણે અન્ય કંપની બજારમાં ટકી શકતી નથી. આથી આવનારા સમયમાં એનડ્રોઈડ ફોનમાં ગુગલ એપ પહેલેથી ઇન્સ્ટોલ ન હોય એવું પણ બની શકે છે.

ગુગલ એ એનડ્રોઈડ ફોન બનાવનાર કંપની સાથે શરત રાખી હતી . જો ગુગલના બધી એપ્લીકેશનને એનડ્રોઈડમાં પ્રી ઇન્સ્ટોલ કરી રાખવામાં આવશે, તો જ ગુગલ પોતાની એન્ડ્રોઈડ ઓપરેટીંગ સીસસ્ટમ મેન્યુફ્ક્ચરરને (એનડ્રોઈડ ફોન બનાવાનર કંપની ) આપશે. ગુગલની આ શરતથી સીસીઆઈનાં કાયદાનો ભંગ થાય છે. ગુગલે પોતાના વર્ચસ્વનો દુરપયોગ કર્યો છે જેથી આશરે ૯૫૦ કરોડનો દંડ સીસીઆઈ દ્રારા ફટકારવામાં આવ્યો છે. અમેરિકામાં પણ મોનોંપોલીના કારણે ગુગલ સામે ૧૪૦ પાનાની ફરિયાદ કરવામાં આવી છે. ગુગલનાં સર્ચ એન્જીનએ પોતાના વર્ચસ્વથી ડિજીટલ એડવર્ટાઈઝમેન્ટ માર્કેટમાં પ્રતિસ્પર્ધાને હટાવી દીધા છે.

ભારતમાં ગુગલે ૨૦૨૦ -૨૦૨૧માં ૧૩૮૮૬ કરોડની કમાણી કરી હતી. દર વર્ષે ૨૧ ટકાનાં દરથી આ કમાણીમાં વધારો થઇ રહ્યો છે. ગુગલના મોબાઈલ સર્ચ એન્જિનનો માર્કેટમાં શેર ૨૦૧૮માં ૯૭.૭ % થી ૨૦૨૧માં ૯૯.૬૫ % વધારો થઇ રહ્યો છે. દેશમાં ૯૭% મોબાઈલ યુઝર્સ એન્ડ્રોઈડ ફોન વાપરે છે. આ નિર્ણય બાદ યુઝર્સ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તે સર્ચ એન્જિન ફોનમાં રાખી શકે છે. હવે ,તમે જયારે પણ નવો એનડ્રોઈડ ફોન કે ટેબ્લેટ ખરીદો તે સમયે સ્ક્રીન પર સર્ચ અન્જિન માટે ઓપ્શન જોવા મળશે. એન્ડ્રોઈડ ફોનમાં આ નવા ફેરફાર એક મહિના પછી થશે. જો કે એપલ કંપનીમાં ગુગલ પ્રી-ઇન્સ્ટોલ હોતી નથી તે પોતાના સફારી પર ચાલે છે તેવી રીતે જ આગામી સમયમાં એન્ડરોઈડ ફોન કંપનીઓ સ્વદેશી ઓપેરેટીંગ સિસ્ટમનો વપરાશ કરી શકશે. સીસીઆઈ એટલે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા. સીસીઆઈનુ મુખ્ય કામ છે ભારતમાં ગ્રાહકોના હિતમાં નિર્ણય કરવા . ભારતની બજાર વેપારી મુક્તપણે વેપાર કરી શકે. સીસીઆઈ એ ભારતના બજારમાં અયોગ્ય પ્રેક્ટીસને અટકાવવાનું કામ કરે છે.

વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની હૂમલાનું કાવતરું નિષ્ફળ

ફ્રાન્સમાં પેન્શન બિલના વિરોધમાં ૩૫ લાખ લોકો રસ્તા પર ઉતર્યા

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ ગાંધીજીની પ્રતિમા પર પેઈન્ટ છાંટ્યો

ઇઝરાયેલ : નેતન્યાહૂ સામે ભ્રષ્ટાચારના કેસમાં ચુકાદા પહેલા બિલ પસાર, વિરોધ પ્રદર્શન જારી

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ બહાર ખાલિસ્તાની સમર્થકો એકઠા થતાં યુએસ સરકારે સુરક્ષા દળો તૈનાત કર્યા

ઉઝબેકિસ્તાનમાં બાળકોના મૃત્યુ મામલે કફ સિરપ બનાવતી મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાયસન્સ રદ કરાયું

ભારતમાં યોજાનાર જી-૨૦માં યુક્રેન યુદ્ઘનો મુદ્દો ન ઉઠાવવો જોઈએ : પુતિન-જિનપિંગ

લંડનમાં ખાલિસ્તાનીઓ દ્વારા તિરંગાનું અપમાન : દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશન બહાર પ્રદર્શન