દુનિયાની એવી રહસ્યમય જગ્યાઓ, જયાં ચુંબકની જેમ ખેંચાય છે ચીજવસ્તુઓ સહિત વાહનો
આ દુનિયામાં આજે પણ અનેક રહસ્યો જોવા મળે છે. જેમાં કેટલીક અજીબોગરીબ ચીજવસ્તુઓનો પણ સમાવેશ થાય છે. જેને કેટલાક લોકો ચમત્કાર પણ સમજી બેસે છે. જો કે આ પૈકીની કેટલીક બાબતોને વૈજ્ઞાનિકો વિજ્ઞાન સાથે જોડવામાં સફળ થયા છે તો કેટલાકના રહસ્ય વણઉકલ્યા છે. જે પૈકી એક બાબત છે દુનિયામાં અનેક સ્થળોએ થતી મેગ્નેટીક ઇફેકટ. આ જગ્યાઓ પર ચીજવસ્તુઓ ખુદ ખેંચાઇ આવે છે. આવા વિસ્તારોને ભૂ-ચુંબકીય ક્ષેત્ર કહેવાય છે.
મૈગ્નેટીક હિલ, લદ્દાખ : ભારતમાં લદ્દાખના લેહ પાસે ગ્રેવિટી હિલ આવેલી છે. આ વિસ્તાર અને આસપાસના ઢોળાવોનો લે-આઉટ એક પહાડી હોવાનો ઓપ્ટિકલ ભ્રમ પેદા કરે છે. પહાડી રસ્તો વાસ્તવમાં ઢોળાવવાળો છે. પરંતુ પહાડી માર્ગ પર વસ્તુઓ અને મોટરકાર ગુરુત્વાકર્ષણના ડિફેન્સમાં ઉપરની તરફ ખેંચાતી હોવાની પ્રતિતી થાય છે. વાસ્તવમાં તે દરમ્યાન કાર નીચેની તરફ ઉતરી રહી હોય છે.
કસાર દેવી મંદિર, ઉત્તરાખંડ : ઉત્તરાખંડના અલ્મોડામાં આવેલું કુમાઉ ક્ષેત્ર ધરતી પરનું સૌથી મજબૂત ભૂ-ચુંબકીય ઉર્જા ક્ષેત્રોમાંનું એક છે. કુમાઉ ક્ષેત્રમાં આવેલ કસાર દેવી મંદિરની આસપાસનું ભૂ-ચુંબકીય ક્ષેત્ર ખૂબ મજબૂત છે. આ અદ્વિતિય અને ચુંબકિય ક્ષેત્ર ભકિત અને આસ્થાનું કેન્દ્ર પણ છે.
માચૂ પિચૂ, પેરુ : માચૂ પિચૂ ઉરુબાંબા નદી ઘાટીની ઉપર પેરુમાં એન્ડીઝ પર્વતમાં આવેલું છે. ૧પમી શતાબ્દીમાં વસાવેલો આ ગઢ દુનિયાની સાત અજાયબી પૈકીનો એક છે. માચૂ પર્વત પર પણ ભૂ-ચુંબકીય ક્ષેત્ર ખૂબ મજબૂત છે. આ પર્વત પર આવેલો એક કિલ્લો પણ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે.
સ્ટોનહેન્જ, યુકે : યુનાઇટેડ કિંગડમમાં સ્ટોનહેન્જ પૃથ્વી પરના સૌથી અનોખા સ્મારકો પૈકીનું એક છે. વૈજ્ઞાનિક તેની પ્રકૃતિ, ઉત્પતિ અને ઉદ્દેશ સંબંધિત જાણકારી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. અહીંની સંરચના ખૂબ રહસ્યમય છે. સૌથી ખાસ બાબત એ છે કે અહીનું જિયોમૈગjેટીક ફીલ્ડ સૌથી મજબૂત છે.
ધ્રુવ : ધરતી પર બે ધ્રુવ મૌજૂદ છે. જેમાં ઉત્તરી અને દિક્ષણી ધ્રુવ સામેલ છે. કહેવાય છે કે ધ્રુવો પર ભૂ-ચુંબકીય ઉર્જા મજબૂત હોય છે. આ એવી જગ્યાઓ છે જયાંથી ધરતીનું ભૂ-ચુંબકીય ક્ષેત્ર સરકયુલેટ થાય છે.