ભારતે મહિલા અન્ડર-૧૯ ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો, ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું
-સૌમ્યા તિવારીએ શાનદાર ઇનિંગ રમતા ૨૪ રન બનાવી નોટઆઉટ રહી -આ ટુર્નામેન્ટમાં શ્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવવામાં ટોચ પર રહી
આજે સાઉથ આફ્રિકામાં આઇસીસી અન્ડર-૧૯ ર૨૦ મહિલા વર્લ્કકપની ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં ભારતે અંડર-૧૯ મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ઇગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ર્ટુનામેન્ટ જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની પહેલી મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારત સામે ૬૯ રનનો લ-યાંક આપ્યો હતો. અને ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને ૭ વિકેટથી હાર આપી છે. આઇસીસી અન્ડર-૧૯ ર૨૦ વર્લ્કકપની આ પહેલી સિઝન છે અને શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ આ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે.
સાઉથ આફ્રિકામાં આઇસીસી અન્ડર-૧૯ ર૨૦ મહિલા વર્લ્કકપની ફાઇનલ મેચમાં શેફાલી વર્માએ ૧૫ રન કરી આઉટ થઇ હતી. જયારે ત્રિશા ૨૪ રન બનાવી આઉટ થઇ હતી. તેમજ સૌમ્યા તિવારીએ શાનદાર ઇનિંગ રમતા ૨૪ રન બનાવી નોટઆઉટ રહી હતી.
આ સાથે જ ટીમ ઇન્ડિયાની ફાઇનલ મેચમાં સૌમ્યા તિવારી, ત્રિશા અને અર્ચના દેવીએ ખૂબ શાનદાર પરફોર્મન્સ બતાવ્યું હતું. અર્ચના, પાર્શ્વી ચોપરા અને તિતસ સાધુએ ૨-૨ વિકેટ લીધી હતી. અત્રે નોંધનીય છે કે શેફાલી વર્માની કેપ્ટનશીપ ભારતે આ ખિતાબ જીતી લીધો છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડી શ્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવવામાં ટોચ પર રહી છે.
બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે અન્ડર-૧૯ મહિલા ક્રિકેટ ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે ૫ કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરી હતી. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ડર-૧૯ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે તેણી શાનદાર ક્રિકેટ રમી છે અને તેમની સફળતા ઘણા ઉભરતા ક્રિકેટરોને પ્રેરણા આપશે.ટીમને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ.