યાત્રાધામ ડાકોરમાં વીજ કંપનીની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયાં
આણંદ-ડાકોરમાં લોકોની અવર-જવર વાળી જગ્યાએ એમ.જી.વી.સી. એલ. દ્વારા મુકાયેલ ડીપીના હાઈવોલ્ટેજ વાયરોથી લોકોના જીવ જોખમમાં મુકયા છે.
યાત્રાધામ ડાકોરમાં પુનિત આશ્રમ રોડ ઉપર મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાવાળાએ બે થાંભલા ઉપર હાઈ વોલ્ટેજ ડીપી લગાવી છે એ ડીપીમાંથી નીકળતાં હાઈવોલ્ટેજ વાયરોના કારણે રોડ ઉપર અકસ્માતથી કરંટ લાગવાનો ભય રહેલો છે અને રસ્તામાં આવતા યાત્રિકો તથા સ્થાનિક બાળકોને કરંટ લાગવાનો અકસ્માત થવાનો ભય રહેલો છે.
આ ખુલ્લા હાઈવોલ્ટેજ વીજ વાયરમાં પસાર થતા વિદ્યુત પ્રવાહથી અજાણતા બાળકો રમત રમતમાં કે અજાણતાથી વાયર પકડી
લે તો શું હાલત થાય આ બાબતે
મધ્ય ગુજરાત વીજ કંપની સત્તાવાળાઓએ પગલાં લઈને ડીપીને બીજે ખસેડવાની લોક માંગણી થઈ રહી છે.