Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
નડિયાદમાં સરકારી વકીલને વીજબીલ અપડેટ કરવાના બહાને ગઠીયાએ રૂા. ૭૦ હજાર પડાવી લેતાં ફરિયાદ
31/01/2023 00:01 AM Send-Mail
નડિયાદમાં સરકારી વકીલ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ગઠીયાએ વીજબીલ અપડેટ કરવા બાબતે વકીલને મેસેજ મોકલ્યો હતો અને પોતે ઈલેક્ટ્રીસીટી અધિકારીની ઓળખ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વકીલના ખાતામાંથી રૂપિયા ૭૦,૮૧૧ સેરવી લીધા હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર નડિયાદ શહેરમાં મરીડા રોડ પર આવેલ સમીર પાર્કમાં રહેતા ૫૬ વર્ષીય યાસીનખાન ઈનાયતખાન ઘાસુરા પોતે નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત ૧૮મી જાન્યુઆરીના રોજ ઉપરોક્ત કોર્ટ પર હાજર હતા ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં અંગ્રેજીમાં જણાવ્યું હતું કે તમારું છેલ્લા મહિનાનું લાઈટ બિલ અપડેટ થયેલ નથી. તમારા વીજળી પાવર બંધ કરી દેવામાં આવશે. જેથી યાસીનખાને ઉપરોક્ત અજાણ્યા નંબર પર સંપર્ક કરતા સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે તમારું ગયા મહિનાનું બિલ અપડેટ કરવા હું તમને લિન્ક મોકલું છું તેમ કહી ફોન ચાલુ રખાવી લિન્ક આપી અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.

થોડીવારમાં જ બેંકમાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે જેના કારણે તમારા ખાતામાંથી આશરે રૂા. ૭૦ હજાર રૂપિયા ઉપડી ગયેલ છે. જેથી એપ્લિકેશન તથા ઈન્ટરનેટ બંધ કરો જેથી યાસીનખાને તુરંત જ એપ્લિકેશનને બંધ કરી મોબાઈલમાં ઓટીપી આવ્યા હતા પણ ઓટીપી આપ્યા ન હોવા છતાં એકાઉન્ટ ચેક કરતા ત્રણ જુદા જુદા ટ્રાન્જેક્શન થયેલા જોવા મળ્યા હતા અને કુલ રૂા. ૭૦,૮૧૧ ઉપડી ગયાની હકીકત સામે આવી હતી. જે તે સમયે તુરંત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી અને આ બાદ આજે સમગ્ર બનાવ સંદર્ભ યાસીનખાને નડિયાદ ટાઉન પોલીસમાં અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

નડિયાદ નજીકની બિલોદરા જિલ્લા જેલમાં પોલીસના સર્ચ ઓપરેશનમાં બે મોબાઈલ મળ્યા

વાઘજીપુરા ગામે મહિલા બુટલેગરના ઘરમાંથી રૂા. ૭૪૪૦૦નો વિદેશી દારૂ ઝડપાયો

મંજીપુરાના યુવાન સાથે નોકરીના બહાને તેમજ ડાકોરના યુવાન સાથે નોમીનીના બહાને છેતરપિંડી

સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પરથી જૂના ફર્નિચરની આડમાં લઈ જવાતો ૯.૨૬ લાખનો વિદેશી દારૂ પકડાયો

કણજરીની પરિણીતા પર સાસરીયાઓએ મેલી વિદ્યાની શંકા રાખી ત્રાસ ગુજારતા ચકચાર

સાંઠ ગામની ત્રણ વીઘા જમીન ઉપર ભરવાડે ગેરકાયદે કબ્જો જમાવી દેતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

નડિયાદ પાંચ હાટડીમાં થયેલ મારામારી મામલે સામે પક્ષે પણ ફરિયાદ

મહેમદાવાદ: સુઢાવણસોલ હત્યા કેસમાં ચાર પકડાયા: એક દિવસના રીમાન્ડ