Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
આણંદ પાલિકાની ડમ્પીંગ સાઇડનું વીજ બીલ ન ભરાતા જીઇબીની ટીમ કનેકશન કાપવા પહોંચી
કોન્ટ્રાકટર દ્વારા બે માસ સુધી બીલ ન ભરાયું હોવાની પાલિકાના જવાબદાર તંત્રને ખબર ન પડી !
01/02/2023 00:02 AM Send-Mail
કોન્ટ્રાકટર પાસેથી બાકી વીજ બીલ પેટેનો ચેક જમા કરાવ્યો છે : ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ
આણંદ પાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ વિજયભાઇએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટરના નિયમોનુસાર ડમ્પીંગ સાઇટનું વીજ બીલ કોન્ટ્રાકટરે ભરવાનું હોય છે. પરંતુ બે માસ સુધી તેણે વીજ બીલ ન ભરતા જીઇબી દ્વારા વીજ કનેકશન કાપવામાં આવી રહ્યું હતું. આથી આ મામલે સત્વરે કોન્ટ્રાકટરને તાકિદ કરીને બે માસના બાકી વીજ બીલ અંદાજે રૂ.૮૭૦૭૭નો ચેક લઇને જમા કરાવવામાં આવ્યો છે. ઉપરાંત હવેથી સમયસર વીજ બીલ ભરી દેવા પણ તેને કડક સૂચના આપવામાં આવી છે. જો કે ડમ્પીંગ સાઇટનું બીલ સમયસર ભરપાઇ કરાય છે કે નહીં તે જોવાની જવાબદારી કોના શિરે છે તે સ્પષ્ટ જણાવવામાં કર્મચારીઓએ અસંમજસતા અનુભવી હતી.

આણંદ નગરપાલિકા દ્વારા નાની ખોડિયાર માર્ગ પર આવેલ ડમ્પીંગ સાઇટમાં કચરા નિકાલની ડમ્પીંગ સાઇડનો જીયુડીસીના નિર્દેશ અનુસાર કોન્ટ્રાકટ અપાયો છે. જેથી ડમ્પીંગ સાઇડ પર એકત્ર થયેલ કચરાનું મશીન દ્વારા રોજેરોજ ક્રસીંગ કરવામાં આવે છે. આ પ્રકિયામાં વપરાતી વીજળી બદલ દર મહિને આવતું વીજ બીલ કોન્ટ્રાકટરે ભરવાનું હોય છે. પરંતુ છેલ્લા બે માસથી કોન્ટ્રાકટરે અંદાજે ૮૬ હજાર ઉપરાંતનું વીજ બીલ ભર્યુ નહતું. જેથી તાજેતરમાં જીઇબીની ટીમ ડમ્પીંગ સાઇટનું વીજ કનેકશન કાપવા પહોંચી હતી.

દરમ્યાન જીઇબીની ટીમ દ્વારા કનેકશનના મુખ્ય વાયરો કટ કરતાં જ ક્રસિંગ મશીન સહિતની યાંત્રિક પ્રકિયા અટકી ગઇ હતી. આ સમયે માવઠું થયું હોવાથી અહીં એકત્ર કચરો ભીનો થવાથી દુર્ગધ વ્યાપી હતી. આથી હવે કોન્ટ્રાકટર વીજ બીલ ન ભરે ત્યાં સુધી કચરા નિકાલની પ્રકિયા અટકેલી રહેવાથી અસહ્ય દુર્ગધ ફેલાશેની સ્થાનિકોએ ભીતિ પણ વ્યકત કરી હતી.

આ મામલે પાલિકાના જવાબદાર અધિકારીઓને જાણ કરાતા તેઓ ડમ્પીંગ સાઇટે દોડી આવ્યા હતા અને બે દિવસમાં વીજ બીલ ભરપાઇ કરવાની ખાત્રી આપતા જીઇબીની ટીમે પુન: વીજ કનેકશન ચાલુ કર્યુ હતું. જો કે સમગ્ર મામલે ડમ્પીંગ સાઇટની કામગીરી પર દેખરેખ રાખનાર વિભાગને બે માસનું વીજ બીલ ભરપાઇ ન થયાની જાણ જ નહતી કે બેદરકારી દાખવી તે ચર્ચાનો વિષય બન્યો છે.

કણજરીથી આણંદમાં એન્ટ્રી સુધીનો દાંડી માર્ગ દોઢ વર્ષથી ગોથે ચઢયો!

ચરોતરમાં માવઠાંના મારથી ખેતી પાકને નુકસાન

આણંદ-ખેડા જિલ્લામાં નીલ ગાયોના વધતા ઉપદ્રવથી ઉભા પાકને નુકસાન, ખેડૂતો પરેશાન

આણંદ : રાહુલ ગાંધીના સભ્યપદ રદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ, પોલીસે કરી અટકાયત

નાપા તળપદ પાસે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ભટકાતા એકનું મોત, ૧ ગંભીર

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન

કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ

આણંદમાં પ૦ વર્ષથી વધુ વયના બે આધેડને કોરોના પોઝિટિવ, કુલ ૧ર એકિટવ કેસ