Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
મધ્યમવર્ગ માટે સૌથી મોટી જાહેરાત, ૭ લાખ સુધી આવક પર કોઇ ટેકસ નહીં
બજેટ પહેલા રૂપિયામાં આવી મજબૂતાઇ, ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા થયો મજબૂત
02/02/2023 00:02 AM Send-Mail
શું સસ્તું થશે ?
-એલઇડી ટેલિવિઝન -ઇલેકિટ્રક વ્હીકલ -કેમેરા લેન્સ -સાયકલ -રમકડા -મોબાઇલના સ્પેર પાર્ટસ -બાયોગેસ સંબંધિત વસ્તુઓ -ઇ-બેટરીને કસ્ટમ ડયુટીમાં રાહત

શું મોઘું થશે ?
-ઘરની ઇલેકટ્રિક રસોઇ ચીમની -સિગારેટ અને તમાકુ બનાવટ મોંઘી થશે -વિદેશી કિચન ચીમની -વિદેશી ચાંદીના વાસણો -ચાંદીના ઘરેણાં -સોનું -ચાંદીઅને પ્લેટિનેમ ઘરેણાં -ઇમ્પોર્ટેડ દરવાજા

બજેટમાં નાણામંત્રીની મહત્વની જાહેરાત
-કેવાયસી પ્રોસેસ સરળ કરવા હવેથી દેશભરમાં પાન કાર્ડ ઓળખપત્ર તરીકે માન્ય ગણાશે -આગામી નાણાંકીય વર્ષમાં રેલ્વેમાટે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરાશે -આગામી એક વર્ષ સુધી મફત અનાજ યોજના, આ માટે બે લાખ કરોડ રૂપિયાનું બજેટ -મૂડી રોકાણનો ખર્ચ ૩૩ ટકા વધારી ૧૦ લાખ કરોડ રૂપિા કરાઇ રહયો છે, જે જીડીપીના ૩.૩ ટકા હશે -૫જી પર સંશોધન માટે એન્જિનિયરિંગ કોલેજોમાં ૧૦૦ લેબ બનશે -એઆઇ માટે સેન્ટર ફોર ઇન્ટેલિજન્સ -મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમના પોતાના બોન્ડ લાવી શકશે -પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખર્ચ ૬૬ ટકા વધારી ૭૯ હજાર કરોડ રૂપિયાથી વધુનો કરાશે. -આગામી ત્રણ વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતા ૭૪૦ એકલવ્ય મોડલ સ્કુલો માટે ૩૮૮૦૦ શિક્ષકોઅને સહાયક કર્મચારીઓની નિમણૂક કરાશે. -દેશમાં ૫૦ નવા એરપોર્ટ બનશે.

આ વર્ષ સંરક્ષણ બજેટમાં ફરી વધારો થયો છે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે દેશનું બજેટ રજૂ કર્યુ. જેમાં રક્ષાક્ષેત્રના ખર્ચની વિગતો પણ આપવામાં આવી છે. બજેટ દસ્તાવેજો અનુસાર, આ વર્ષ સંરક્ષણ બજેટ ૫.૯૪ લાખ કરોડ રૂપિયા નકકી કરવામાં આવ્યું છે, જે ૨૦૨૨-૨૩ના ૫.૨૫ લાખ કરોડ રૂપિયાના બજેટ કરતાં ૧૨.૯૫ ટકા વધુ છે. એટલે કે ફરી એકવાર સંરક્ષણ બજેટમાં વધારો નોંધવામાં આવ્યો છે. શસ્ત્રો, વિમાનો, લશ્કરી સાધનો માટે કેટલું બજેટ? નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યુ. જેમાં મૂડી ખર્ચ માટે કુલ ૧.૬૨ લાખ કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. જેમાં નવા હથિયારો, વિમાન, યુદ્ઘ જહાજો, અને અન્ય લશ્કરી સાધનોની ખરીદીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ મૂડીખર્ચ માટે અંદાજપત્રીય ફાળવણી રૂા. ૧.૫૨ લાખ કરોડ હતી, પરંતુ સુધારેલા અંદાજ મુજબ ખર્ચ રૂા. ૧.૫૦ લાખ કરોડ હતો. પગાર ચૂકવવા માટે કેટલું બજેટ ફાળવ્યું ? આગામી નાણાકીય વર્ષ માટેના બજેટ દસ્તાવેજો અનુસાર,મહેસૂલ ખર્ચ માટે રૂા. ૨,૭૦,૧૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પગારની ચૂકવણી અને સંસ્થાઓની જાળવણી પરના ખર્ચનો સમાવેશ થાય છે. નાણાકી વર્ષ ૨૦૨૨-૨૩માં મહેસૂલખર્ચ માટે અંદાજપત્રી ફાળવણી રૂા. ૨,૩૯,૦૦૦ કરોડ હતી. ૨૦૨૩-૨૪ના બજેટમાં, સંરક્ષણ મંત્રાલય (નાગરિક)માટે મૂડી ખર્ચ રૂા. ૮,૭૭૪ કરોડ રાખવામાં આવ્યો છે, જયારે મૂડી ખર્ચ હેઠળ રૂા. ૧૩,૮૩૭ કરોડની રકમ ફાળવવામાં આવી છે. સંરક્ષણ પેન્શન માટે ૧,૩૮,૨૦૫ કરોડ રૂપિયાની રકમ અલગથી ફાળવવામાં આવી છે. પેન્શન ખર્ચ સહિત કુલ આવક ખર્ચ રૂા. ૪,૨૨,૧૬૨ કરોડ હોવાનો અંદાજ છે. બજેટ દસ્તાવેજો અનુસાર, સંરક્ષણ બજેટનું કુલ કદ રૂા. ૫,૯૩,૫૩૭.૬૪ કરોડ છે. ચીન સામે ભારત કયાં ઊભું છે ? બીજી તરફ ચીનની વાત કરીએ તો તેનું બજેટ દર વર્ષ માર્ચમાં આવે છે. ગયા વર્ષ, કમ્યુનિસ્ટ પાર્ટીએ ચીનના સંરક્ષણ મંત્રાલય માટે ૧.૪૫ ટ્રિલિયન યુઆન એટલે કે ભારતીય રૂપિયામાં ૧૮ લાખ ૭૭ હજાર કરોડ ખર્ચ્યા હતા. આ ભારત કરતાં સંરક્ષણ પાછળ ત્રણ ગણો ખર્ચ છે. જોકે, સંરક્ષણ બજેટમાં વધારાના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતે આ વખતે તેના સંરક્ષણ બજેટમાં ૧૨.૯૫ ટકાનો વધારો કર્યો છે, જયારે ચીને ગયા વખતે તેના બજેટમાં માત્ર ૭.૧ ટકાનો વધારો કર્યો હતો.

યુવા અને રમત મંત્રાલય માટે ૩૩૮૯ કરોડોના બજેટની જાહેરાત : કાશ્મીરમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
છેલ્લા ઘણા વર્ષોમાં ભારતીય એથલીટસે વિશ્વમાં ડંકો વગાડયો છે. ઓલિમ્પિક હોય કે કોમનવેલ્થ ગેમ્સ ભારતની પદકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ પાછળ કેન્દ્ર સરકાર દ્વારા રમત અને ખેલાડી પર કરવામાં આવતા ખર્ચાનું ખૂબ યોગદાન રહયું છે. આ વખતે પણ સરકાર દ્વારા સ્પોર્ટસને વધુ પ્રોત્સાહન મળે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેના માટે ગત વર્ષ કરતા વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે. આજે કેન્દ્ર સરકાર દ્વારા આમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યુ હતું અને ઘણા ક્ષેત્રો માટે કરોડો રૂપિયાનું એલાન કર્યુ હતું. જો રમત મંત્રાલયના બજેટને જોવામાં આવે તો આ વર્ષ વધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે યુવા અને રમત મંત્રાયલ માટે ૩૩૮૯ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી છે જે ગત વર્ષ કરતા ઘણો વધારો કર્યો છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં યુવા અને રમત મંત્રાલય માટે ૨૬૭૧ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.

ખેલો ઇન્ડિયા માટે બજેટમાં ૪૦૦ કરોડનો વધારો કરાયો
આ વર્ષ બજેટમાં ૩૩૮૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. મોદી સરકાર દ્વારા ખેલો ઇન્ડિયાના બજેટમાં ૪૦૦ કરોડ રૂપિયાનો વધારો કર્યો છે હવે આ બજેટ ૧૦૦૦ કરોડ રૂપિયાનું કરી દેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે નેશનલ સ્પોર્ટસ યુનિવર્સિટી માટે ૧૦૭ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રમત ફેડરેશનની સહાયતાનું બજેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષે આમાં ૨૮૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

ગરીબો માટે: બધાને ઘર આપવા બજેટમાં ૬૬ ટકાનો વધારો, મફત રાશનની જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રજૂ કર્યુ. સરકારે વિવિધ વર્ગો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે.મિડલ કલાસને ટેકસ સ્લેબમાં મોટી છૂટ આપવામાં આવી હતી. તો નોકરીયાત અને બિઝનેસમેનને અલગ-અલગ રીતે રાહત આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જયારે, સરકારે ગરીબો માટે તેની તિજોરી ખોલી. સરકારે આ વખતે બજેટમાં મફત રાશનની યોજનાથી લઇને જેલમાં બંધ ગરીબોને મુકત કરવા સુધીના મુદ્દા સામેલ કર્યા છે. મફત આવાસ યોજના પર પણ સરકારે બજેટમાં વધારો કર્યો. આવાસ યોજનાનું બજેટ ૬૬ ટકા વધ્યું બજેટમાં કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ગરીબો માટેની આવાસ યોજનાને લઇને હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સરકારે આવાસ યોજનાના બજેટમા ૬૬ ટકાનો વધારો કર્યો છે. ગત વખતે આવાસ યોજના માટે ૪૮ હજારો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેના દ્વારા દેશભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ ૮૦ લાખ મકાનો બનાવવામાં આવ્યા હતા. પીઆઇબીની સૂચના અનુસાર, ૩ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી કુલમ ૧.૧૪ કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા,જેમાંથી ૫૩.૪૨ લાખ ઘરો બાંધવામાં આવ્યા છે અને પહોંચાડવામાં આવ્યા છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૧૬ લાખ મકાનો બનાવવામાં આવી રહયા છે. ગરીબ પરિવારોને આવતા વર્ષ સુધી મફત રાશન કેન્દ્ર સરકારે આગામી વર્ષ એટલે કે ૨૦૨૪ સુધી તમામ અંત્યોદયઅને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ બે લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રજૂ કર્યુ. મોદી સરકારના બીજા કાર્યકાળના વર્ષ ૨૦૨૩-૨૪ના આ છેલ્લું બજેટ છે. ઉપરાંત આવતા વર્ષ સામાન્ય ચૂંટણી પણ હોવાથી આ બજેટ ખૂબ જ મહત્વનું છે.

શું સસ્તુ , શું મોંઘુ થશે ? નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણ દરમિયાન કહયું કે કસ્ટમ ડયુટી, સેસ, સરચાર્જ દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રમકડાં પરની કસ્ટમ ડયુટી ઘટાડીને ૧૩ ટકા કરાઇ છે. એટલે કે હવે રમકડાં સસ્તા થશે. ઉપરાંત સાયકલ પણ સસ્તી કરવામાં આવી છે. લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડયુટીમાં રાહત આપવામાં આવી છે. નવો ટેકસ સ્લેબ નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા ટેકસ સ્લેબની જાહેરાત કરતાં જણાવ્યું કે વાર્ષિક ત્રણ લાખ સુધીની આવક પર કોઇ પણ ટેકસ નહીં લાગે, જયારે રૂા. ૩થી ૬ લાખની આવક પર ૫ ટકા, રૂા.૬ થી ૯ લાખની આવક પર ૧૦ ટકા, રૂા.૯ થી ૧૨ લાખની આવક પર ૧૫, ૧૨થી ૧૫ લાખની આવક પર ૨૦ ટકા તેમજ ૧૫ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેકસ ચૂકવવો પડશે. ટેકસમાં રાહતની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેકસને લઇને મોટી જાહેરાત કરી છે. હવે ૭ લાખ રૂપિયાના વાર્ષિક કમાણીપર કોઇ ટેકસ આપવો નહી ંપડે. હાલ આ મર્યાદા ૫ લાખ રૂપિયાની હતી. બજેટમાં નોકરીયાત વર્ગને નિરાશા નોકરીયાયત વર્ગને ફરી બજેટમાં નિરાશા હાથ લાગી છે. નાણામંત્રીએ આવકવેરામાં કોઇ રાહતની જાહેરાત કરી નથી. તેમણે માત્રે એટલું જ જણાવ્યું કે કેવી રીતે આવકવેરા રિટર્ન ફાઇલિંગ પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે. તેમણે કહયું કે આવકવેરા વિભાગે રિટર્નની પ્રક્રિયાની વધુ સરળ બનાવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં આઇટીઆર માટે સરેરાશ પ્રોસેસિંગનો સમયગાળો ૯૩ દિવસનો હોય છે, જે ઘટીને ૧૬ દિવસ થઇ છે. નાણામંત્રીએ કહયું કે ૪૫ ટકા આઇટીઆરની પ્રક્રિયા૨૪ કલાકની અંદર કરાઇ રહી છે.

મહિલા સન્માન બચત પત્રની જાહેરાત મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરાઇ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહયું કે આ યોજનાનો લાભ બે વર્ષ સુધી ઉઠાવી શકશે. તેમણે કહયું કે માર્ચ ૨૦૨૫માં બે વર્ષનો સમયગાળો પૂર્ણ થશે.એટલે કે માર્ચ ૨૦૨૫ સુધી મહિલાઓ ૨ લાખ રૂપિયા સુધીનું ' મહિલા સન્માન બચત પત્ર ' ખરીદી શકશે. આના પર ૭.૫ ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જરૂર પડવા પર ના નાણાંમાંથી અમુક રકમ ઉપાડી શકાશે. સિનિયર સિટિઝનો અને મહિલાઓ માટે જાહેરાત નાણામંત્રીએ બજેટમાં સિનિયર સિટિઝન અને મહિલાઓ માટે બચત યોજનાનું એલાન કર્યુ છે. બે વર્ષ માટે આ યોજનાનો લાભ ઉઠાવી શકાશે. તેમણે કહયું કે માર્ચ ૨૦૨૫માં બે વર્ષની આ અવધી પૂર્ણ થશે. માર્ચ ૨૦૨૫ સુધી મહિલાઓ બે લાખ રૂપિયા સુધી મહિલા બચત પત્ર ખરીદી શકશે. તેના પર ૭.૫ ટકા વાર્ષિક દરથી વ્યાજ આપવામાં આવશે. જરૂરત પડયે આ રકમથી આંશિક નિકાસ પણ કરી શકાશે. તે ઉપરાંત સિનિયર સિટીજનો માટે૧૫ લાખની લીમીટને વધારીને ૩૦ લાખ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાની જાહેરાત ૫૦ પ્રવાસન સ્થળોની ઓળખ કરવામાં આવશે. સંપૂર્ણ પેકેજ સ્વરૂપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને વિકસાવવામાં આવશે. રાજયોની રાજધાનીમાં યુનિટી મોલ શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ નિર્ણયથ ડિસ્ટ્રિકટ, વન પ્રોડકટ અને હેન્ડીક્રાફટ પ્રોડકટને પ્રોત્સાહન મળશે. બજેટમાં યુવાઓ માટે મોટી જાહેરાત કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કૌશ વિકાસ યોજના ૪.૦ લોન્ચ કરશે. યુવાઓને આંતરરાષ્ટ્રીય તકો માટે કુશળ બનાવવા વિવિધ રાજયોમાં ૩૦ સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતને મદદ મળશે આગામી ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતી અપનાવનાર એક કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે. ૧૦,૦૦૦ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે. એક લાખ પ્રાચીન પુરાલેખોને ડિજિટલ કરાશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહયું કે એક લાખ પ્રાચીન પુરાલેખો (આર્કાઇવ્સ)નું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. કૃષિ દેવાનું લ-ય ૨૦ લાખ કરોડ નાણામંત્રીએ કહયું કે રાજયોની સક્રિય ભાગીદારી, સરકારી અને જાહેર ભાગીદારી સાથે મિશન રોડ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે.પશુપાલન, ડેરી, અને મત્સ્ય પાલન પર ધ્યાન આપવા ઉપરાંત કૃષિ દેવાના લ-યને વધારી ૨૦ લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.

ઇસરોએ બ્રિટિશ કંપનીના ૩૬ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા

લવલિના અને નીખત ઝરીને પણ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક-એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

કેન્દ્રએ મનરેગાના કામોમાં વેતનમાં વધારો કર્યો, ૧ એપ્રિલથી નવા દરો લાગુ થશે

એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના પ્લેન હવામાં ટકરાવથી માંડ બચ્યા

રાહુલે ટ્વિટર પર પોતાને ડિસકવાલિફાઇડ સાંસદ લખ્યું, પ્રિયંકાએ દેશના વડાપ્રધાનને કાયર કહ્યા

દેશમાં હવે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે : મોદી

મોદી અટક પર ટિપ્પણી મામલે સજા થતાં રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રદ

ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે ૧૪ વિપક્ષો સુપ્રીમમાં