Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
આણંદ : કેન્દ્રિય બજેટમાં સામાન્ય માનવી, ધંધા-રોજગાર અને ઔદ્યોગિક એકમોએ કયા ખોયા, કયા પાયા વિશે નિષ્ણાંતોનો મત
02/02/2023 00:02 AM Send-Mail
લાંબા ગાળાના મૂડી નફા ઉપરના ટેકસમાં અપેક્ષા મુજબ રાહતો મળેલ નથી : એચ.એસ.બારડ, સીઇઓ-મીલ્સેંટ ગૃપ
કેન્દ્રીય બજેટ ર૦ર૩માં સર્વગ્રાહી વિકાસને પ્રાથમિકતા અપાઇ હોવાથી તેને સમાજના તમામ વર્ગો તરફથી આવકાર મળી રહ્યો છે તેમ જણાવતા મીલ્સેંટ ગૃપના સીઇઓ એચ.એસ.બારડે જણાવ્યું હતું કે,ભારતીય અર્થતંત્રને વધુ વેગીલું બનાવવા માળખાકીય સુવિધાઓ માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે. બજેટની અનેક જોગવાઇઓ એમએસએમઇ સેકટરને લાભદાયી હોવા સાથે 'એસ ઓફ ડૂંઇગ બિઝનેસ'ને પણ વધુ મદદગાર નીવડશે અનાજ વિતરણ, કપડાં અને મકાનની બાબતોમાં રાહતો આપી સરકારે સામાન્ય માનવીની જરુરિયાતોને પણ ખાસ ધ્યાને લીધી હોવાનું દેખાઇ આવે છે. જો કે લાંબા ગાળાના મૂડી નફા ઉપરના ટેકસમાં અપેક્ષા મુજબ રાહતો મળી નથી. વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય સેકટર માટે હજી વધારે જોગવાઇ કરવામાં આવી હોત તો આવકારદાયક ગણાત મહિલાઓના આર્થિક સશકિતકરણ અને ખેડૂતો માટે લાભદાયી યોજનાઓ ઉપરાંત સંદેશા વ્યવહારના સાધનો, ઇલેકટ્રીક વાહનોમાં કર રાહતો અને આકર્ષક નવી ટેકસ વ્યવસ્થા અંતર્ગત આવકવેરામાં અપાયેલ રાહતો વગેરેથી યુવા, ખેડૂત, મધ્યમવર્ગ સહિત તમામને ખુશ રાખવાનો પ્રયાસ કરાયો છે.

આવકવેરાના સ્લેબમાં ફેરફારથી દરેક કરદાતાને ટેકસમાં રાહત થશે : આણંદ સી.એ. એસોસીએશન
આજે જાહેર કરાયેલ કેન્દ્રિય બજેટ આધુનિક ભારતનું વિકાસશીલ બજેટ ગણાવતા આણંદ સીએ એસો. દ્વારા જણાવાયું હતું કે, બજેટમાં છેલ્લી વ્યકિત સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો છે. આરોગ્ય, શિક્ષણ, ખેતી સહિતના ક્ષેત્રનો સમાવેશ કરાયો છે. આવકવેરાની મર્યાદા સાત લાખ કરવામાં આવી હોવાથી મધ્યમવર્ગીય કરદાતાને તેનો લાભ મળશે. આ બજેટ રજૂ કરવા સાથે ભારત વિશ્વનું પાંચમા નંબરનું અર્થતંત્ર બન્યું છે. સીનીયર સીટીઝન સેવિંગ્સ સ્કીમની મર્યાદા ૧પ લાખથી વધારીને ૩૦ લાખ કરવામાં આવી છે, જે આવકારદાયક પગલું છે. આવકવેરાના કરદાતા માટે એક જ ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી આવકવેરો ભરવામાં સરળતા રહેશે. નાની વિવાદિત અપીલોના ઝડપી નિરાકરણ માટે કરવામાં આવેલ વ્યવસ્થા પણ આવકારદાયક ગણાવી શકાય.

ઉદ્યોગોને બજેટથી સીધો નહીં પણ આડકતરી રીતે ફાયદો થશે : ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ
ઉદ્યોગ જગતના સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના મતાનુસાર ઉદ્યોગોને બજેટથી સીધો નહીં પરંતુ આડકતરી રીતે ફાયદો થશે. સરકારે કોઇપણ રીતે ઉદ્યોગો પર નવો ટેકસ નથી નાખ્યો તે પણ એક રીતે ફાયદો છે જો કે ગત વખતના બજેટ કરતા આ વખતના બજેટમાં કોઇ ઝાઝો ફરક જણાતો નથી. ઉદ્યોગો માટે સારો બદલાવની સ્થિતિ બની રહેશે. ઉપરાંત કેપિટલ એકપેન્ડિચરમાં ૩૩ ટકાનો વધારો કરવાની થયેલ ઘોષણા અભૂતપૂર્વ કહી શકાય. વધુમાં બજેટમાં સામાન્ય માણસને ઇન્કમટેકસમાં રાહત મળી હોવાથી બચત વધશે અને માર્કેટમાં નાણાં ખર્ચી શકશે. આથી આ બાબતોનો ઉદ્યોગોને આડકતરી રીતે ફાયદો થશે.

મધ્યમ વર્ગ, કૃષિ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન : ઇન્સ્ટિ. ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ
ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાના મતાનુસાર આ બજેટ મધ્યમવર્ગ, કૃષિ અને ગ્રીન એનર્જી પર કેન્દ્રિત છે નવા ટેકસ સ્લેબના કારણે પગારદારો અને મધ્યમવર્ગને રાહત થશે. લિથિયમ બેટરી પરની ડયુટીમાં રાહતના કારણે ઇલેકટ્રીક વ્હીકલના ભાવો ઘટશે. કૃષિ ક્ષેત્રમાં પણ સૂચવવામાં આવેલા સુધારાઓના કારણે નાના સહિતના ખેડૂતોને ફાયદો થશે.

અમૃત કાળનું બજેટ સામાન્ય જનતા માટે અમૃતમય નહીં બને : અમિત સોની, ટેકસ એડવોકેટ
ટેકસ પ્રેકટીશનર્સ એસોસિએશન, નડિયાદના પૂર્વ પ્રમુખ અમિતભાઇ સોનીએ આજે જાહેર કરાયેલ બજેટ અંગે જણાવ્યું હતું કે, આવકવેરા અન્વયે ૧રર જેટલા સુધારા કરેલ છે. નાણામંત્રીએ ફકત પ મુદ્દા અંગે સામાન્ય જનતાને સ્પર્શતી વાત કરી છે. કરદાતાને નવા ટેકસ રીજીમમાં રૂ. પ લાખની મર્યાદા વધારીને ૭ લાખ કરેલ છે. જેની સામે ઓલ્ડ રીજીમમાં કર કપાતોની રકમની મર્યાદામાં કોઇ વધારો કરેલ નથી ફકત સામાન્ય માનવી માટે સ્ટાન્ડર્ડ ડિટકશન, સરચાર્જમાં ઘટાડો, ટેકસ સ્લેબમાં નજીવા ફેરફાર, કેપિટલ ગેઇન વિશે ટૂંકમાં જાહેરાત કરી છે, જે અભ્યાસ માંગી લે તેવી બાબતો છે. વધુમાં મોટી કંપનીઓના સરચાર્જમાં ઘટાડો કરીને ફાયદો આપવા સામે ભાગીદારી પેઢી, એલએલપી પેઢીના વેરાના દરમાં કોઇ સુધારો કર્યો નથી.

ચરોતરમાં નાના, મોટા વેપારીઓ, ઉદ્યોગો, ઔધોગિક એકમો સહિત સામાન્ય વ્યક્તિ-ખેડૂતોની પણ આજે રજૂ થનાર કેન્દ્રિય બજેટ પર નજર હતી આજે બજેટમાં શું ફાયદો અપાશે અને કયા નવા ટેકસ દ્વારા ખિસ્સામાંથી રોકડ સરકશે સહિતની ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી. કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ ર૦ર૩-ર૪નું બજેટ રજૂ કર્યુ હતું. ત્યારબાદ બજેટ અંગેની વિવિધ પ્રકારની ચર્ચાઓનો દૌર સરકારી કચેરીઓ સહિત જાહેર સ્થળોએ પણ સાંભળવા મળ્યો હતો.

આણંદ, ખેડા જિલ્લામાં ટેકસ સહિત વિવિધ એસોસિએશન દ્વારા પણ આજના બજેટ અંગે પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા.


કણજરીથી આણંદમાં એન્ટ્રી સુધીનો દાંડી માર્ગ દોઢ વર્ષથી ગોથે ચઢયો!

ચરોતરમાં માવઠાંના મારથી ખેતી પાકને નુકસાન

આણંદ-ખેડા જિલ્લામાં નીલ ગાયોના વધતા ઉપદ્રવથી ઉભા પાકને નુકસાન, ખેડૂતો પરેશાન

આણંદ : રાહુલ ગાંધીના સભ્યપદ રદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ, પોલીસે કરી અટકાયત

નાપા તળપદ પાસે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ભટકાતા એકનું મોત, ૧ ગંભીર

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન

કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ

આણંદમાં પ૦ વર્ષથી વધુ વયના બે આધેડને કોરોના પોઝિટિવ, કુલ ૧ર એકિટવ કેસ