Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
નડિયાદ તાલુકાના મંજીપુરામાં ઉભરાતી ગટરોનો મુદ્દો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઉછળ્યો
વારંવારની રજૂઆત છતાંયે ગ્રામ પંચાયત દ્વારા નિરાકરણ લવાતું ન હોવાનો આક્ષેપ
02/02/2023 00:02 AM Send-Mail
નડિયાદ તાલુકાના મંજીપુરામાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોને લઈ પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં ગટરની સાફ-સફાઈ ન થતા લોકોને ગંદા પાણી ડહોળી અવરજવર કરવી પડે છે.

મંજીપુરાની સંતરામ ગ્રીન્સ સોસાયટીમાં સવાસો ઉપરાંત પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી સોસાયટીમાં ગટર ઉભરાય છે. જેથી ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ પર વહેતું હોય લોકોને ગંદુ પાણી ડહોળી અવરજવર કરવી પડે છે. આ ગટરની સાફ સફાઈ કરવા સરોજબેન પરમારએ ગામના સરપંચ ,ટીડીઓ સહિત અધિકારીઓને રજૂઆત કરતા અધિકારીએ સ્થળ પર જઈ મુલાકાત પણ લીધી હતી. છતાં ઉભરાતી ગટરનું નિરાકરણ લાવવામાં આવેલ નથી.

ઘણા સમયથી ઉભરાતી ગટરના કારણે ગંદુ પાણી ભારે વાસ મારતું હોય સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ઉભરાતી ગટરના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. આ અંગે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સત્તાધીશો દ્વારા વહેલી તકે ઉભરાતી ગટરની સાફ-સફાઈ કરવા લાગણી વ્યાપી છે.