Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
સંસદના બજેટ સત્રના બીજા દિવસે વિરોધ પક્ષોનો હોબાળો
કરોડો પોલિસી ધારકોની કમાણી જોખમમાં : કોંગ્રેસ, જેપીસીની માંગ પર વિપક્ષ એકજૂથ
આ મુદ્દે પહેલા બંને ગૃહોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી : વડાપ્રધાને એલઆઇસી અને એસબીઆઇમાં જમા રકમ એક એવા જૂથને સોંપી છે જેના પર દેશની સૌથી મોટી કોર્પોરેટ છેતરપિંડીનો આરોપ: વિપક્ષ
03/02/2023 00:02 AM Send-Mail
સંસદના બજેટ સત્રના બીજા દિવસે વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. હિંડનબર્ગ રિપોર્ટના કારણે વિપક્ષે અદાણી એપિસોડને લઇને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહયું કે અદાણી કેસની તપાસ માટે સંયુકત સંસદીય સમિતિની રચના કરવી જોઇએ અથવા સુપ્રીમ કોર્ટના સીજેઆઇની દેખરેખ હેઠળ આ મામલાની તપાસ થવી જોઇએ. આ મુદ્દે પહેલા બંને ગૃહોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. અને ત્યારબાદ શુક્રવારે સવારે ૧૧ વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. આ કેસથી વિપક્ષને સરકાર સામે એક થવાની તક મળી છે. હિંડનબર્ગ રિપોર્ટ પર કોંગ્રેસે કહયું કે કરોડો પોલિસી ધારકોની મહેનતની કમાણી જોખમમાં છે.

'હિંડનબર્ગ રિપોર્ટ' સુધી વિપક્ષ પાસે કેન્દ્ર સરકારને ઘેરવાનો કોઇ મોટો મુદ્દો નહોતો. કોંગ્રેસ પાર્ટીએ જોકે ચીનની ઘૂસણખોરી અંગે અગાજ ઉઠાવ્યો હતો. સરકાર સામે આખો વિપક્ષ કોઇ એક મંચ પર ઊભો જોવા મળ્યો ન હતો. જયારે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા શ્રીનગરમાં પૂરી ૨૧ પાર્ટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પછી ત્યાં પહોંચનાર પક્ષકારોની સંખ્યા એક ડઝન સુધી પહોંચી શકી નથી. જેના કારણે ભાજપનો ચહેરો ખીલી ઉઠયો હતો. હવે 'હિંડનબર્ગ રિપોર્ટ' એ વિપક્ષને એક થવાની તક આપી છે. ધીમે ધીમે વિપક્ષો એક થઇ રહયા છે. ગુરુવારે વિપક્ષે આ મામલાની તપાસને લઇને ગૃહ કાર્યવાહી આગળ વધવા દીધી ન હતી. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહયું આ મામલાની તપાસ માટે સંયુકત સંસદીય સમિતિની રચના થવી જોઇએ. તિવારીના મતે, પ્રશ્ન માત્ર એક પ્રમોટરનો નથી, પરંતુ તે સમગ્ર નિયમનકારી પ્રણાલી પર સવાલ ઉઠાવે છે.

કોંગ્રેસ પાર્ટીના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને એલઆઇસી અને એસબીઆઇમાં જમા રકમ એક એવા જૂથને સોંપી છે જેના પર દેશની સૌથી મોટી કોર્પોરેટ છેતરપિંડીનો આરોપ છે. સાહેબે કરોડો ભારતીયોની સંચિત મૂડીને ડૂબાડવામાં કોઇ કસર છોડી નથી. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી પર લાગેલા આરોપોની તપાસ કયારે થશે? હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર મોદી સરકારે મૌન સેવ્યું છે જાણે કશું થયું જ નથી. પીએમએ ઓછામાં ઓછું એલઆઇસીના ૨૯ કરોડ પોલિસી ધારકો અને એસબીઆઇના ૪૫ કરોડ ખાતાધારક સામેલ છે, તેમને છેતરો નહી. ગુરુવારે બંને ગૃહોની કાર્યવાહી પહેલા મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષના અનેક પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી છે.

ઇસરોએ બ્રિટિશ કંપનીના ૩૬ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા

લવલિના અને નીખત ઝરીને પણ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક-એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

કેન્દ્રએ મનરેગાના કામોમાં વેતનમાં વધારો કર્યો, ૧ એપ્રિલથી નવા દરો લાગુ થશે

એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના પ્લેન હવામાં ટકરાવથી માંડ બચ્યા

રાહુલે ટ્વિટર પર પોતાને ડિસકવાલિફાઇડ સાંસદ લખ્યું, પ્રિયંકાએ દેશના વડાપ્રધાનને કાયર કહ્યા

દેશમાં હવે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે : મોદી

મોદી અટક પર ટિપ્પણી મામલે સજા થતાં રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રદ

ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે ૧૪ વિપક્ષો સુપ્રીમમાં